મુંગેરમાં આજે પણ છે માતા સીતાના નિશાન, છઠ પૂજા કર્યાના મળે છે પુરાવા
આનંદ રામાયણ અનુસાર, માતા સીતાએ ગંગાની મધ્યમાં મુંગેર જિલ્લાના બાબુઆ ઘાટથી ત્રણ કિલોમીટર દૂર પર્વત પર ઋષિ મુદ્ગલના આશ્રમમાં છઠ પૂજા કરી હતી. આજે પણ આ સ્થાન પર માતા સીતાના પગના નિશાન છે, જેના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડે છે.
છઠ પર્વની શરૂઆત થઇ ચુકી છે, છઠ પર્વના બીજા દિવસે ખરના હોય છે. ખરના ના દિવસે વ્રત રાખતી મહિલાઓ સાંજે માત્ર એક જ વાર ગળ્યો ખોરાક ખાય છે. ખરનાના દિવસે, મુખ્યત્વે ચોખા અને ગોળની ખીરનો પ્રસાદ બનાવવામાં આવે છે, જે માટીના ચૂલામાં આંબાના લાકડાને બાળીને બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે છઠ પર્વના ચારેય દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બિહાર ઉપરાંત યુપી અને ઝારખંડમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા સીતાએ પણ છઠનું વ્રત રાખ્યું હતું. એવું માનવામાં આવે છે કે માતા સીતાએ તેમની પ્રથમ છઠ પૂજા બિહારના મુંગેરમાં ગંગા નદીના કિનારે કરી હતી. જ્યારે માતા સીતા ભગવાન રામ સાથે વનવાસ પર ગયા ત્યારે તેમણે તે દરમિયાન છઠનું વ્રત રાખ્યું હતું. આ પછી છઠ પર્વની શરૂઆત થઈ.
માતા સીતાના ચરણ
એવું માનવામાં આવે છે કે માતા સીતાએ મુંગેર જિલ્લાના બાબુઆ ઘાટના પશ્ચિમ કાંઠે છઠ પૂજા કરી હતી, જ્યાં તેમના પગના નિશાન હજુ પણ હાજર છે. માતા સીતાના પગ એક મોટા પથ્થર પર અંકિત છે. હવે અહીં એક વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે માતા સીતાએ ઋષિ કિમુદ્રલની સલાહ પર જ વ્રત રાખ્યું હતું.
લોક માન્યતાઓ અનુસાર, માતા સીતાએ મુંગેરના બાબુઆ ગંગા ઘાટના પશ્ચિમ કિનારે કારતક મહિનાના છઠ્ઠા દિવસે ભગવાન સૂર્યની પૂજા કરી હતી.આજે પણ અહીં હાજર પથ્થરની માતા સીતાના નિશાન હાજર છે. અહિંના ગર્ભગૃહ છ મહિના ગંગાના ગર્ભમાં સમાયેલા રહે છે, મા સીતાના ચરણના દર્શન કરવા માટે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળું આવે છે. જો તમે પણ અહીં આવવાનું વિચારતા હોય તો માતા સીતાના મંદિરની મુસાકાત ચોક્કસ લેશો.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.