Railway News : તહેવારોની સિઝનમાં પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-પટના અને ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09523 ઓખા - દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 18 ઓક્ટોબર, 2022 થી 29 નવેમ્બર, 2022 સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલાથી દર બુધવારે 13.20 કલાકે ઉપડશે.
હાલમાં ચાલી રહેલી નવરાત્રિ તેમજ દીવાળીના તહેવારની સિઝનમાં (Festive season) યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનમાં મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે (Western railway) દ્વારા અમદાવાદ-પટના અને ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન (Special train) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને ટ્રેનની હાલમાં 14 ટ્રીપ નક્કી કરવામાં આવી છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.આ વિશેષ ટ્રેનોની વિગતો આ મુજબ છે
1) ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-પટના સ્પેશિયલ (સાપ્તાહિક 14 ટ્રીપ)
ટ્રેન નંબર 09417 અમદાવાદ – પટના સ્પેશિયલ અમદાવાદથી દર સોમવારે 09.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.00 કલાકે પટના પહોંચશે. આ ટ્રેન 17 ઓક્ટોબર, 2022 થી 28 નવેમ્બર, 2022 સુધી દોડશે. એ જ રીતે ટ્રેન નંબર 09418 પટના – અમદાવાદ સ્પેશિયલ દર મંગળવારે પટનાથી 23.45 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે.આ ટ્રેન 18 ઓક્ટોબર, 2022 થી 29 નવેમ્બર, 2022 સુધી દોડશે. આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીનદયાળ ઉપાધ્યાય.બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર થોભશે.આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.
2) ટ્રેન નંબર 09523/09524 ઓખા – દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક 14 ટ્રીપ)
ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 18 ઓક્ટોબર, 2022 થી 29 નવેમ્બર, 2022 સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા – ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલાથી દર બુધવારે 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે.આ ટ્રેન 19 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી દોડશે. આ ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ ,અલવર અને રેવાડી સ્ટેશનો પર થોભશે.આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09417 અને 09523 માટેનું બુકિંગ 1લી ઑક્ટોબર, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.