Holi 2022 : હોળીના દિવસે કેમ પીવાય છે ભાંગ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ

હોળી 2022: હિંદુ ધર્મમાં, ભાંગ ભગવાન શિવ સાથે સંકળાયેલ છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના દિવસે તેનું સેવન શા માટે કરવામાં આવે છે. આવો જાણીએ તેનું ધાર્મિક મહત્વ

Holi 2022 : હોળીના દિવસે કેમ પીવાય છે ભાંગ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ
Holi 2022 (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 3:45 PM

હોળીનો તહેવાર (Holi 2022) સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 17 માર્ચે ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર બુરાઇ પર સારાઇની જીતનું પ્રતીક છે. દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, રંગો સાથે રમે છે, નૃત્ય કરે છે, સ્વાદિષ્ટ વાનગીઓ ખાય છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. બીજી તરફ હોળીનો તહેવાર ભાંગ વગર અધૂરો ગણાય છે. આ દરમિયાન ભાંગનું પણ સેવન કરવામાં આવે છે. લોકો આ દિવસે અલગ અલગ રીતે ભાંગ આરોગે છે. આમાં લસ્સી, પકોડા, થંડાઈ અને ગુજિયાની સાથે પણ લોકો ભાંગ પીવાનું પસંદ કરે છે.

ભાંગનું ધાર્મિક મહત્વ

એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને શિવે ગળામાં ઉતારવા દીધું ન હતું. આ ઝેર ખૂબ જ ગરમ હતું. આ કારણે શિવને ગરમી લાગવા લાગી. શિવ કૈલાસ પર્વત પર ગયા. ઝેરની ગરમી ઓછી કરવા માટે શિવે ભાંગનું સેવન કર્યું. ભાંગને ઠંડક આપનાર માનવામાં આવે છે. ત્યારથી ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવની પૂજા દરમિયાન પણ ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભાંગ વિના શિવની પૂજા અધૂરી છે. કહેવાય છે કે શિવ પૂજામાં ભાંગ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ઉપરાંત ભાંગ બનાવટમાંં ધતુરા અને બિલીના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

હોળીના દિવસે ભાંગ કેમ પીવામાં આવે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળીના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ મિત્રતાના પ્રતીક તરીકે ભાંગના સેવન કરે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદને મારવાનો પ્રયાસ કરનાર હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ હિરણ્યકશિપુને માર્યા પછી તે ગુસ્સે થયા હતા. તેને શાંત કરવા માટે ભગવાન શિવે શરભનો અવતાર લીધો. હોળીના દિવસે ભાંગના સેવનનું એક કારણ આ પણ માનવામાં આવે છે. તેનું પ્રસાદ તરીકે સેવન કરવામાં આવે છે. આ સિવાય બીજી ઘણી વાર્તાઓ પણ લોકપ્રિય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો :Los Angeles News: BJPએ મેળવેલા ચાર રાજ્યનાં ભવ્ય વિજયની વિદેશમાં પણ ઉજવણી, NRIઓનો એક જ મત, વિકાસે મારી બાજી

આ પણ વાંચો :અમેરિકા-કેનેડા સરહદે ડીંગુચા પરિવાર સાથે મહેસાણાની એક મહિલાનું પણ મોત થયાની આશંકા, 11 સભ્યના ગ્રુપ સાથે ગઇ હતી મહિલા

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">