Viral Video : રાજસ્થાનના રણમાં બન્યું જંગલ, ગામ લોકો પુત્રીના જન્મ સાથે વાવે છે 111 વૃક્ષ ! જુઓ Video
રાજસ્થાનનું પીપલાંત્રી ગામ દીકરીઓ, વૃક્ષો અને પર્યાવરણ સંરક્ષણ માટે દેશભરમાં જાણીતું છે. આ ગામ અનોખી ઓળખ ધરાવે છે. જ્યાં દરેક દીકરીઓના જન્મ પર 111 વૃક્ષો વાવવામાં આવે છે.
રાજસ્થાનનું પીપલાંત્રી એક અનોખું ગામ છે. આ ગામ ટેકરીઓથી ઘેરાયેલું છે. પીપલાંત્રી દીકરીઓ, પાણી, વૃક્ષો અને ગોચરોની જમીનોના રક્ષણ માટે દેશભરમાં જાણીતું છે. વીસ વર્ષ પહેલાં, માર્બલ માઈનિંગના કારણે પીપલાંત્રી ગામ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. આ પછી, તત્કાલીન સરપંચ શ્યામસુંદર પાળીવાલે હરિયાળી પુનઃસ્થાપિત કરવાનું કામ હાથમાં લીધું હતું. 2006માં તેમણે પોતાની દીકરી ગુમાવી હતી, ત્યારથી પીપલાંત્રી ગામમાં જ્યારે પણ કોઈ દીકરીનો જન્મ થાય છે ત્યારે 111 વૃક્ષ વાવવામાં આવે છે.
2021માં પદ્મશ્રીથી સન્માનિત છે શ્યામ સુંદર પાળીવાલ
2021માં, પીપલાંત્રી ગામમાં દીકરી, પાણી, વૃક્ષો અને ગોચર જમીનના સંરક્ષણ માટે શ્યામસુંદર પાળીવાલને 2021માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્યામસુંદરના પ્રયાસોના કારણે, જો આ પંચાયતમાં કોઈ પુત્રીનો જન્મ થાય છે, તો સ્થાનિક મહિલાઓ તેના ઘરે જાય છે, ગીતો ગાતી હોય છે અને થાળી અને ઝાંઝ વગાડતી હોય છે. આ પંચાયત કિરણ નિધિ યોજના પણ ચલાવે છે. દીકરીના જન્મ સાથે 31,000ની FD પણ કરવામાં આવે છે અને જ્યારે તે 18 વર્ષની થઈ જ્યાય ત્યારબાદ જ તે વિડ્રો કરવામાં આવે છે. દીકરીના પેરેંટ્સ પાસેથી એક એફિડેવિટ પણ સાઈન કરી લેવામાં આવે છે જેમાં સ્ત્રી ભ્રૂણહત્યા ન કરવી અને દીકરીને યોગ્ય શિક્ષણ આપવું લખેલું હોય છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારને ગ્રીનરી બનાવવાનો હતો. અહીં દર રક્ષાબંધન પર દીકરીઓ વૃક્ષોને રાખડી બાંધે છે.
આ પણ વાંચો, રાજકોટ: RMC દ્વારા ધાર્મિક દબાણો હટાવવા મુદ્દે ભારે હોબાળો, કોંગ્રેસે હાથમાં ગદા રાખી રામધૂન સાથે કર્યો વિરોધ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
