Lakshmi Blessings: તમારી એક ભૂલ તમને કરી દેશે દેવી લક્ષ્મીથી દૂર ! જાણો મહાલક્ષ્મીના મહાકોપથી બચવાના ઉપાય !

જેટલું મહત્વ લક્ષ્મીકૃપા અર્થે તેમના પૂજનનું છે, તેટલું જ મહત્વ એ વાતને ધ્યાનમાં રાખવાનું પણ છે, કે ક્યાંક આપણાથી થતું કોઈ કાર્ય દેવી લક્ષ્મીને નારાજ તો નથી કરી રહ્યું ને ! આ એ બાબતો છે કે જેનાથી ક્રોધિત થઈ દેવી લક્ષ્મી ઘરમાંથી જતા રહે છે !

Lakshmi Blessings: તમારી એક ભૂલ તમને કરી દેશે દેવી લક્ષ્મીથી દૂર ! જાણો મહાલક્ષ્મીના મહાકોપથી બચવાના ઉપાય !
દેવી લક્ષ્મી
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:41 AM

ઘણાં ભક્તોની (devotee) ફરિયાદ હોય છે કે અનેક ઉપાયો કરવા છતાં દેવી લક્ષ્મી (goddess lakshmi) તેમના પર કૃપાદૃષ્ટિ (Grace) કરતાં જ નથી ! પણ, તેનું કારણ એ છે કે ભક્તો જેટલું ધ્યાન દેવી લક્ષ્મીની ઉપાસના પર આપે છે, તેટલું ધ્યાન જરૂરી બાબતો પર નથી આપતા ! એટલે કે ભક્તો દેવીને ખુશ કરવા માટે તો પ્રયત્ન કરે જ છે. પરંતુ, એ બાબતો પ્રત્યે બેધ્યાન બની જાય છે કે જેનાથી દેવી લક્ષ્મી નારાજ પણ થઈ શકે છે ! જી હાં, આપણાં ઘરની સાથે જ જોડાયેલી કેટલીક નાની-નાની બાબતો દેવી લક્ષ્મીને નારાજ પણ કરી શકે છે !

આ એ બાબતો છે કે જેનાથી ક્રોધિત થઈ દેવી લક્ષ્મી ઘરમાંથી જતા રહે છે ! અને જે-તે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે. જેટલું મહત્વ લક્ષ્મીકૃપા અર્થે તેમના પૂજનનું છે, તેટલું જ મહત્વ એ વાતને ધ્યાનમાં રાખવાનું પણ છે, કે ક્યાંક આપણાથી થતું કોઈ કાર્ય દેવી લક્ષ્મીને નારાજ તો નથી કરી રહ્યું ને ! આવો, તે જ સંદર્ભે વિગતે જાણીએ. એવી કઈ કઈ બાબતો છે જે લક્ષ્મીજીને નારાજ કરી શકે છે તે વિશે માહિતી મેળવીએ. જેથી આપણે તે ભૂલ ન કરીએ.

શું ભૂલથી પણ ન કરવું ? 1. લૌકિક માન્યતા એવી છે કે જે ઘરમાં સતત ગંદકી રહેતી હોય ત્યાંથી નીકળી જવાનું દેવી નક્કી કરી લે છે. અને પછી ભક્તની ગમે તેટલી પ્રાર્થના છતાં દેવી નથી રોકાતા ! એટલે ઘરમાં નિત્ય જ સાફ-સફાઈ કરવી જોઈએ. અને તેને એકદમ જ સ્વચ્છ રાખવું જોઈએ.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

2. ઘરમાં ભંગારની વસ્તુઓ પણ ક્યારેય ન રાખવી જોઈએ ! એમાં પણ ઘરની ઉત્તર દિશામાં ક્યારેય કોઈ નકામી વસ્તુ ન પડી રહે તેનું ધ્યાન રાખવું. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તર દિશામાં કુબેર અને દેવી લક્ષ્મીનો વાસ મનાય છે. અને જો એ સ્થાન પર કોઈ ભંગાર કે ગંદકી રહે તો લક્ષ્મી-કુબેર એ ઘરનો ત્યાગ કરી દે છે.

3. આજની વ્યસ્તતા ભરેલી જિંદગીમાં દરેક કામ સમયસર પાર પાડવા મુશ્કેલ બની ગયા છે. આ સંજોગોમાં કેટલાંક ઘરોમાં સવારના એંઠા વાસણ રાત્રે સાફ થતાં હોય છે ! તો ઘણીવાર રાત્રિના એંઠા વાસણ બીજે દિવસે સવારે સાફ થતાં હોય છે. પણ, કહે છે કે રાત્રિના સમયે તો ભૂલથી પણ એંઠા વાસણો ન જ રાખવા જોઈએ. રાત્રે વાસણો સાફ કરીને જ સૂવું જોઈએ. નહીંતર દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે !

4. દેવી લક્ષ્મી એ મૂળે તો અષ્ટલક્ષ્મી સ્વરૂપા છે. અને તે જ ધાન્યલક્ષ્મી તરીકે પૂજાય છે. ધાન્યલક્ષ્મી આપના ઘર પર સદૈવ પ્રસન્ન રહે તે માટે જરૂરી છે કે ઘરનું રસોડું હમેશા જ સ્વચ્છ રહે. રોજ રાત્રે રસોડું ચોખ્ખું કરીને જ સૂવું જોઈએ. તેમજ ચૂલા અથવા તો બર્નર પર ક્યારે ખાલી વાસણ ન રાખવું જોઈએ. પુરાણાનુસાર જોઈએ તો ચૂલા પર ખાલી વાસણ મૂકવાથી ઘરમાં દરિદ્રતા આવે છે !

5. હિંદુ સંસ્કૃતિ અનુસાર ધનમાં દેવી લક્ષ્મીનો વાસ છે. એટલે ક્યારેય ગંદા હાથે રૂપિયાને સ્પર્શ ન કરવો જોઈએ. તો ઘણાંને નોટ ગણતી વખતે તેના પર થૂંક લગાવવાની આદત હોય છે. પરંતુ, આવું ક્યારેય ન કરવું જોઈએ. કહે છે કે ગંદા હાથે ધનને સ્પર્શ કરવાથી લક્ષ્મીજી ઘર છોડીને જતા રહે છે. અને પરિવાર પર મુસીબત ઉતરી પડે છે !

6. એક માન્યતા અનુસાર ઝાડૂ એટલે કે સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ રહેલો છે. જેથી સાવરણીને ક્યારેય પગથી ઠોકર ન મારવી જોઈએ. ઘરમાં સાવરણી એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તે દેખાય નહીં. એટલું જ નહીં સાવરણી ઊભી તો બિલ્કુલ જ ન રાખવી.

7. શુક્રવાર એ દેવી લક્ષ્મીનો વાર મનાય છે. કહે છે કે શુક્રવારની રાત્રે ચોખા અને દહીં ન આરોગવા જોઈએ. તે લક્ષ્મીકૃપા પ્રાપ્ત કરવામાં અવરોધક બની શકે છે !

8. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ભોજન સમયે અન્નનો બગાડ તો બિલ્કુલ જ ન કરવો જોઈએ. કારણ કે અન્નનો અનાદર એ લક્ષ્મીના અનાદર સમાન જ મનાય છે !

9. દેવી લક્ષ્મીને ચંદન ખૂબ જ પ્રિય છે. પણ, કહે છે કે ક્યારેય એક હાથેથી ચંદન ન ઘસવું જોઈએ. બે હાથેથી ચંદન લસોટીને તેને એક વાટકીમાં કાઢી લેવું જોઈએ. અને ત્યારબાદ વાટકીમાંથી ચંદન લઈને જ દેવીને તિલક કરવું જોઈએ.

10. ઉલ્લેખનીય છે કે શ્રીવિષ્ણુની પૂજા વિના દેવી લક્ષ્મીની પૂજા અપૂર્ણ મનાય છે. એક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી પોતાના પૂજનથી તો પ્રસન્ન થાય જ છે. પણ તેમના પતિ નારાયણની આરાધનાથી તે વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. એટલે સૌથી મહત્વનું એ છે કે દેવી લક્ષ્મીની પૂજા હંમેશા નારાયણની સાથે જ કરવી જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !

આ પણ વાંચોઃ શિક્ષણ આડેના અવરોધોને દૂર કરશે સૂર્યદેવ ! જાણો કયા મંત્ર દ્વારા કારકિર્દીને મળશે વેગ ?

g clip-path="url(#clip0_868_265)">