AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Utsav 2023: પૂજા દરમિયાન અચાનક ખંડિત થાય ગણેશજીની મુર્તિ તો શું કરવું ?

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો આ ઉત્સવ 10 દિવસ સુધી મનાવવામાં આવશે અને અનંત ચતુર્દશીના દિવસે તેનું વિસર્જન કરવામાં આવશે. જોકે, ઘણા લોકો દોઢ, ત્રણ, પાંચ કે સાત કલાકમાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરે છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાનની મૂર્તિ ઘરે લાવીને પૂજા કરવામાં આવે છે, ત્યારે તેમાં દેવતાઓનો વાસ થાય છે. આવી સ્થિતિમાં દરરોજ પ્રેમ અને સન્માન સાથે મૂર્તિની પૂજા કરવામાં આવે છે. એવું જ ગણપતિની મૂર્તિનું છે. લોકો પૂર્ણ ભક્તિ સાથે બાપ્પાને ઘરે લાવે છે અને 10 દિવસ સુધી તેની પૂજા કરે છે. પરંતુ આ સમય દરમિયાન ભગવાનની મૂર્તિ તૂટી જાય તો?

Ganesh Utsav 2023: પૂજા દરમિયાન અચાનક ખંડિત થાય ગણેશજીની મુર્તિ તો શું કરવું ?
Ganesh Utsav
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 5:57 PM
Share

ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવાય છે. લોકો ગણેશની ભક્તિમાં મગ્ન છે. ગણેશ ઉત્સવનો આજે ત્રીજો દિવસ છે. ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો આ ઉત્સવ 10 દિવસ સુધી મનાવવામાં આવશે અને અનંત ચતુર્દશીના દિવસે તેનું વિસર્જન કરવામાં આવશે. જોકે, ઘણા લોકો દોઢ, ત્રણ, પાંચ કે સાત કલાકમાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરે છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાનની મૂર્તિ ઘરે લાવીને પૂજા કરવામાં આવે છે, ત્યારે તેમાં દેવતાઓનો વાસ થાય છે. આવી સ્થિતિમાં દરરોજ પ્રેમ અને સન્માન સાથે મૂર્તિની પૂજા કરવામાં આવે છે. એવું જ ગણપતિની મૂર્તિનું છે. લોકો પૂર્ણ ભક્તિ સાથે બાપ્પાને ઘરે લાવે છે અને 10 દિવસ સુધી તેની પૂજા કરે છે. પરંતુ આ સમય દરમિયાન ભગવાનની મૂર્તિ તૂટી જાય તો?

પ્રતિમામાં ખંડિત થઈ જાય તો લોકો પરેશાન થઈ જાય તો લોકો તેને અત્યંત અશુભ માને છે. પરંતુ આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો ઉપાય છે. બાપ્પાની મૂર્તિ અચાનક તૂટી જાય તો ગભરાવાની જરૂર નથી. અજાણતા થયેલી ભૂલ માટે માફી માગી અને વહેતા પાણીમાં મૂર્તિને વિસર્જિત કરો.

આ પણ વાંચો : Pratham Pahela Stuti Song: ગણેશજી ઉત્સવમાં ગવાતી ફેમસ ગુજરાતી સ્તુતી પ્રથમ પહેલા સમરિયેના જુઓ Lyrics અને Video

મંદિરમાં રાખવામાં આવેલી અન્ય મૂર્તિઓનું શું કરવું?

આનાથી કોઈપણ અશુભ ઘટનાનો ભય પણ દૂર થઈ જાય છે. મંદિરમાં રાખવામાં આવેલી ભગવાનની અન્ય મૂર્તિઓ માટે પણ આ જ ઉપાય અપનાવો. ઘણી વખત એવું જોવા મળે છે કે જ્યારે મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિ ખંડિત થઇ જાય છે અથવા તેનો રંગ બગડી જાય છે તો લોકો તેને ઝાડ પાસે રાખે છે. આવું કરવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું. આવી મૂર્તિઓને વહેતા પાણીમાં જ વિસર્જિત કરો. આ ઉપાયથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે, ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીથી શરૂ થતા 10 દિવસના તહેવાર દરમિયાન ભગવાન ગણેશ સ્વયં ધરતી પર આવે છે અને ભક્તોના કષ્ટોને દૂર કરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">