AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti : દરેક માતા-પિતાએ તેમના બાળકોની સામે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

ચાણક્ય નીતિમાં આચાર્યએ કહ્યું છે કે માતા-પિતાએ બાળકોની સામે ખૂબ જ સમજી વિચારીને વર્તવું જોઈએ, કારણ કે તમારા બાળકો તમને જોઈને શીખે છે. આવી સ્થિતિમાં તમારું ખોટું વર્તન તમારા બાળકની આદતોને બગાડી શકે છે.

Chanakya Niti : દરેક માતા-પિતાએ તેમના બાળકોની સામે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
chanakya-niti (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 8:09 AM
Share

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) ના શબ્દો સાંભળવામાં કઠોર લાગે છે, પરંતુ વાસ્તવમાં જો તમે તેને જીવનમાં અપનાવશો તો તમે મોટા સંકટથી પણ સરળતાથી બચી શકશો. આચાર્ય ચાણક્યએ જે કહ્યું તે બધું જ તેમના જીવનનો સાર છે. આચાર્ય એક મહાન વ્યક્તિત્વ હતા. તેઓ અર્થશાસ્ત્ર (Economic), રાજકારણ, સમાજશાસ્ત્ર વગેરે જેવા તમામ વિષયોનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા.

આચાર્ય એટલા અનુભવી હતા કે તેઓ કોઈપણ પરિસ્થિતિને સમય પહેલા જોઈ લેતા હતા અને તેનો સામનો કરવા માટે વ્યૂહરચના તૈયાર કરતા હતા. તે આચાર્યની કુશળ બુદ્ધિ હતી, જેના આધારે તેમણે સમગ્ર નંદ વંશનો નાશ કર્યો અને મૌર્ય વંશની સ્થાપના કરી. આચાર્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં જીવનના દરેક પાસાને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. અહીં જાણો કેટલીક એવી બાબતો વિશે જેનું માતા-પિતાએ બાળકોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તમારા બાળકો પર ખરાબ અસર પડે છે.

ભાષા

તમારા બાળકો તમને જોઈને શીખે છે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો નમ્ર અને સંસ્કારી બને, તો સૌથી પહેલા તેમની ભાષા સુધારવાની જરૂર છે. આ માટે તમારે તેમની સામે સારી ભાષાનો ઉપયોગ કરવો પડશે. જો તમે બાળકોની સામે ખોટી ભાષા બોલો છો, તો તમારા બાળકો પણ તેને અનુસરશે.

જૂઠું બોલશો નહીં

ઘણી વખત માતા-પિતા બાળકોની સામે જૂઠું બોલે છે, અથવા પોતાના સ્વાર્થ માટે બાળક સાથે ખોટું બોલે છે, જેના કારણે તમારા બાળકો જૂઠું બોલતા શીખે છે. આગળ જતા તેમની આ આદત તમારા માટે મુશ્કેલી વધારી શકે છે.

પરસ્પર એક બીજાનો આદર કરો

બાળકોની સામે હંમેશા એકબીજા સાથે આદરપૂર્ણ ભાષામાં વાત કરો. જો તમે એકબીજાને માન નહીં આપો તો તમારા બાળકો તમારી પાસેથી આ શીખશે. ભવિષ્યમાં તેઓ તમારું અપમાન કરતાં પણ ખચકાશે નહીં.

ખામીઓ શોધશો નહીં

ઘરમાં એકબીજાની ખામીઓ ન કાઢો. કોઈનું અપમાન ન કરો. તમારી આ આદત તમારા બાળકોને ફક્ત બીજાની ખામીઓ શોધવાનું શીખવશે. આવી સ્થિતિમાં, બાળકોની શીખવાની ક્ષમતા ઘટશે અને તેઓ બીજાને અપમાનિત કરવામાં અચકાશે નહીં.

આ પણ વાંચો : Viral: ટીવી પર ‘ધ લાઈન કિંગ’ને જોઈને કૂતરાએ પણ કર્યું નમન, લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો

આ પણ વાંચો :Health Tips : અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યાઓ કરે છે દૂર, જાણો ખાવાની સાચી રીત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">