Shree Krishna : શું તમે જાણો છો શ્રીકૃષ્ણનો કયો એ સરળ મંત્ર છે જેનાથી દૂર થશે તમારા આર્થિક પ્રશ્ન ? તો અત્યારે જ જાણી લો

જે વ્યક્તિ શ્રીકૃષ્ણના મંત્રનો આસ્થા સાથે જાપ કરે છે તેના સઘળા કામ શ્રીકૃષ્ણ પૂર્ણ કરે છે. જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેના ઉકેલ માટે અચૂક કરો શ્રીકૃષ્ણના મંત્રનો જાપ.

Shree Krishna : શું તમે જાણો છો શ્રીકૃષ્ણનો કયો એ સરળ મંત્ર છે જેનાથી દૂર થશે તમારા આર્થિક પ્રશ્ન ? તો અત્યારે જ જાણી લો
Mantra jaap
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 30, 2021 | 6:32 AM

ભગવાન શ્રીકૃષ્ણને(SHREE KRISHNA) શ્રીહરિ વિષ્ણુનો આઠમો અવતાર કહેવામાં આવે છે. તેમની લીલાઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે એટલે જ તો તેમને લીલાધર કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી, જીવનની મોટામાં મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે. તેથી, જો વ્યક્તિ શ્રીકૃષ્ણના મંત્રનો નિષ્ઠાપૂર્વક અને શ્રદ્ધાની સાથે મનથી જાપ કરે છે, તો તેના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવે છે અને સાથ જ એ  જીવનની તમામ મુશ્કેલીઓમાંથી પણ છૂટકારો પ્રાપ્ત કરી શકે છે. ૐ નમો: ભાગવતે વાસુદેવાય ‘ૐ’ અર્થાત પરમ અનંત ભાવના .જ્યારે ‘નમો:’ એટલે નમસ્કાર અથવા તો ઉપાસના. સંસ્કૃતમાં ભગવાન અથવા ભગવાન સમાન શક્તિશાળી કે દયાળુ વ્યક્તિ માટે ‘ભાગવત’ શબ્દનો પ્રયોગ થાય છે. જ્યારે ‘વાસુદેવ’ એ તો કૃષ્ણનું નામ છે. કૃષ્ણને વાસુદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવદ-ગીતામાં અર્જુને કૃષ્ણને અનેક વાર વાસુદેવ નામથી બોલાવ્યા હોવાનો ઉલ્લેખ મળે છે. તો સાથે જ વસુ એટલે “સર્વ જીવોમાં જીવન” અને દેવય એટલે “ભગવાન”. એટલે કે એ ‘ભગવાન શ્રીકૃષ્ણ જ છે જે બધા જીવોનું જીવન જીવે છે’. કૃષ્ણ છે તો જ જીવ છે. એવું કહેવાય છે કે આ મંત્રના જાપ માત્રથી પ્રભુ જીવમાત્રને દરેક મુસીબતમાંથી ઉગારે છે. જેમ શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બન્યા તેવી જ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં કૃષ્ણ તેના ભક્તનો સાથ આપે છે તેને સાચા માર્ગમાં માર્ગદર્શન આપે છે.

ૐ નમો: ભગવતે ગોવિન્દાય સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરવાનારો છે આ મંત્ર. એવું કહેવાય છે કે જીવનમાં આવતી દરેક સમસ્યાને દૂર કરી વ્યક્તિનો ભાગ્યોદય કરવનારો છે આ કૃષ્ણ મંત્ર. આ મંત્રનો જાપ વ્યક્તિ દિવસ દરમ્યાન  કોઈપણ સમયે પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકે છે. કૃં કુષ્ણાય નમ: જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેના ઉકેલ માટે તમારે આ મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રનો જાપ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે જો શક્ય હોય તો શ્રી કૃષ્ણની મૂર્તિ કે તેની તસવીરની સામે બેસીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. તે વિશેષ ફળદાયી રહેતો હોવાની માન્યતા છે. જો ઉપર બતાવેલ કોઈ પણ મંત્રનો જાપ આપ નથી કરી શકતા તો માત્ર શ્રીકૃષ્ણના નામનો જાપ કરવો જોઈએ. કૃષ્ણના નામના જાપ માત્રથી પણ વ્યક્તિમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શરીર સ્વસ્થ રહે છે, મન પ્રફુલ્લિત રહે છે અને સાથે શ્રીકૃષ્ણના આશિષની પરમકૃપાની પ્રાપ્તિ પણ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો : તમારી એક ભૂલ તમને કરી દેશે દેવી લક્ષ્મીથી દૂર ! જાણો મહાલક્ષ્મીના મહાકોપથી બચવાના ઉપાય !

આ પણ વાંચો : ઘરમાં ઉત્તર દિશામાં રાખો આ વસ્તુઓ, વરસશે મા લક્ષ્મીની કૃપા

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">