Puja Rituals : પૂજા શરૂ થતાં જ પૂજારી યજમાન પર પાણી કેમ છાંટી દે છે, પરંપરા વિશે જાણો
હિન્દુ ધર્મમાં, દરેક ધાર્મિક વિધિ, પૂજા અને શુભ પ્રસંગનું ધાર્મિક મહત્વ છે. ચાલો જાણીએ કે ,પૂજા માટે બેસતા પહેલા પુજારી યજમાન અને પૂજા સામગ્રી પર પાણી કેમ છાંટતા હોય છે.

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ માત્ર દેવી -દેવતાઓની આરધના સુધી સીમિત નથી. પરંતુ તેની સાથે અનેક પરંપરાઓ પણ જોડાયેલી છે. જેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ જણાવવામાં આવી રહ્યું છે. તેમાંથી એક પુજા શરુ કરતા પહેલા યજમાન અને પુજા સામગ્રી તેમજ પુજા સ્થળ પર પાણી છાંટવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે યજમાન પુજા માટે બેસે છે. તો પંડિત જી મંત્રોચ્ચાર કરી પાણી છાંટે છે. આ દરમિયાન ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा, यः स्मरेत् पुण्डरीकाक्षं सः बाह्याभ्यन्तरः शुचिः મંત્રનો જાપ કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર આ મંત્ર ભગવાન વિષ્ણુની મહિમા બતાવવામાં આવી છે. તેનો ભાવ છે કે, વ્યક્તિ કોઈ પણ અવસ્થામાં હોય. જો પુજા -પાઠમાં ભગવાન વિષ્ણુનું નામ જાપ કરે છે. તો બહાર અને અંદરથી શુદ્ધ થઈ જાય છે.
પૂજા કરતા પહેલા પાણી છાંટવાનો મતલબ?
પૂજા કરતા પહેલા પાણી છાંટવાને શુદ્ધિકરણની પ્રકિયા સાથે જોડવામાં આવે છે. માન્યતા છે કે, પુજા માટે બેસતા પહેલા માત્ર શરીરની સફાઈ જરુરી હોતી નથી. પરંતુ મનને પણ શાંત અને પુજા માટે તૈયાર કરવી જરુરી છે. આ કારણથી મંત્રોચ્ચારની સાથે પાણી છાંટવામાં આવે છે.
ઓમ અપવિત્ર પવિત્રો મંત્ર કેમ બોલવામાં આવે ?
પૂજા દરમિયાન બોલવામાં આવતા આ મંત્રમાં ભગવાન વિષ્ણુને પુડરીકાક્ષ એટલે કે, સમાન સુંદર નેત્રો વાળા ભગવાનના રુપમાં યાદ કરવામાં આવે છે. મંત્રનો મૂળ ભાવ એ છે કે, મનુષ્ય કોઈ પણ સ્થિતિમાં હોય. ભગવાનનું સ્મરણ તેની અંદર શુદ્ધતા અને પવિત્રતાને ભાવ જગાવી શકે છે. આ માટે પંડિત જી યજમાન પર પાણી છાંટતી વખતે આ મંત્રનો જાપ કરે છે.
પાણી અને ભગવાન વિષ્ણુનો શું સંબંધ છે?
હિન્દુ ધાર્મિક માન્યતાઓમાં પાણીને જીવનનો આધાર અને પવિત્રતા સાથો જોડાયેલું તત્વ માનવામાં આવ્યું છે.ભગવાન વિષ્ણુના ક્ષીરસાગરમાં શયન કરવા અને તેની નાભિમાંથી કમળ પ્રગટ થવાની પૌરાણિક કથા પણ પાણી અને સૃષ્ટિનો સંબંધ દર્શાવે છે. આ કમલથી બ્રહ્માજીના પ્રગટ થવા અને તેના દ્વારા સૃષ્ટિની રચના કરવાની માન્યતા છે. આ કારણ થી પૂજામાં પાણીનું વિશેષ સ્થાન માનવામાં આવ્યું છે.
કમળ સાથે કેમ જોડાયેલી છે આ પરંપરા?
કમળ હિન્દુ ધર્મમાં પવિત્રતા અને અનાસક્તિનું પ્રતિક માનવામાં આવે છે. કમળ પાણીમાં ખીલે છે પરંતુ તેના પાંદડા પર પાણી લાંબા સમય સુધી ટકતું નથી. આ ઉદાહરણ જીવનને એક મહત્વપૂર્ણ સંદેશ સાથે જોડવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વ્યક્તિને પણ સંસારમાં રહેતા પોતાના કર્તવ્યોને નિભાવવા જોઈએ. પરંતુ મોહ-માયામાં સંપૂર્ણ રીતે ડુબવું જોઈએ નહી.તેવી જ રીતે, પૂજા પહેલાં પાણી છાંટવું એ પણ મનને શુદ્ધ કરવાની અને તેને ભગવાન તરફ કેન્દ્રિત કરવાની ભાવના સાથે સંકળાયેલું છે.
પુજાની સામગ્રી પર કેમ પાણી છાંટવામાં આવે?
પુજામાં ઉપયોગ લેવામાં આવતી સામગ્રીને પણ પહેલા શુદ્ધ કરવાની પરંપરા છે. ફુલ ,અક્ષત,ફળ, દીવો , કળશ અને બીજી પુજા સામગ્રી પર પાણી છાંટવાથી તેને પુજા માટે તૈયાર કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ પ્રકિયાથી પુજન સામગ્રીને પવિત્ર ભાવની સાથે ભગવાનને અર્પિત કરવામાં આવે છે.
શંખના જળનું શું છે મહત્વ?
હિન્દુ ધર્મમાં શંખને ખુબ પવિત્ર માનવામાં આવ્યું છે. અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં શંખમાં પાણી ભરી તેને છાંટવામાં આવે છે. શંખથી પાણી છાંટવાથી પુજા સ્થળ અને વાતાવરણની શુદ્ધિ સાથે જોડવામાં આવે છે.
