નવરાત્રી દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કે તેલનો? દીવો પ્રગટાવવાના નિયમો અને ફાયદા જાણો
Navratri 2026 : શારદીય નવરાત્રીનું પર્વ હિન્દુ ધર્મમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કે પછી તેલનો, ક્યો દીવો શુભ માનવામાં આવે છે. જાણો

11 ઓક્ટોમ્બર 2026 રવિવારથી નવરાત્રીની શરુઆત થઈ ચુકી છે. આ દિવસે માતા દુર્ગાના ભક્તો કલશની સ્થાપના કરવાની સાથે અખંડ દીવો પણ કરતા હોય છે. નવરાત્રીના 9 દિવસમાં માતા દુર્ગાના અલગ અલગ સ્વરુપોની વિધિવત પુજા કરવામાં આવે છે. કેટલાક ભક્તો માતા દુર્ગાની કૃપા મેળવવા માટે પહેલા અને નવરાત્રીના છેલ્લા દિવસે વ્રત રાખે છે. જ્યારે કેટલાક લોકો 9 દિવસ સુધી વ્રતના નિયમોનું પાલન કરે છે. માન્યતા છે કે, નવરાત્રીનું વ્રત રાખવા અને માતા દુર્ગાની વિધિવત પૂજા કરવાથી ફળની પ્રાપ્તી થાય છે.
માતા દુર્ગાના પૂજામાં દીવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. લોકોના મનમાં સવાલ રહે છે કે, નવરાત્રીમાં તેલનો દીવો કે ઘીનો દીવો ક્યો દીવો પ્રગટાવવો બેસ્ટ રહે છે. ચાલો જાણીએ.
માતા દુર્ગાની પૂજામાં ક્યો દીવો પ્રગટાવવો બેસ્ટ માનવામાં આવે?
નવરાત્રીમાં માતા દુર્ગાની પુજા માટે ગાયનું શુદ્ધ દેશી ઘીથી દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. દેશી ઘીને સાત્વિક, પવિત્ર અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે નવરાત્રીના 9 દિવસ અખંડ દીવો કરો છો. તો આ માટે દેશી ઘીનો ઉપયોગ કરવો બેસ્ટ રહે છે.
શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેટલીક પરિસ્થિતિઓમાં માતા દુર્ગાની કૃપા , સંકટોથી રક્ષા અને નકારાત્મકતાને દુર કરવા માટે તલના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. માતા દુર્ગાની પુજામાં સફેદ તલના તેલનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો મનોકામનાની પૂર્તિની સાધના માટે સરસોના તેલનો ઉપયોગ કરે છે.
નવરાત્રી દરમિયાન દીવો પ્રગટાવવાના ફાયદા શું છે?
નવરાત્રી દરમિયાન દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દેવી દુર્ગાના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શુભ પરિણામો મળે છે.
નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. અહી ક્લિક કરો
