AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા

અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું. દંતકથા એવી છે કે સમુદ્રમંથનમાંથી ગાયનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદી બારસનો હતો.

શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા
Vagh Baras
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 1:39 PM
Share

દિવાળી (Diwali) એટલે તો એ તહેવાર કે જેની સમગ્ર વર્ષ આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. કારણ કે દીપથી ઘરને સજાવવાનો આ અવસર આપણા જીવનને પણ અજવાશથી ભરી દેતો હોય છે અને આ ઉત્સવના પ્રારંભની ઘડી એટલે જ વાઘ બારસ (Vagh Baras) કે જેને આપણે વાક બારસ, વસુ બારસ અને ગોવત્સદ્વાદશીના (Govatsa Dwadashi) નામે પણ ઓળખીએ છીએ. ગોવત્સદ્વાદશીના અવસર પર ગાય માતાના પૂજનનો મહિમા છે.

પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું. દંતકથા એવી છે કે સમુદ્રમંથનમાંથી ગાયનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદી બારસનો હતો. એ અર્થમાં આસો વદી બારસનો દિવસ એ ગૌમાતાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. એટલે જ આ દિવસે ગૌમાતાના પૂજનનો સવિશેષ મહિમા છે. ગૌમાતાનો પ્રાગટ્ય દિવસ હોઈ આ દિવસ વસુ બારસ તેમજ ગોવત્સદ્વાદશી તરીકે પણ ઓળખાય છે.

આ દિવસને વાઘ બારસ શા માટે કહે છે તેની સાથે પણ એક અત્યંત રસપ્રદ બાબત જોડાયેલી છે. વાઘ બારસમાં ‘વાઘ’નો અર્થ લોકો ‘વાઘ’ને સમજે છે. પણ, એક માન્યતા અનુસાર પાલતુ પશુઓના ટોળા માટે પણ પૂર્વે વાઘ શબ્દ જ પ્રચલિત હતો. ઘેટા-બકરાંઓનું ટોળુ હોય કે ગાયનું ટોળુ હોય તો તે માટે લોકો વાઘ શબ્દ વાપરતા. તેના પરથી જ ગૌપૂજાની મહત્તા વર્ણવતી આ દ્વાદશી વાઘ બારસના નામે પ્રચલિત થઈ.

વાઘ બારસને ‘વાક’ બારસ પણ કહે છે. જેમાં ‘વાક’નો અર્થ થાય છે ‘વાણી’. વાઘ બારસ એ તો દેવી સરસ્વતીના પૂજનનો પણ અવસર છે. જે આપણને શુદ્ધ અને સારી વાણીના આશિષ પ્રદાન કરે છે. કહે છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિની વાણી લોકોને પ્રિય બને છે. આમ તો ભારતમાં કોઈપણ શુભ અવસર પર ઉંબરા પૂજનની પરંપરા છે. પણ, દીપોત્સવીના અવસર પર વાઘ બારસના રોજથી જ ઉંબરા પૂજનનો પ્રારંભ થાય છે. જે ઘરમાં મંગળત્વના, શુભત્વના આગમનની છડી પોકારે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">