AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2022: હોલિકા દહનના દિવસે આ રીતથી કરો ભગવાન હનુમાનજીની પૂજા, દૂર થશે દરેક મુશ્કેલી

હિંદુ માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ હોળીના દિવસે હનુમાનજીની પૂજા કરે છે તો તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી વ્યક્તિ જીવનના દુઃખોમાંથી મુક્તિ મેળવે છે.

Holi 2022: હોલિકા દહનના દિવસે આ રીતથી કરો ભગવાન હનુમાનજીની પૂજા, દૂર થશે દરેક મુશ્કેલી
Lord Hanumanji
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 6:22 PM
Share

રંગોના તહેવાર હોળીને (Holi 2022) હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો રંગોથી રમે છે, નૃત્ય કરે છે અને ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે. આ તહેવાર (હોળી) અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ હોળીના દિવસે હનુમાનજીની (Lord Hanumanji) પૂજા કરે છે તો તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. હિંદુ પરંપરા અનુસાર હોળીના દિવસે ભગવાન હનુમાનના આશીર્વાદ લેવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિ જીવનના દુઃખોમાંથી મુક્તિ મેળવે છે.

હોળી – તિથિનો સમય

ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ 17 માર્ચે બપોરે 1.29 વાગ્યાથી શરૂ થશે.

ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ 18 માર્ચે બપોરે 12.47 કલાકે પૂર્ણ થશે.

હોળી – પૂજા પદ્ધતિ

1. હોલિકા દહનની રાત્રે સ્નાન કરો.

2. નજીકના હનુમાન મંદિરની મુલાકાત લો અને ભગવાનની પૂજા કરો.

3. પૂજા કરવા માટે લાલ કપડા પર બેસો.

4. હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો.

5. ફૂલ, પ્રસાદ અર્પણ કરી અને દીવા પ્રગટાવો.

6. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.

7. હનુમાનજીની આરતી કરો.

8. આલ્કોહોલ અને માંસનું સેવન ટાળો અને એક દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરો.

9. પૂજા કરતી વખતે સફેદ કે કાળા કપડા ન પહેરવા.

તમે ભગવાનના આ મંત્રોનો જાપ કરી શકો છો

હનુમાન મૂળ મંત્ર – ॐ हनुमते नमः॥

હનુમાન બીજ મંત્ર – ॐ ऐं भ्रीम हनुमते, श्री राम दूताय नम: ||

હનુમાન ગાયત્રી મંત્ર – ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि। तन्नो हनुमत् प्रचोदयात्॥

અંજનેય મંત્ર – ॐ श्री वज्रदेहाय रामभक्ताय वायुपुत्राय नमोस्तुते ।

मनोजवं मारुततुल्यवेगं मंत्र – मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम्। वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शरणम् प्रपद्ये॥

હનુમાન મંત્ર – ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा |

આ મંત્રોના જાપ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. આ તમને હિંમત અને જ્ઞાન આપે છે. કરિયરમાં તમને સફળતા મળશે. રોગ, દુષ્ટ આત્માઓ અને અન્ય પ્રકારની સમસ્યાઓ દૂર કરવાની આ એક સારી રીત છે. હનુમાનજીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તમે આ મંત્રોનો જાપ કરી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Holi 2022 : હોળીના દિવસે કેમ પીવાય છે ભાંગ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ

આ પણ વાંચો : Bhakti: જીવનના તમામ કષ્ટને હરી લેશે મારુતિનું મંગળવારનું વ્રત ! જાણો શુભ વ્રતનો મહિમા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">