દિવાળી 2023: ધનતેરસ પર કરો આ મંત્રોનો પ્રયોગ, મહાલક્ષ્મી થશે મહેરબાન

ધનતેરસ પૂજા અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે મહાલક્ષ્મીની પૂજા ઉપાસના કે સાધના માટે ધનતેરસને સહસ્ત્ર ઘણું ફળ આપતો દિવસ કહ્યો છે સાથે શુક્રવાર અને ધનતેરસ તે પણ ઘણું ઉતમ ફળ આપે છે.

દિવાળી 2023: ધનતેરસ પર કરો આ મંત્રોનો પ્રયોગ, મહાલક્ષ્મી થશે મહેરબાન
dhanteras 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 6:19 PM

ધનતેરસ પૂજા અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પ્રાચીન ગ્રંથોમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે ધનતેરસએ કરાતા કેટલાક અનુભવ સિદ્ધ લક્ષ્મી મંત્રો જણાવેલ છે તે ધન સંબંધી અનેક મનોકામનાઓ પૂરી કરી શકે છે. કહેવાય છે કે ભાગ્ય વિઘાતા લખે છે તેને મનુષ્ય બદલી શકતો નથી. પરંતુ એક જ તત્ત્વ ભાગ્ય બદલાવી શકે છે. અશુભ ભાગ્યને શુભતામાં ફેરવી શકે છે. તે તત્ત્વ છે ઈશ્વરીય સાધના કે પૂજા. કારણ ઈશ્વરીય શક્તિ અસંભવને પણ સંભવ બનાવી શકે છે.

મહાલક્ષ્મી પૂજા ઉપયોગી પૂજા સામગ્રી

1. કમળ કાકડી કે સ્પટીક માળા

2. કમળ કે ગુલાબના પૂષ્પ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

3. અબીલ ગુલાલ કુમકુમ ચંદન ગુલાબનું અત્તર

4. સફેદ કે પીળું આસન ઉન કે રેશમનું

5. પંચામૃત તથા ગંગાજળ

6. પ્રસાદ દૂધ ની મીઠાઈ

અનુભવ સિદ્ધ લક્ષ્મી મંત્ર પ્રયોગો

(1) બીજ મંત્ર પ્રયોગ : ૐ હ્રીં (રીમ) ૐ શ્રી ધનતેરસને દિવસે શુભ મુર્હુતમાં સ્નાનઆદિ કાર્યથી શુધ્ધ થઇ દરેકે પોતાના ઘરની પ્રણાલીકા અનુસાર મહાલક્ષ્મીપૂજન કરવું. જેમાં માતાજીને પ્રિય એવા કમળ ચઢાવવા. તેમજ ઘરમાં આસોપાલવ કે સેવનના તોરણ બંધાવવા. પ્રસાદ તેમજ ધુપ દિપ કરવા પોતાના ભાવ વડે માતાજીને યાચના પૂજા કરવી. ત્યારબાદ આ મહાલક્ષ્મીને અતિ પ્રિય બીજમંત્રો પૈકિના મંત્રની 3,6 કે 9 માળા કરવી. માળા કમળ કાકડીની ઉત્તમ. આમ કરવાથી વર્ષ પર્યન્ત મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

(2) લક્ષ્મીકમલા મંત્ર પ્રયોગ : ૐ શ્રીં હીં શ્રીં કમલે કમલાયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યે નમઃ

(કમળ કાકડીની માળા મંત્ર જાપમાં શ્રેષ્ઠ લાભદાયી) આમ લક્ષ્મીજીનો પ્રિય અને શ્રેષ્ઠ મંત્ર છે આ મંત્ર સાધનાથી આર્થિક લાભની સાથે વ્યાપારમાં કે નોકરીમાં ઉન્નતિ થાય છે. સ્ત્રી પુરુષ કોઇપણ આ મંત્ર સાધના કરી શકે છે.

આ સાધના માટે ધનતેરસે સ્નાન આદિ કાર્યથી શુધ્ધ થઇ પવિત્ર મ ગણપતિ સ્મરણ કરી ધૂમધામથી મહાલક્ષ્મીને ધૂપ દીપ નૈવેધ કરી મહાલક્ષ્મી સામે આસન પર બેસી ઉત્તર દિશામાં મુખરાખી માતાજીને પ્રાર્થના કરી આ કમા મંત્રની ૩, ૯ કે ઓછામાં ઓછી એક માળા કરવામાં આવે તો મહાલક્ષ્મી કૃપા અચુક પ્રાપ્ત થાય છે. વ્યાપાર ધંધા નોકરીમાં ઉન્નતિ મળે છે અને આર્થિક સધ્ધરતા પ્રાન થાય છે.

(3) દેવા કરજ મુક્તિ મંત્ર પ્રયોગ

લક્ષ્મીદશાક્ષર મંત્રઃ ૐ નમઃ કમલ વાન્સિન્યે સ્વાહા

આ મંત્ર પણ મહાલક્ષ્મીને અતિ પ્રિય છે. આ મંત્ર સાધના જો ઘરમાં દરિદ્રતા છવાઇ ગઇ હોય કાયમી ધનની ખોટ હોય કે દેવુ કરજ થઇ ગયુ હોય તે માટે ખૂબ ઉપયોગથી આ મંત્ર સાધના છે. શારદા તિલક ગ્રંથમાં આ મહાન મંત્રનો મહીમા ખૂબ જણાવ્યો છે.

આ મંત્ર પૂજા, સાધના ધનતેરશની સાંજે કે રાત્રે મહાલક્ષ્મી સમક્ષ ધૂપદીપ પ્રગટાવી પૂજા પ્રાર્થના કે પ્રસાદ કરી ઉત્તર દિશામાં મુખરાખી આસન પર શ્વેત વસ્ત્ર ધારણ કરી હાથમાં જળ લઇ ગણપતિ સ્મરણ કરી આ મંત્ર જપ કરવાનો હેતુ માતાજી સમક્ષ બોલી સંકલ્પ કરવો. ત્યારબાદ પવિત્ર મને પ્રાર્થના પૂર્વક શુધ્ધ ઉચ્ચારે કમળકાકડી ની માળા થી આ મહાન મંત્રની ૩,૬, કે ૯ માળા કરવી. ત્યારબાદ મહાલક્ષ્મીને નમન કરી પૂજા પૂરી કરવી અને ત્યારબાદ ૪૦ દિવસ સુધી રોજ એક માળા કરવી આમ કરવાથી ખૂબ ધન મળે છે અચાનક મોટા ધન લાભ થાય છે આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે વર્ષ દરમિયાન ન ધારેલાં લાભ થાય છે તેમાં કોઇ સંસય નથી

(4) સિધ્ધ લક્ષ્મીમંગ પ્રયોગ સાધના :

મંત્ર : ૐ શ્રીં હ્રીં કલીં શ્રીં સિધ્ધ લક્ષ્મયે નમઃ

શાસ્ત્રો અનુસાર આ મંત્ર સાધના પ્રયોગ ઇન્દ્ર દેવે કરેલ છે, આ મંત્ર સાધના દિવસે કે રાત્રે કરી શકાય છે. આ મંત્ર જાપ પ્રયોગમાં સ્ફટીકમાળા ઉત્તમ લાભદાયી રહે છે

આ પ્રયોગ ધનતેરસ શુભ મુર્હુતમાં શરૂ કરી ૩૬ દિવસ સુધી કરવાનો હોય છે. ધનતેરશે શુભ મુર્હુતમાં આ સાધના શરૂ કરવા સ્નાન આદિ કાર્યથી શુધ્ધ થઇ નિર્મળ મને મહાલક્ષ્મી પૂજા ધુપ દીપ પ્રગટાવી પ્રસાદ ધરવી ગણેશજીને પ્રાર્થના કરી દરેક કાર્યોની સિધ્ધિ માટે પ્રાર્થના કરવી ત્યારબાદ આ મહાન મંત્રની અગીયાર માળા કરવી. ત્યારબાદ માતાજીને પ્રાર્થના કરી નમન કરી આ દિવસની પૂજા પૂરી કરવી પછી નિયમિત ૩૬ દિવસ મહાલક્ષ્મી સમક્ષ ઘીનો દિવો કરી ધૂપ કે અગરબત્તી કરી રોજ એક માળા કરવી. આ પ્રયોગ પૂર્ણ થવાથી મહાલક્ષ્મી કૃપાથી દરેક કાર્યોમાં સિધ્ધિ મળે છે. અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય છે.

(5) ચતુર લક્ષ્મી બીજ મંત્ર પ્રયોગ

ઐ શ્રીં હ્રીં કલીં નમઃ

આ મંત્ર જાપ સાધના પ્રયોગ ધનતેરસથી શરૂ કરી ૨૭ દિવસનો છે. દિવસે અને રાત્રે ક્યારે પણ કરી શકાય પરંતુ આ મંત્ર જાપનો સમય ૨૭ દિવસ સુધી નિયમિત એક રહે તે જરૂરી છે. આ મંત્ર જાપમાં માળા સ્ફટીક કે કમળકાકડીની હોવી જોઇએ. આ મંત્ર પ્રયોગ થી ચારે દિશા ઓ થી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘર અને વ્યાપાર ધંધામાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને આર્થિક સમસ્યા કાયમી હલ થઇ જાય છે

ધનતેરસે શુભ મુહૂતમાં સ્નાન આદિ કાર્યથી શુધ્ધ થઇ ગણપતિ સ્મરણ કરી મહાલક્ષ્મી સમક્ષ આસન પર બેસો ધુપ ધી નો દીપક પ્રગટાવી પ્રસાદ કરી. પૂજા પ્રાર્થના કરી સંકલ્પ પૂર્વક આ મંત્રની 9 માળા કરવી ત્યારબાદ પ્રાર્થના કરી પૂજા પૂર્ણ કરી રોજ નિયમિત 27 દિવસ રોજ એકજ સમયે 3 માળા કરવી. આમ આ પ્રયોગ પૂર્ણ થવાથી વર્ષ દરમ્યાન સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, તેવુ જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું છે.

(નોંધ: અહીં આપવામાં આવેલા ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ આર્ટિકલમાં જ્યોતિષી ચેતન પટેલે પોતાનો વિચારો રજૂ કર્યા છે, ટીવી9 આ વિચારો સાથે સમંત છે તેમ માનવું નહીં)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">