AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેવી રીતે થયો હતો કાવડ યાત્રાનો પ્રારંભ ? શું છે તેના વિશેષ નિયમ ?

કોરોના મહામારીને લીધે આ વર્ષે કાવડ યાત્રાને લઈને અનેક શંકાઓ છે. પણ, મૂળે તો તે સદીઓથી ચાલી આવતી પરંપરા છે ! ત્યારે આવો જાણીએ કે કોણે, ક્યારે અને કેવી રીતે કરી હતી આ પ્રથાની શરૂઆત ?

કેવી રીતે થયો હતો કાવડ યાત્રાનો પ્રારંભ ? શું છે તેના વિશેષ નિયમ ?
કાવડ યાત્રા એટલે શિવજીને પ્રસન્ન કરવા સદીઓથી ચાલી આવતી પરંપરા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 3:44 PM
Share

શ્રાવણ (SHRAVAN) માસ નજીક આવતા જ ભોળાના ભક્તો શિવભક્તિમાં લીન થવા લાગે છે. ગુજરાતમાં શ્રાવણ માસના પ્રારંભને હજુ વાર છે. પણ, ઉત્તર ભારતમાં શ્રાવણ માસ 25 જુલાઈથી શરૂ થશે. જે 22 ઓગસ્ટ સુધી ચાલશે. આ મહિનામાં શિવભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીને નિયમાનુસાર પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો, કેટલાંક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા પણ કરતા હોય છે. ત્યારે આવો, આજે આપણે એ જાણીએ કે શું છે કાવડ યાત્રાનું મહત્વ ? અને કયા છે તેના નિયમો ?

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્વનો મનાય છે. શિવભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. તો કાવડિયાઓ પણ વર્ષ દરમિયાન આ જ અવસર માટે ઉત્સાહિત રહેતા હોય છે. આમ તો, કોરોના મહામારીને લીધે આ વર્ષે કાવડ યાત્રાને લઈને અનેક શંકાઓ છે. પણ મૂળે તો તે સદીઓથી ચાલી આવતી પરંપરા છે !

શું છે કાવડ યાત્રા ? શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને જ્યોતિર્લિંગો સુધી પહોંચે છે. અને મહેશ્વરને તે અર્પણ કરે છે. ઉલ્લેખનિય છે કે યાત્રા દરમિયાન ભક્તો કાવડને જમીન પર નથી રાખતા. કાવડને ઉંચકનારા કાવડિયા તરીકે ઓળખાય છે. મોટાભાગના કાવડિયાઓ કેસરી રંગના કપડાં પહેરે છે. તેઓ મોટાભાગે ગંગોત્રી, ગૌમુખ, પ્રયાગરાજ, હરિદ્વાર જેવાં તીર્થ સ્થળોથી ગંગાજળ ભરે છે. આ પછી, તેઓ પગપાળા પ્રવાસ કરીને જળ શિવલિંગ પર ચઢાવે છે.

ભગવાન પરશુરામે કરી કાવડ યાત્રાની શરૂઆત ! ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જ સર્વ પ્રથમ કાવડ લાવ્યા હતા અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો. કહે છે કે પરશુરામજી ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું. ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ ભરીને લાવવાની અને શિવલિંગને તે અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. માન્યતા અનુસાર જે લોકો શ્રાવણ માસમાં કાવડ યાત્રા કરી શિવજીને ગંગાજળ અર્પણ કરે છે તેની બધી જ ઈચ્છાઓ મહેશ્વર પૂર્ણ કરે છે.

શ્રવણકુમારની કથા કેટલાક લોકો એવું પણ માને છે કે સૌપ્રથમ ત્રેતાયુગમાં શ્રવણ કુમારે કાવડ યાત્રાની કરી હતી. શ્રવણકુમારના અંધ માતા-પિતાએ હરિદ્વારમાં ગંગાસ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રાવણકુમારે તેમના માતાપિતાની તે ઈચ્છા પૂરી કરી. માતા-પિતાને કાવડમાં બેસાડીને હરિદ્વારમાં સ્નાન કરાવ્યું. કહે છે કે પરત ફરતી વખતે શ્રવણ કુમાર કાવડમાં જ ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું. બસ, અહીંથી જ કાવડ યાત્રાની શરૂઆત થઈ !

કાવડ યાત્રાના નિયમ એવું માનવામાં આવે છે કે કાવડ યાત્રાના નિયમો ખૂબ જ કડક છે. જે લોકો આ નિયમોનું પાલન કરતા નથી, તેમની યાત્રા અધૂરી માનવામાં આવે છે. આ સિવાય તેમને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

1. કાવડ યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારનો નશો કરવા પર પ્રતિબંધ રહે છે. કાવડિયાઓેએ શુદ્ધ અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું પડે છે. યાત્રા દરમિયાન માંસાહાર નિષેધ મનાય છે.

2. કાવડ યાત્રા દરમિયાન કાવડને જમીન પર ન રાખવી જોઈએ. જો કાવડિયાને ક્યાંક રહેવું પડે તેમ હોય તો કાવડને કોઈ સ્ટેન્ડ પર અથવા ઝાડ પરની ઊંચી જગ્યા પર રાખો. પ્રચલિત પ્રથા અનુસાર જો કોઈ વ્યક્તિ કાવડને નીચે જમીન પર રાખે છે, તો તેણે ફરી મૂળ સ્થાન પરથી ગંગાજળ ભરીને યાત્રાની શરૂઆત કરવી પડે છે !

3. કાવડયાત્રા દરમિયાન ચાલવાનો કાયદો છે. જો તમે કોઈ વ્રતની પૂર્તિ માટે પ્રવાસ કરી રહ્યા છો, તો તે વ્રત પ્રમાણે મુસાફરી કરો.

આ પણ વાંચો : માત્ર એક ગુલાબ ઘરમાં લાવશે સંપત્તિ અપાર !

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">