AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: માત્ર એક ગુલાબ ઘરમાં લાવશે સંપત્તિ અપાર, ગુલાબ સાથે જોડાયેલા સરળ ઉપાય કે જે તમને લક્ષ્મીકૃપાની સાથે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરાવશે

દેવી લક્ષ્મી તો ગુલાબના પુષ્પ માત્રથી પણ પ્રસન્ન થનારા છે ! મા લક્ષ્મીને ગુલાબની સુગંધ અત્યંત પ્રિય છે. અને એ સુગંધથી પ્રસન્ન થઈ મા લક્ષ્મી તેમના ભક્તોની ખાલી ઝોળીને ખુશીઓથી ભરી દેતા હોવાની માન્યતા છે.

Bhakti: માત્ર એક ગુલાબ ઘરમાં લાવશે સંપત્તિ અપાર, ગુલાબ સાથે જોડાયેલા સરળ ઉપાય કે જે તમને લક્ષ્મીકૃપાની સાથે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરાવશે
દેવી લક્ષ્મીને પ્રિય છે ગુલાબની સુગંધ !
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 16, 2021 | 9:55 AM
Share

Bhakti: દેવી લક્ષ્મીને (LAKSHMI) પ્રસન્ન કરવાની ઝંખના ભલાં કોને નથી હોતી ? દરેક વ્યક્તિની એ જ ઈચ્છા હોય છે કે દેવી લક્ષ્મી સદૈવ તેનાથી પ્રસન્ન રહે. ઘરમાં ક્યારેય ધનની ખોટ ન વર્તાય. અને ઘરમાં હંમેશા જ ધન-ધાન્યના ભંડાર ભરેલાં રહે. પણ, આ બધું તો ત્યારે શક્ય બને કે જ્યારે દેવી લક્ષ્મી ખૂબ જ ખુશ રહે ! એ જ કારણ છે કે ભક્તો મા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ અર્થે વિધ વિધ ઉપાયો અજમાવતા જ રહે છે. પણ, શું તમને ખબર છે કે આ દેવી લક્ષ્મી તો ગુલાબના પુષ્પ માત્રથી પણ પ્રસન્ન થનારા છે ! એટલું જ નહીં, ગુલાબથી પ્રસન્ન થઈ મા લક્ષ્મી તો ઘરમાં સદૈવ માટે બિરાજમાન પણ થઈ જાય છે !

આમ, તો કમલનયના મા લક્ષ્મીને કમળનું પુષ્પ સૌથી વધુ પ્રિય મનાય છે. પણ, કમળની જેમ જ મા લક્ષ્મીને ગુલાબ પણ આકર્ષે છે. લૌકિક માન્યતા એવી છે કે મા લક્ષ્મીને ગુલાબની સુગંધ અત્યંત પ્રિય છે. અને એ સુગંધથી પ્રસન્ન થઈ મા લક્ષ્મી તેમના ભક્તોની ખાલી ઝોળીને ખુશીઓથી ભરી દે છે. ત્યારે આવો જાણીએ ગુલાબ સાથે જોડાયેલાં કેટલાંક એવાં સરળ ઉપાય કે જે તમને લક્ષ્મીકૃપાની સાથે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરાવશે.

ધંધાની વૃદ્ધિ અર્થે દરેક વેપારીની મનશા હોય છે કે તેનો ધંધો-રોજગાર સારો ચાલે. આ માટે ગુલાબ મદદરૂપ બની શકે છે ! કહે છે કે મા લક્ષ્મીને નિત્ય ગુલાબનું અત્તર લગાવવાથી તે પ્રસન્ન થાય છે. અને ધંધામાં વૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે.

ઋણમુક્તિ અર્થે દેવું વધી ગયું હોય અને અનેક પ્રયત્ન છતાં તેને ચુકવવામાં મુશ્કેલી પડતી હોય તો થોડી ગુલાબની પાંદડીઓ લો. “ૐ હ્રીં શ્રીં લક્ષ્મીભ્યો નમઃ ।”બોલતા આ પાંદડીઓનો લક્ષ્મી પર અભિષેક કરો. દર શુક્રવારે આ પ્રયોગ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે. અને એવાં સંજોગો સર્જાશે કે વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે.

દરિદ્રતાથી મુક્તિ અર્થે ઘરમાં નાણાંની તંગી વર્તાતી હોય, અનેક પ્રયત્ન છતાં ઘરમાં લક્ષ્મી ટકતી ન હોય તો ગુલાબની માળાથી માતાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો દર શુક્રવારે માતાને ગુલાબની માળા અર્પણ કરો. માળા અર્પણ કરી શકવાની આર્થિક સ્થિતિ ન હોય તો માને શ્રદ્ધા સાથે ગુલાબનું એક ફૂલ અર્પણ કરો. દેવીને તમારી સમસ્યા કહી સંપત્તિ અને વૈભવની કામના વ્યક્ત કરો. કહે છે કે મા લક્ષ્મી તો માત્ર એક ગુલાબથી પણ પ્રસન્ન થઈ જાય છે, અને ભક્તને વૈભવની પ્રાપ્તિ કરાવે છે. તો, આ લૌકિક ઉપાયોને અજમાવીને સાચી શ્રદ્ધાથી તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. તેમજ ખૂબ જ સરળ રીતે તેમની કૃપાની પ્રાપ્તિ કરી શકો છો.

આ પણ વાંચો : ભડલી નોમ એટલે તો શુભ કાર્યો માટેનું વણજોયું મુહૂર્ત !

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">