Bhakti: ક્યાંક તમે તો નથી કરીને આ ભૂલ? પૂજા સ્થાન સંબંધી આ ભૂલ આપને નુક્શાન કરી શકે છે

|

Jun 21, 2021 | 4:22 PM

શું તમારા ઘરનું મંદિર રસોડામાં કે ઘરની સીડી નીચે તો નથી ને ? તમારા મંદિર પર હંમેશા સૂર્યપ્રકાશ તો આવે છે ને ? આવી ભૂલ આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારી શકે છે.

Bhakti: ક્યાંક તમે તો નથી કરીને આ ભૂલ? પૂજા સ્થાન સંબંધી આ ભૂલ આપને નુક્શાન કરી શકે છે
ઘરમાં મંદિરનું સ્થાપન તો વિશિષ્ટ રીતે જ થવું જોઈએ.

Follow us on

Bhakti: અત્યંત વ્યસ્તતા ભરેલી આ જિંદગીમાં નિત્ય મંદિરમાં (MANDIR) દર્શનાર્થે જવું મુશ્કેલ બન્યું છે. એમાં પણ આ મહામારી કે જેમાં ભક્તો માટે પ્રભુનાં મંદિર(Temple)માં દ્વાર મહિનાઓ સુધી બંધ રહ્યા. પણ આપણે ક્યારેય આપણાં આરાધ્યથી-આપણાં ઈષ્ટદેવથી દુર રહ્યા હોય એવી અનુભૂતિ આપણને ક્યારેય નથી થતી કારણકે આપણે ઘરમાં જ નાનકડાં મંદિરનું નિર્માણ કરી તેમાં આપણાં આરાધ્યને બિરાજમાન કરીએ છીએ.

મંદિરમાં બિરાજમાન દેવી દેવતાનાની પૂજા અર્ચના કરીએ છીએ અને આપણી સઘળી ચિંતાઓને ભૂલી જઈએ છીએ. તમારી તમામ કામનાઓની પૂર્તિ પણ તમારા ઘરનું મંદિર જ કરી શકે છે. અલબત, તેના માટે જરુરી એ છે કે તમારા મંદિરનું સ્થાપન યોગ્ય રીતે થયેલું હોય.

શું તમને ખબર છે કે જો આ સ્થાપન વિધિ શાસ્ત્રોક્ત રીતે અને કેટલાંક ખાસ નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ? કારણકે કેટલીક સામાન્ય ભૂલ તમારાં આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક વિકાસને અવરોધી શકે છે. ઘરમાં મંદિરનું સ્થાપન કોઈ ખાસ અને યોગ્ય જગ્યાએ હોવું જોઈએ. કારણકે તે આપના ઘરમાં રહેલું પૂજાસ્થાન જ છે કે જે આપના ઘરમાં સકારાત્મક ઉર્જાને બનાવી રાખે છે. એટલે કે જે સ્થાન પર આપના આખાંય ઘરની ઉર્જા નિર્ભર કરતી હોય તે સ્થાન પર મંદિરનું સ્થાપન પણ તો વિશિષ્ટ રીતે જ થવું જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કઈ રીતે કરવું સ્થાપન

⦁ કેટલાક લોકો મંદિરની દિશાને ખાસ મહત્વ નથી આપતાં પરંતુ તે તમારા મંદિરની દિશા ઉત્તર-પૂર્વ જ હોવી જોઈએ.
⦁ શું તમારા ઘરનું મંદિર રસોડામાં તો નથી ને ? ઘરનું પૂજા સ્થાન ક્યારેય રસોડામાં, સ્ટોર રૂમમાં કે સીડીની નીચે ન હોવું જોઈએ અને  શૌચાલયની નજીક પણ મંદિરનું સ્થાપન ક્યારેય ન કરવું, વાસ્તુશાસ્ત્ર મુજબ તે બિલકુલ યોગ્ય નથી. આવી ભૂલ આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારી શકે છે.
⦁ ઘરનું મંદિર ક્યારેય ભોંયરામાં પણ ન હોવું જોઈએ. મંદિર હંમેશા સૂર્યપ્રકાશ આવે તે જ રીતે સ્થાપિત કરવું જોઈએ.
⦁ ઘરના શયન ખંડમાં પણ ક્યારેય પૂજા સ્થાન ન બનાવવું. અને એટલું જ નહીં, ઘરના મંદિર તરફ પગ રાખીને બિલકુલ ન સુવુ જોઈએ.
⦁ તો પૂજા સ્થાનની દિવાલ પર ક્યારેય ઘાટા રંગનો ઉપયોગ ન કરવો. મંદિરનો રંગ પીળો અથવા કેસરી રંગ હોય તો તે ઉત્તમ કહેવાય છે.
જો આપ પણ આવી ભૂલ કરતાં હોવ તો ચેતી જજો. કારણકે મંદિરના સ્થાપન સમયે થયેલી ભૂલ આપને ભારે પડી શકે છે.

આ પણ વાંચો : કયા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા બનશે વિશેષ ફળદાયી ?

bhakવપોકૂગ

Published On - 4:21 pm, Mon, 21 June 21

Next Article