Dhanteras 2021: ધનતેરસ પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ, જાણો આ દિવસે શું ખરીદવું શું નહીં

|

Nov 02, 2021 | 6:15 AM

જ્યોતિષી ડૉ.અરવિંદ મિશ્રાના જણાવ્યા અનુસાર આ વખતે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આ સમય દરમિયાન કોઈપણ કાર્ય કરવાથી ત્રણ ગણું ફળ મળે છે.

Dhanteras 2021: ધનતેરસ પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ, જાણો આ દિવસે શું ખરીદવું શું નહીં

Follow us on

Dhanteras 2021: 2 નવેમ્બરથી પાંચ દિવસીય દીપકોનો ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. 2 નવેમ્બર, મંગળવારે ધનતેરસ છે. મોટાભાગના લોકો આ દિવસે ખરીદી કરે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે મોટાભાગના લોકો સોનું, ચાંદી, વાસણો વગેરે ખરીદે છે. રોકાણની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી ઘણા લોકો આ દિવસે જમીન, મકાન વગેરેની ખરીદી પણ કરે છે.

 

જ્યોતિષી ડૉ.અરવિંદ મિશ્રાના જણાવ્યા અનુસાર આ વખતે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આ સમય દરમિયાન કોઈપણ કાર્ય કરવાથી ત્રણ ગણું ફળ મળે છે. તેથી, આવી સ્થિતિમાં ફક્ત તે જ કાર્ય કરવું જોઈએ જે તમારા માટે શુભ હોય. ધનતેરસ ખરીદીનો દિવસ હોવાથી તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ દિવસે શું ખરીદવું શુભ માનવામાં આવે છે અને શું ખરીદવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો તેના વિશે અહીં જાણીએ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

ધનતેરસની તારીખ અને શુભ મુહૂર્ત


ધનતેરસની તારીખ – 2 નવેમ્બર 2021, મંગળવાર
પ્રદોષ કાલ- સાંજે 05:35 થી રાત્રે 08:11.
વૃષભ કાલ- સાંજે 06.18 થી સાંજે 08.14.
ધનતેરસ પૂજન મુહૂર્ત – સાંજે 06.18 થી 08.11 વાગ્યા સુધી.

 

આ 4 વસ્તુઓ ખરીદવાનું ટાળો


1. ધનતેરસના દિવસે કાચ, એલ્યુમિનિયમ અને લોખંડની કોઈ પણ વસ્તુ ન ખરીદવી. કેટલાક લોકો સ્ટીલના વાસણો ખરીદે છે, તે પણ ન ખરીદવા જોઈએ. સ્ટીલમાં પણ લોખંડનો ભાગ છે અને લોખંડનો સંબંધ શનિ સાથે છે. તેમને ખરીદવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

 

2. તેલ, ઘી અને રિફાઈન્ડ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ છે, પરંતુ ધનતેરસ પહેલા કે પછી તેને ખરીદો. ધનતેરસના દિવસે ખરીદી ન કરવી.

 

3. ધનતેરસ માટે ક્યારેય છરી, કાતર, ખીલી કે અન્ય કોઈ તીક્ષ્ણ વસ્તુ ન ખરીદો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ તમારા પરિવારમાં મુશ્કેલીમાં વધારો કરે છે. આ તમારા ઘરની શાંતિને ખલેલ પહોંચાડે છે.

 

4. જો તમે કપડા વગેરે ખરીદતા હોવ તો બ્લેક કલર અને ડાર્ક બ્લુ કલરના કપડા ખરીદવાનું ટાળો. તેમજ આ સમયગાળા દરમિયાન સફેદ રંગના કપડા ન લેવા. લાલ, પીળો, લીલો, ગુલાબી વગેરે જેવા તેજસ્વી રંગો ખરીદો.

 

આટલી વસ્તુઓ ખરીદવી ગણાશે શુભ


1. ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદો. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરીનો જન્મ હાથમાં પિત્તળનો કળશ લઈને થયો હતો. આ વાસણ ભગવાન ધન્વંતરીને ખૂબ પ્રિય છે. તે સમૃદ્ધિ લાવે તેવું માનવામાં આવે છે.

 

2. આ દિવસે સાવરણી ખરીદવી જોઈએ કારણ કે સાવરણી ઘરની ગંદકી દૂર કરે છે. ગંદકી દૂર કરવાથી ઘરની ગરીબી દૂર થાય છે. તેથી ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. તેથી દિવાળીના દિવસે ઘરમાં આ સાવરણીનો ઉપયોગ અવશ્ય કરવો.

 

3. માતા લક્ષ્મીને શ્રી યંત્ર ખૂબ જ પ્રિય છે, તેથી તેને ધનતેરસના દિવસે અવશ્ય ખરીદવું જોઈએ. દિવાળીના દિવસે આ યંત્રની પૂજા કરો. જો ધનની લક્ષ્મી પ્રસન્ન થશે તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ બંનેનો વાસ થશે.

 

4. ધનતેરસના દિવસે સૂકા ધાણા લાવો અને દીપાવલીના દિવસે પૂજા સમયે દેવી લક્ષ્મીને અર્પણ કરો. આ બીજ માતાને ખૂબ જ પ્રિય છે.

 

5. જો તમે બિઝનેસમેન છો તો તમારે ધનતેરસના દિવસે નોટબુક ખરીદવી અથવા નોંધણી કરાવવી જ જોઈએ. આને શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે દુકાનની તિજોરીની અવશ્ય પૂજા કરો.

 

6. સોના કે ચાંદીના સિક્કા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો તમે કોઈપણ જ્વેલરી પણ ખરીદી શકો છો. તેને સમૃદ્ધિનું કારક પણ માનવામાં આવે છે.

 

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. 

 

આ પણ વાંચો: Dhanteras 2021: ધનતેરસના દિવસે જો ભૂલથી પણ થઈ આ બે ભૂલ, તો ભોગવવી પડશે મોટી નુકસાની !

 

આ પણ વાંચો: Dhanteras 2021: ધનતેરસના દિવસે રાશિ અનુસાર કરો ખરીદી, જાણો આપના માટે શું ખરીદવું રહેશે લાભકારી

Next Article