Ganesh Chaturthi 2023: ભગવાન ગણેશને પોતાના હાથે બનાવેલા નારિયેળના લાડુ અર્પણ કરો, જાણો તેની સરળ રેસીપી

નારિયેળના લાડુ ચઢાવીને ગજાનનને પ્રસન્ન કરી શકાય છે. જો તમે પણ ભગવાન ગણેશને નારિયેળના લાડુ અર્પણ કરવા માંગો છો, તો તમે તેને ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ નારિયેળના લાડુ બનાવવાની સરળ રીત

Ganesh Chaturthi 2023: ભગવાન ગણેશને પોતાના હાથે બનાવેલા નારિયેળના લાડુ અર્પણ કરો, જાણો તેની સરળ રેસીપી
Ganesh Chaturthi 2023 Coconut Laddus Recipe
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 2:41 PM

આ વખતે ‘ગણેશ ચતુર્થી’ (Ganesh Chaturthi 2023)  19મી નવેમ્બરે ઉજવવામાં આવશે અને તેની સાથે જ ગણેશ ઉત્સવનો મહાપર્વ શરૂ થશે. એવું માનવામાં આવે છે કે ગણપતિ બાપ્પાને લાડુ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં તેમની પૂજા ‘ગણેશ ચતુર્થી’ના ખાસ દિવસે તેમને વિવિધ રીતે તૈયાર કરેલા લાડુ ચઢાવવામાં આવે છે. મોતીચૂર લાડુ, ચણાના લોટના લાડુ, ડ્રાઈફ્રુટ્સના લાડુ વગેરે.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2023 : આ છે દેશના ગણપતિના અનોખા મંદિરો, તેમની વિશેષતા જાણીને તમે ચોંકી જશો!

આ યાદીમાં ‘નારિયેળના લાડુ’ સામેલ થઈ શકે છે. નારિયેળના લાડુ ચઢાવીને ગજાનનને પ્રસન્ન કરી શકાય છે. જો તમે પણ ભગવાન ગણેશને નારિયેળના લાડુ અર્પણ કરવા માંગો છો, તો તમે તેને ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ નારિયેળના લાડુ બનાવવાની સરળ રીત-

આજનું રાશિફળ તારીખ 12-11-2024
શિયાળામાં ખાઓ બાફેલા શિંગોડા, આ 5 બીમારી રહેશે દૂર
સવારે ખાલી પેટ ગાજરનો રસ પીવાથી જાણો શું થાય છે?
#MaJa Ni Wedding : આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે મલ્હાર અને પૂજા
ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ કોના નામે?
નવી સાવરણીમાંથી ફટાફટ ભૂસુ કાઢવા માટે નાખો આ તેલના 5 થી 6 ટીપા

સામગ્રી

માવો (ખોયા) – 1 કપ

છીણેલું નારિયેળ – 2 કપ

કાજુ અને બદામ ઝીણી સમારેલી – 1/2 કપ

ચિરોંજી – 1 ચમચી

ઈલાયચી – 4-5

ખાંડ પાવડર – 1 1/2 કપ

રેસીપી

જો તમે ભગવાન ગણેશને નારિયેળના લાડુ અર્પણ કરવા માંગો છો, તો તેને બનાવવા માટે પહેલા ડ્રાય ફ્રૂટ્સ (કાજુ, બદામ) લો અને તેના નાના ટુકડા કરો. હવે એક કડાઈ ગરમ કરો અને તેમાં માવા નો ભૂકો નાખો. આ પછી ચમચાની મદદથી માવાને મધ્યમ આંચ પર હલાવતા રહો. માવાને તેનો રંગ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. આ પછી ગેસ બંધ કરો અને માવાને ઠંડો થવા માટે છોડી દો.

લાડુ માટેનું મિશ્રણ કરો તૈયાર

હવે માવાને એક મોટા વાસણમાં મુકો અને જ્યારે તે સહેજ ગરમ રહે ત્યારે તેમાં ખાંડનો પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી છીણેલું નારિયેળ લો અને તેમાંથી થોડું બચાવીને બાકીનો માવામાં ઉમેરો અને તેને મિક્સ કરો. આ પછી માવાના મિશ્રણમાં કાજુ, બદામ, ચિરોંજી અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. નારિયેળના લાડુ માટેનું મિશ્રણ તૈયાર છે.

લાડુ એર ટાઈટ કન્ટેનરમાં રાખો અને પ્રસાદ ધરાવો

હવે તમારા હાથમાં થોડું તૈયાર મિશ્રણ લો અને તેને દબાવીને ગોળ બોલ બનાવો. લાડુ બનાવ્યા પછી તેને છીણેલા નારિયેળમાં લપેટીને પ્લેટમાં અલગ રાખો. એ જ રીતે આખા મિશ્રણમાંથી એક પછી એક નારિયેળના લાડુ તૈયાર કરો. આ પછી નારિયેળના લાડુને થોડીવાર સેટ થવા માટે રાખો. હવે નારિયેળના લાડુ માણવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આને એર ટાઇટ કન્ટેનરમાં રાખીને થોડા દિવસો સુધી વાપરી શકાય છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
g clip-path="url(#clip0_868_265)">