શનૈશ્વરી અમાસ અને ત્રિગ્રાહી યુતિનો દુર્લભ સંયોગ, સાડા સાતીમાં રાહત મેળવવાનો સૌથી શ્રેષ્ઠ અવસર!

આ વર્ષે શનિવારી અમાસના દિવસે સૂર્યગ્રહણ અને ત્રિગ્રાહી યુતિનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આજનો દિવસ ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનૈશ્વરી અમાસે થનારા સૂર્યગ્રહણ, ત્રિગ્રાહી યુતિના અનોખા સંયોગે કેટલાક વિશેષ ઉપાયો થકી આપ પણ ભગવાનની કૃપા પ્રાપ્તિ કરી શકો છો.

શનૈશ્વરી અમાસ અને ત્રિગ્રાહી યુતિનો દુર્લભ સંયોગ, સાડા સાતીમાં રાહત મેળવવાનો સૌથી શ્રેષ્ઠ અવસર!
Shanidev (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 30, 2022 | 8:59 AM

ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવા ભક્તો અલગ અલગ ઉપાયો, સાધના, જપ-તપ કરતા જ હોય છે પણ વર્ષ દરમિયાન એવાં ઘણાં દિવસો આવતા હોય છે કે જે દિવસો ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ગણાય છે. આજે એવો જ ફળદાયી દિવસ સાંપડ્યો છે. આજે શનિવારના રોજ ચૈત્ર વદ અમાસ છે. એટલે કે શનિવારી અમાસનો યોગ સર્જાયો છે તો વધુમાં આજે સૂર્યગ્રહણ પણ છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. તેમજ સૂતક પણ પાળવાનું નથી, તેમ છતાં ગ્રહણના દિવસને સિદ્ધિ માટેનો દિવસ પણ માનવામાં આવે છે. વિદ્વાનોના મત અનુસાર જોઈએ તો મંત્ર સિદ્ધિ કે અન્ય સિદ્ધ કાર્ય કરવા માટે આ દિવસ ખાસ મનાય છે. આ દિવસે કરેલ મંત્ર જાપનું ફળ અનેક ગણું મળે છે. સાથે જ ગ્રહણના દિવસે દાન, પુણ્યનો મહિમા પણ વધુ હોય છે.

શનિવારી અમાસનો દુર્લભ સંયોગ

શનિ અમાસના દિવસે સૂર્યગ્રહણનો યોગ બની રહ્યો છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે સૂતક પાળવાનો સવાલ જ નથી. શનિ અમાસના દિવસે મેષ રાશિમાં સૂર્ય, ચંદ્ર અને રાહુની યુતિથી ત્રિગ્રાહી યોગ બની રહ્યો છે. જે અત્યંત દુર્લભ માનવામાં આવે છે. આ અમાસ પર શનિદેવનો દિવસ હોવાના કારણે શનિશ્વરી અમાસ પણ બને છે. શનિ અમાસના દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવી જોઈએ તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

શનિદેવની પ્રસન્નતા અર્થે

શનિ અમાસે શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવનું તેલ, કાળા તલ અને જાંબલી (નીલા) રંગનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું જોઈએ. આ દિવસે અસહાય લોકોની મદદ કરવી જોઈએ. સાથે જ ગરીબોને ભોજન કરાવવાથી શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. શનિદેવની કૃપા દૃષ્ટિ આપની પર રહે છે.

શનિદોષ કે શનિ સાડાસાતીના પ્રભાવથી બચાવ અર્થે

શનિદોષ કે શનિની સાડાસાતીના પ્રભાવથી બચવા માટે શનિવારી અમાસે શનિદેવના મંત્રોનો જાપ કરવો. તે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે.

પિતૃકૃપા પ્રાપ્તિ અર્થે

શનૈશ્વરી અમાસના દિવસે પિતૃ તર્પણ, પિતૃ કર્મકાંડ, નદી-સરોવરમાં સ્નાન અને પોતાની ક્ષમતા અનુસાર દાન કરવાથી શુભ અને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.

જીવનના અવરોધ દૂર કરવા

શનૈશ્વરી અમાસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની પીડામાંથી રાહત મળે છે. શનિદેવની કૃપાથી સાડાસાતી, શનિદોષના અશુભ પ્રભાવ અને જીવનમાં આવતા તમામ અવરોધો પૂર્ણ થઈ જાય છે.

નોકરી-ધંધામાં પ્રગતિ અર્થે

શનિદેવની પૂજા કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે અને નોકરિયાત લોકોને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે.

સંકટોના નાશ અર્થે

પરિવારના દરેક લોકોએ સરસવના તેલનો દીવો પ્રજવલિત કરવો જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આ કાર્ય કરવાથી દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ વિદ્યમાન થયા છે શ્રીવેંકટેશ્વર ! તિરુમાલાના તિરુપતિ બાલાજી જેવો અહીંનો મહિમા

આ પણ વાંચોઃ શનિવારી અમાસ અને ગ્રહણનો દુર્લભ યોગ, પૂર્ણ કરશે આપના સઘળા મનોરથ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">