AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papankusha Ekadashi 2026 : પાપાંકુશા એકાદશીનું વ્રત કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ કરવા જેટલો મળે છે લાભ

પાપાકુંશા એકાદશી (Papankusha Ekadashi)વ્રતને લઈ વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રત કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ પાપાકુંશા એકાદશીનું વ્રત ક્યારે છે.

Papankusha Ekadashi 2026 :  પાપાંકુશા એકાદશીનું વ્રત કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ કરવા જેટલો મળે છે લાભ
Image Credit source: canva
| Updated on: Oct 16, 2026 | 8:27 AM
Share

હિંદુ ધર્મમાં પાપાંકુશા એકાદશી (Papankusha Ekadashi)ને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત આસો માસના શુકલ પક્ષની એકાદશી તિથિ પર રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરુપની પુજા કરવાથી, વ્રત રાખવાથી અને દાન-પુણ્ય કરવાથી વ્યક્તિને પોતાના ખોટા કામોથી મુક્તિ મેળવવા અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રેરણા મળે છે. પાપાંકુશા શબ્દનો સંબંધ પાપો પર અંકુશ લગાવવાની ધારણા સાથે જોડવામાં આવે છે. આ કારણથી આ એકાદશીને પ્રાયશ્ચિત, ભક્તિ અને સદકર્મો તરફ આગળ વધવાનો અવસર મળે છે.

પાપાંકુશા એકાદશી ક્યારે છે?

પંચાગ અનુસાર વર્ષ 2026માં પાપાંકુશા એકાદશીનું વ્રત 22 ઓક્ટોમ્બર,ગુરુવારના રોજ છે. એકાદશીની તિથિ 21 ઓક્ટોમ્બરના બપોરે 2 : 11કલાકે શરુ થશે. તેમજ 22 ઓક્ટોમ્બર બપોરના 2 : 47 કલાકે પૂર્ણ થશે. ઉદયા તિથિના આધાર પર 22 ઓકટોમ્બરના રોજ વ્રત રાખવામાં આવશે.

પાપાંકુશા એકદશીની પૌરાણિક કથા શું છે?

પૌરાણિક માન્યતા અનુસાર પાપાંકુશા એકાદશીનું મહત્વ શ્રીકૃષ્ણ અને રાજા યુધિષ્ઠરમાં સંવાદમાં બતાવવામાં આવ્યો છે. પદ્મ પુરાણમાં વર્ણિત કથા અનુસાર, રાજા યુધિષ્ઠર ભગવાન શ્રીકૃષ્ણને આસો માસના શુકલ પક્ષની એકાદશી વિશે પુછે છે. તે જાણવા માંગે છે કે, આ એકાદશીનું શું મહત્વ છે. તેમજ આ વ્રત કરવાથી શું ફળ મળે છે. જેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ પાપાંકુશા એકાદશીનો મહિમા બતાવે છે તે કહે છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરુપોની શ્રદ્ધાપૂર્વક પુજા કરવી જોઈએ. માન્યતા છે કે, આ વ્રત કરવાથી ભગવાનનું નામ જપવાથી સારા કર્મ કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે.

પાપાકુંશા એકાદશીનું મહત્વ

પાપાંકુશા શબ્દો 2 શબ્દો જોડીને બનાવવામાં આવ્યો છે. પાપ અને અંકુશ આનો અર્થ છે નિયંત્રણ કરવાવાળું.આ વ્રતના પ્રભાવથી મનુષ્યના જીવનમાં જાણતા અજાણતા થયેલા તમામ પાપ નષ્ટ થઈ જાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી 100 અશ્વમેધ યજ્ઞ અને 100 સૂર્યયજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી પાપનો નાશ થાય છે. આ સાથે માતા પક્ષ, પિતૃ પક્ષની અનેક પેઢીઓનો ઉદ્ધાર થાય છે.

નવરાત્રી દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કે તેલનો? દીવો પ્રગટાવવાના નિયમો અને ફાયદા જાણો અહી ક્લિક કરો

Follow Us
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
g clip-path="url(#clip0_868_265)">