ગ્રાહકોની પરસેવાની કમાણીના વહીવટમા બેદરકારી દાખવનાર 7 બેંકો સામે RBI ની લાલ આંખ, કરોડોનો દંડ ફટકાર્યો

ઝોરોસ્ટ્રિયન કો-ઓપરેટિવ બેંક સિવાય આરબીઆઈએ અન્ય બેંક પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સંદર્ભમાં એક અલગ નિવેદનમાં કેન્દ્રીય બેંકે કહ્યું કે તેણે લખનૌની મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

ગ્રાહકોની પરસેવાની કમાણીના વહીવટમા બેદરકારી દાખવનાર 7 બેંકો સામે RBI ની લાલ આંખ, કરોડોનો દંડ ફટકાર્યો
Reserve Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 7:06 AM

ભારતીય રિઝર્વ બેંકે મુંબઈની ઝોરોસ્ટ્રિયન કો-ઓપરેટિવ બેંક પર 1.25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈ બેંકોના કામકાજ અને કાયદાના પાલનમાં થતા છબરડાઓ ઉપર બાજ નજર રાખી રહી છે. બેંકના ગ્રાહકોના નાણાં સાથે જોખમ ન સર્જાય તે માટે RBI સક્રિય રહે છે અને  જ્યારે સેન્ટ્રલ બેંકને કોઈ બેંકની કામગીરીમાં બેદરકારી કે નિયમોનું ઉલ્લંઘન જણાય તો તે દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરે છે. ભૂતકાળમાં કેન્દ્રીય બેંકે આવી ઘણી ઘટનાઓમાં બેંકોને કરોડો રૂપિયાના દંડ ફટકાર્યા છે જેમાં ખાનગી અને સહકારી બેંકો નો પણ સમાવેશ થાય છે.

મુંબઈ બેંકને દંડ ફટકારવામાં આવ્યો દંડ

આરબીઆઈએ તેની કેટલીક દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ ઝોરોસ્ટ્રિયન કો-ઓપરેટિવ બેંક પર 1.25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમાં કેટલાક નિયમો બિલની છૂટ સાથે જોડાયેલા સામે આવ્યા હતા. આરબીઆઈના જણાવ્યા અનુસાર ઝોરોસ્ટ્રિયન બેંક અર્બન કો-ઓપરેટિવ બેંક માટે જાહેર કરાયેલા બિલના ડિસ્કાઉન્ટિંગ સંબંધિત નિયમોનું પાલન કરવામાં બેદરકાર રહી છે. આ નિયમો બેંકોને લેટર્સ ઓફ ક્રેડિટ ઈશ્યુ કરવા સંબંધિત વિવિધ પ્રતિબંધોને કરેક્શન કરે છે. બેંક આઠ વર્ષના સમયગાળા માટે તેમના વ્યવહારો અને દસ્તાવેજોનો રેકોર્ડ જાળવવામાં બેદરકાર રહી હોવાથો તેથી દંડ ફટકારવામાં આવ્યો છે.

લખનઉ બેંકને 20 લાખનો દંડ

ઝોરોસ્ટ્રિયન કો-ઓપરેટિવ બેંક સિવાય આરબીઆઈએ અન્ય બેંક પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સંદર્ભમાં એક અલગ નિવેદનમાં કેન્દ્રીય બેંકે કહ્યું કે તેણે લખનૌની મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લખનૌની બેંક નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) ના વર્ગીકરણ સંબંધિત નિયમોનું પાલન યોગ્ય રીતે કર્યું નથી તેથી તેના પર આ દંડ લાદવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંક દ્વારા આ અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

વધુ 5 બેંકોને દંડ

કેન્દ્રીય બેંકોએ અન્ય 5 સહકારી બેંકોને પણ દંડ ફટકાર્યો છે. જો કે આ તમામ વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. એક અહેવાલ મુજબ આ બેંકોને વિવિધ નિયમનકારી જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈની માર્ગદર્શિકાના ઉલ્લંઘન માટે  કાર્યવાહીકરવામાં આવી છે.

જો કે, સેન્ટ્રલ બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહીથી બેંકોના ગ્રાહકો અને વ્યવહારો પર કોઈ અસર  થશે નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">