AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirjala Ekadashi : નિર્જળા એકાદશીના દિવસે આપની તમામ મનોકામનાની પૂર્તિ કરાવશે આ જળ ભરેલ કળશનું દાન

દર વર્ષે જેઠ માસની અગિયારસે (Agiyaras) નિર્જળા એકાદશી ઉજવવામાં આવે છે. નિર્જળા એકાદશીએ વ્રત રાખીને દાન કરવાનું પણ આગવું જ મહત્વ છે. એકાદશીના દિવસે જળથી ભરેલ કળશનું દાન કરનારને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.આ એકાદશીના વ્રત દ્વારા આપ આપની તમામ મનોકામનાની પૂર્તિ કરી શકો છો.

Nirjala Ekadashi : નિર્જળા એકાદશીના દિવસે આપની તમામ મનોકામનાની પૂર્તિ કરાવશે આ જળ ભરેલ કળશનું દાન
Lord Vishnu
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 10, 2022 | 6:34 AM
Share

દર વર્ષે જેઠ માસની અગિયારસને (Agiyaras) નિર્જળા એકાદશી (Nirjala ekadashi) તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા માટે મહત્વનો દિવસ ગણાય છે એકાદશી. દરેક પ્રકારના વ્રતોમાં અને એકાદશીમાં નિર્જળા એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ એકાદશીના વ્રત દ્વારા આપ આપની તમામ મનોકામનાની પૂર્તિ કરી શકો છો. એકાદશીના દિવસે કરવામાં આવેલ પૂજન અને દાન આપને અક્ષય ફળની પ્રાપ્તિ કરાવશે. એકાદશીના દિવસે કરેલ દાન-પુણ્યનું ફળ આપને અને આપની આવનારી પેઢીને મળતું રહે છે.

વર્ષમાં કુલ 24 એકાદશી આવતી હોય છે તેમાં દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે. પરંતું નિર્જળા એકાદશી સૌથી ખાસ મહત્વ ધરાવે છે. આ એક એવી એકાદશી છે જે એકાદશી કરવાથી આપને આખા વર્ષ દરમ્યાનની એકાદશીના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ એક એકાદશીનું વ્રત રાખશો તો આપને વર્ષ દરમ્યાન આવતી દરેક એકાદશી વ્રતનું પુણ્ય ઉપવાસ કર્યા વિના પ્રાપ્ત થશે.

એકાદશી એ ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા માટે મહત્વનો દિવસ ગણાય છે. એકાદશીના દિવસે કરેલ ભગવાન વિષ્ણુની પૂજા આપને અનેક ગણું ફળ પ્રદાન કરી શકે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટમાંથી છુટકારો મેળવીને સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. આ એકાદશીમાં પાણી પીવું વર્જિત ગણાય છે. એટલે જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ અપાવનારી દરેક એકાદશીમાં આ નિર્જળા એકાદશીનું વ્રત સૌથી અઘરું છે. તો ચાલો આજે આપને જણાવીએ એકાદશીના દિવસે કયા કાર્યો કરશો કે જેનાથી આપને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે.

નિર્જળા એકાદશીનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એકાદશીનું વ્રત કરવું અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવન દરમ્યાન કરેલ તમામ પાપોનો નાશ થાય છે. આપની તમામ સમસ્યાઓનું શમન થાય છે સાથે જ વ્રતના પુણ્ય પ્રભાવથી વ્યક્તિને મૃત્યુ પછી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપ જો આ એકાદશી કરો છો તો આપના પર આજીવન ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિ રહે છે સાથે આપને માતા લક્ષ્મીના પણ અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એકાદશીનું વ્રત કરનારને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો.

નિર્જળા એકાદશીએ કરવાના કાર્યો

  1. નિર્જળા એકાદશીનું વ્રત એક દિવસ પૂર્વે એટલે કે દશમના દિવસથી શરૂ કરવામાં આવે છે.
  2. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેરીનો ભોગ અર્પણ કરવાથી આપને સુખ, સંપત્તિ અને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  3. નિર્જળા એકાદશી જેઠ માસમાં આવે છે અને આ માસમાં ગરમી પણ વધુ હોય છે. એટલે એકાદશીના દિવસે ઘરની છતની ઉપર કે ખુલ્લી જગ્યો પર પશુ-પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરવી જોઇએ.
  4. નિર્જળા એકાદશીના વ્રતના દિવસે તરસ્યો લોકોને પાણીની સેવા પૂરી પાડવી જોઇએ. આ કાર્ય કરવાથી આપને પુણ્યની પ્રાપ્તિ થશે સાથે જ વિષ્ણુ દેવની અપાર કૃપાની પણ પ્રાપ્તિ થશે.
  5. નિર્જળા એકાદશીએ વ્રત રાખીને દાન કરવાનું પણ આગવું જ મહત્વ છે. આજના દિવસે જળથી ભરેલ કળશનું દાન કરનારને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
  6. જેઠ માસની એકાદશીએ વ્રત કરનાર જાતકે પાણી અને અન્નનો ત્યાગ કરવાનો હોય છે એટલા માટે જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.
  7. આ એકાદશી માનસિક રીતે વ્યક્તિને મજબૂત કરે છે. આ વ્રત કરનાર વ્યક્તિ માનસિક તેમજ શારિરીક રીતે મક્કમ અને દૃઢ બને છે.
  8. નિર્જળા એકાદશીના વ્રતમાં આત્મ સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જરૂરી છે. નિર્જળા એકાદશીના વ્રત અને પૂજા દરમ્યાન નિર્જળા એકાદશીની વ્રતકથાનું શ્રવણ કે પઠન અવશ્ય કરવું જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">