AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ, મેષ 07 ઓગષ્ટ: નાણાકીય સ્થિતિ સારી રહેશે, કામના ભારણને કારણે સ્વાસ્થ્ય પર અસર થવાની સંભાવના

Aaj nu Rashifal: આ સમયે યુવાનો પણ તેમના લક્ષ્યો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, જેના કારણે તેમની ભાવિ યોજનાઓ સફળ થવી મુશ્કેલ થઈ શકે છે.

Horoscope Today : દૈનિક રાશિફળ, મેષ 07 ઓગષ્ટ: નાણાકીય સ્થિતિ સારી રહેશે, કામના ભારણને કારણે સ્વાસ્થ્ય પર અસર થવાની સંભાવના
Horoscope Today Aries
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:18 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ: નાણાકીય બાજુ થોડીક મજબૂત રહેશે. મિત્રો સાથે મુલાકાત અથવા વાતચીત સુખદ અને મનોરંજનથી ભરપૂર રહેશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે ઘરના સભ્યોનો સહયોગ અને સલાહ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે.

કોઈ પણ બાહ્ય વ્યક્તિને કૌટુંબિક બાબતમાં દખલ ન કરવા દો. આ સમયે યુવાનો પણ તેમના લક્ષ્યો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, જેના કારણે તેમની ભાવિ યોજનાઓ સફળ થવી મુશ્કેલ થઈ શકે છે.

મશીનરી અને ફેક્ટરીથી સંબંધિત ધંધામાં મોટો ઓર્ડર મળી શકે છે. સંપૂર્ણ મહેનત અને એકાગ્રતાથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઑફિસમાં એક મહત્વપૂર્ણ કામનું ભારણ પણ તમારા પર આવશે. જવાબદારીઓ વધશે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર નિકટતા રહેશે. પરંતુ વ્યક્તિ સાથે કામ કરતી વખતે થોડુ ધ્યાન રાખવું જરૂરી.

સાવચેતીઓ- વધુ પડતો વર્ક લોડ તમારા સ્વાસ્થય પર અસર કરશે. સમયાંતરે યોગ્ય આરામ કરવો અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે.

શુભ રંગ – લીલો શુભ અક્ષર – બ ફ્રેંડલી નંબર – 5

g clip-path="url(#clip0_868_265)">