Bhakti: શા માટે મહાદેવને ચડાવવામાં આવતું નથી કેતકીનું ફૂલ ? જાણો તેની દંતકથા વિશે

મહાદેવની પૂજામાં સફેદ ફૂલ ચઢાવવામાં આવે છે, પરંતુ કેતકીના ફૂલ ક્યારેય ન ચઢાવવા જોઈએ. તેનાથી મહાદેવ ગુસ્સે થઈ શકે છે. મહાદેવ ક્યારેય કેતકીનું ફૂલ સ્વીકારતા નથી. જાણો શું છે તેની પાછળનું કારણ.

Bhakti: શા માટે મહાદેવને ચડાવવામાં આવતું નથી કેતકીનું ફૂલ ? જાણો તેની દંતકથા વિશે
MAHADEV (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 5:16 PM

મહાદેવ (Mahadev) ને ભોલેનાથ (Bholenath) પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. જો તેમના ભક્ત તેમને દરરોજ આદરપૂર્વક જળ અર્પણ કરે તો તેઓ મહાદેવની અપાર કૃપાનું પાત્ર બની જાય છે. તેમની પૂજા દરમિયાન મહાદેવ ધતુરા, બીલીપત્ર વગેરેનો પણ પ્રેમથી સ્વીકાર કરે છે. પરંતુ જે રીતે અન્ય દેવી-દેવતાઓની પૂજા માટે કેટલાક નિયમો હોય છે, તેવી જ રીતે મહાદેવની પૂજા (Mahadev’s Puja) સાથે જોડાયેલી કેટલીક એવી બાબતો પણ છે, જેને દરેક ભક્તે ધ્યાનમાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સફેદ ફૂલ (White Flower) મહાદેવને ખૂબ જ પ્રિય છે, પરંતુ દરેક સફેદ ફૂલ મહાદેવને અર્પણ કરી શકાય નહીં. કેતકીનું ફૂલ સફેદ હોય છે, પરંતુ તે ક્યારેય મહાદેવને ન ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે મહાદેવે પોતે કેતકીના ફૂલનો ત્યાગ કર્યો હતો. આ દંતકથા વિશે અહીં જાણો.

આ છે દંતકથા

શિવપુરાણ અનુસાર, એકવાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે? મહાદેવે પોતે આ નક્કી કરવાનું હતું. ત્યારે ત્યાં એક વિશાળ જ્યોતિર્લિંગ પ્રગટ થયું. તેના પર શિવે કહ્યું કે બ્રહ્મા અને વિષ્ણુમાંથી જે કોઈ આ જ્યોતિર્લિંગની શરૂઆત કે અંત જણાવશે, તે શ્રેષ્ઠ કહેવાશે.

બ્રહ્માજીએ જ્યોતિર્લિંગની શરૂઆત શોધવા માટે નીચે જવાનું નક્કી કર્યું અને ભગવાન વિષ્ણુ જ્યોતિર્લિંગનો અંત શોધવા માટે ઉપરની બાજુ ગયા. નીચે જતા સમયે બ્રહ્માજીએ જોયું કે તેમની સાથે એક કેતકીનું ફૂલ પણ નીચે આવી રહ્યું હતું. બ્રહ્માએ કેતકી ફૂલને પોતાના પક્ષમાં ખોટું બોલવા સમજાવી લીધું કે બ્રહ્માજીને ખબર પડી ગઈ છે કે જ્યોતિર્લિંગની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે અને આ વાતની સાક્ષી તરીકે કેતકીના ફૂલને કહ્યું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

બીજી તરફ ભગવાન વિષ્ણુ પાછા ફર્યા અને મહાદેવને કહ્યું કે તેઓ આ શિવલિંગનો અંત શોધવામાં અસમર્થ છે. બ્રહ્માજીએ કેતકીના ફૂલથી પોતાના પક્ષમાં જૂઠું બોલ્યું. પરંતુ મહાદેવ તો અંતર્યામી છે અને તેઓ સત્ય જાણતા હતા. આથી તેને આ જૂઠાણા પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે બ્રહ્માજીનું એક માથું કાપી નાખ્યું અને કેતકીના ફૂલને જૂઠું બોલવાની સજા આપી અને કહ્યું કે આજ પછી આ ફૂલ ક્યારેય મારી પૂજામાં નહીં વાપરી શકાય. હું આ ફૂલ ક્યારેય સ્વીકારીશ નહીં.

આ પછી શિવે કહ્યું કે હું આદિ છું અને હું જ અંત છું. હું બ્રહ્માંડનો કારણ, ઉત્પત્તિકર્તા અને સ્વામી છું. તમે બંને મારામાંથી જ ઉત્પન્ન થયા છો. આ જ્યોતિર્લિંગ પણ મારું સ્વરૂપ છે. આ પછી બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ. આ પછી બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ મળીને જ્યોતિર્લિંગની પૂજા કરી. પરંતુ ત્યારથી મહાદેવની પૂજામાં કેતકી ફૂલ વર્જિત થઈ ગયું છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં નડિયાદના સંતરામ મંદિરમા ઉજવાયો સાકર વર્ષા ઉત્સવ

આ પણ વાંચો: Chanakya Niti : દરેક માતા-પિતાએ તેમના બાળકોની સામે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">