AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી માટે AI થી ઘર કેવી રીતે સજાવવું ? શાનદાર દિવાળી ડેકોરેશન લુક મેળવવા માટે જાણો પ્રોમ્પ્ટ વાળી પદ્ધતિ

શું તમારા ઘરનો મુખ્ય દરવાજો કે લિવિંગ રૂમ સજાવવા માટે હવે કોઈ ઈન્ટીરિયર ડિઝાઈનરની જરૂર નહીં પડે? માત્ર એક ક્લિકમાં તમારા ઘરના ફોટાને અદભુત દિવાળી લુકમાં કેવી રીતે બદલી શકાય છે અને તેના માટે કયા જાદુઈ AI પ્રોમ્પ્ટ્સ વાપરવા જોઈએ?

દિવાળી માટે AI થી ઘર કેવી રીતે સજાવવું ? શાનદાર દિવાળી ડેકોરેશન લુક મેળવવા માટે જાણો પ્રોમ્પ્ટ વાળી પદ્ધતિ
| Updated on: Nov 02, 2026 | 9:13 PM
Share

આ દિવાળી પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી ઘર અને મુખ્ય પ્રવેશદ્વારને સજાવવું ખૂબ જ સરળ બની ગયું છે. જેમિની કે ચેટજીપીટી જેવા AI ટૂલ્સ પર તમારા મુખ્ય દરવાજા કે લિવિંગ રૂમનો ફોટો અપલોડ કરીને અને યોગ્ય પ્રોમ્પ્ટ આપીને તમે તમારી પસંદગી અનુસાર શ્રેષ્ઠ ડેકોરેશન પ્લાન અગાઉથી જોઈ શકો છો.

તહેવારોના અવસર પર દરેક વ્યક્તિ પોતાના ઘરને સૌથી ખાસ અને આકર્ષક બનાવવા માંગે છે. જ્યારે વાત દિવાળીની હોય ત્યારે દરેક ઘરમાં રોશની અને સજાવટની તૈયારીઓ પૂરજોશમાં ચાલતી હોય છે. જોકે, ઘણી વખત એ નક્કી કરવું મુશ્કેલ બને છે કે મુખ્ય દ્વાર કે લિવિંગ રૂમમાં કયા પ્રકારનું ડેકોરેશન સૌથી વધુ શોભશે. હવે આ મૂંઝવણનો ઉકેલ AI એ અત્યંત સરળ બનાવી દીધો છે. તમારે માત્ર તમારા ઘરના મુખ્ય દરવાજા કે લિવિંગ રૂમનો એક ફોટો પાડીને AI ટૂલ પર અપલોડ કરવાનો છે અને યોગ્ય સૂચના (પ્રોમ્પ્ટ) આપીને સજાવટના આઈડિયા મેળવવાના છે.

તાજા ગલગોટાના ફૂલો હોય, વૉર્મ ફેરી લાઈટ્સ, પરંપરાગત દીવાઓ કે પછી સુંદર રંગોળી—તમે અલગ-અલગ થીમ આધારિત AI પાસે તમારા ઘરનું પ્રિવ્યૂ જોઈ શકો છો અને તેના આધારે ઘરની સજાવટ આસાનીથી કરી શકો છો. જો તમે પણ આ દિવાળીમાં તમારા ઘરને અનોખો લુક આપવા માંગતા હોવ, તો નીચે આપેલા અંગ્રેજી પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરી શકો છો:

મોર્ડન અને મિનિમલ દિવાળી લુક માટે:

  • Give this entrance an aesthetic modern Diwali look. Keep the door and furniture as they are, but enhance the area with neat string lighting, minimalist lotus-shaped diya holders on the floor, a modern geometric rangoli, and elegant floral garlands framing the entrance.

એલિગન્ટ અને વૉર્મ લાઈટ્સ વાળા ડેકોરેશન માટે:

  • Transform this space into a cozy Diwali-decorated entrance. Maintain the original structure and add delicate warm fairy lights draped around the doorway, subtle marigold accents, a sleek circular rangoli with lit diyas, and warm spotlighting on the potted plants.

પરંપરાગત ફૂલો અને દીવાઓની સજાવટ માટે:

  • Redesign this entrance photo with a grand traditional Diwali theme. Keep the door and wall structure identical, but decorate with thick marigold and mango leaf garlands around the door frame, traditional brass diyas on the floor, an ornate multi-colored floral rangoli at the center, and warm glowing hanging lanterns (kandil).

ડિસ્ક્લેમર:

આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

Clove Side Effects: રોજેરોજ 10 થી 12 લવિંગનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે ખતરનાક ? જાણો નિષ્ણાતો પાસેથી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">