Astro Tips: કુંડળીમાં ગુરુને બળવાન કરવા અજમાવો આ ઉપાય, ચમકશે ભાગ્ય
Astro Tips : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમે કુંડળીમાં ગુરુને બળવાન બનાવવા માટે ઘણા ઉપાયો કરી શકો છો.
હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવ અથવા દેવીને સમર્પિત છે. તેવી જ રીતે, ગુરુવાર બ્રહ્મા, બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે, તેઓની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં ગુરુ ( Jupiter ) ગ્રહ બળવાન હોય તો વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તે જ સમયે, ગુરુ જે લોકોની કુંડળીમાં નબળો હોય છે આવી સ્થિતિમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણક કે ગુરુને સંપતી અને જ્ઞાનના કારક માનવામાં આવે છે, જેમની કુંડળીમાં ગરૂ નબળી સ્થિતમાં હોય તેમને નાણા સંબંધિત સમસ્યાઓ અને પ્રગતિમાં અવરોધો ઉભા થવા જેવી સમસ્યા થતી જોવા મળે છે. કુંડળી (Kundli)માં ગુરુને બળવાન બનાવવા માટે,આજે અમે તમેને કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ.
પીળા કપડાં પહેરો
જો કોઈની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેણે ગુરુવારનું વ્રત રાખવું જોઈએ. આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે.
મંત્રનો જાપ કરો
ગુરુવારે, તમે ॐ बृं बृहस्पतये नम:।, ॐ क्लीं बृहस्पतये नम:। મંત્રનો જાપ કરી શકો છો. તમે આ મંત્રના 3 કે 5 માળા કરી શકો છો.
દાન
કુંડળીમાં ગુરુને બળવાન બનાવવા માટે તમે દાન કરી શકો છો. તમે મધ, પીળા કપડાં, હળદર, પુસ્તક, સોનું, પીળા અનાજ અને પોખરાજનું દાન કરી શકો છો.
ગુરુવાર વ્રત રાખો
ગુરુવારે વ્રત રાખો. આમ કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. લગ્નમાં વિલંબની સમસ્યા દૂર થાય છે.
પોખરાજ પહેરો
જો કોઈનો ગુરુ નબળો હોય તો તેણે પોખરાજ પહેરવું જોઈએ. તમે જ્યોતિષની સલાહ લીધા પછી પોખરાજ પહેરી શકો છો.
સોનુ પહેરો
ગૂરુ મજબુત કરવા માટે સોનુ પણ પહેરવામાં આવે છે, પરંતુ સોનું ખરીદવુ મોંઘુ લાગે તો તેના વિકલ્પ રુપે હળદરનો ગાંઠિયો પણ પીળા કપડામાં બાંધીને પહેરી શકાય આમ કરવાથી પણ ગૂરુને બળ મળે છે.
કેળાના વૃક્ષની પૂજા કરો
ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરો. કેસર, ચણાની દાળ અને હળદરથી પૂજા કરો. ગુરુવારે નિયમિતપણે મંત્રનો જાપ કરો પીળી મીઠાઈ ખાઓ
ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો. પીળા રંગની મીઠાઈઓ ખાઓ. તમે ચણાના લોટના લાડુનું સેવન કરી શકો છો. નહાવાના પાણીમાં હળદર ઉમેરો. તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
વડીલોનું સન્માન કરો
માતા-પિતા અને વડીલોનું સન્માન કરો. આનાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે.
ભગવાન બ્રહ્માની પૂજા કરો
પીપળ અને બ્રહ્માજીની પૂજા કરો. ગુરુનું સેવન કરવાથી પણ ગુરુ ગ્રહ બળવાન બને છે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)
આ પણ વાંચો :સોખડા હરિધામમાં ગુણાતીત ચરણ સ્વામીનું રહસ્યમય સંજોગોમાં મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો