ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી – સીઆઈઆઈએ રવિવારે જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગ ભૂતકાળમાં કરાયેલા વ્યાજ દરોમાં વધારાની ખરાબ અસર અનુભવી રહ્યો છે. આ સાથે સીઆઈઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા – આરબીઆઇને વ્યાજ દરમાં વધારાની ગતિ ઘટાડવા વિનંતી કરી છે. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.9 ટકાનો વધારો કર્યો છે. વ્યાજ દર અંગે વિચારણા કરવા માટે મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે.આગામી મહિને રિઝર્વ બેંકની પોલિસી સમીક્ષા બેઠક છે. જો સંકેતો પર વિશ્વાસ કરવામાં આવે તો આગામી પોલિસી સમીક્ષામાં દરોમાં રાહતની નહિ પણ રેટમાં વધુ વધારાની સંભાવના દેખાઈ રહી છે.
CIIના વિશ્લેષણ મુજબ મોટી સંખ્યામાં કંપનીઓએ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2022)માં આવક અને નફામાં ઘટાડો નોંધાવ્યો છે. આવી સ્થિતિમાં CIIએ દલીલ કરી હતી કે નાણાકીય કડકતાની ગતિ ઘટાડવાની જરૂર છે. CII અનુસાર આંકડા દર્શાવે છે કે સ્થાનિક માંગમાં સુધારાનો ટ્રેન્ડ છે. જોકે, વૈશ્વિક મંદીની અસર ભારતના વિકાસની સંભાવનાઓ પર પણ પડી શકે છે.
ઇન્ડસ્ટ્રી બોડીએ જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ઘરેલું વૃદ્ધિ જાળવી રાખવા માટે, આરબીઆઇએ તેના નાણાકીય કડકતાની ગતિ અગાઉના 0.5 ટકાથી ઘટાડવાનું વિચારવું જોઈએ.
વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં મંદીની આશંકાને કારણે સ્થાનિક અર્થવ્યવસ્થા પર દબાણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક સંકેતોને જોતા વિશ્વભરની સંસ્થાઓ વૃદ્ધિના અંદાજમાં સુધારો કરી રહી છે. તેનું કારણ કેન્દ્રીય બેંકો દ્વારા દરમાં વધારો છે. જેનું દબાણ વિશ્વના વિકાસ પર દેખાઈ રહ્યું છે અને તેના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર પણ દબાણ છે. હાલમાં, રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી પર અંકુશ રાખવો તેના માટે સૌથી મોટી ચિંતા છે, તેથી જ તે મંદીના ડર છતાં દરોમાં વધારો કરી રહી છે.
આગામી મહિને રિઝર્વ બેંકની પોલિસી સમીક્ષા બેઠક છે. જો સંકેતો પર વિશ્વાસ કરવામાં આવે તો આગામી પોલિસી સમીક્ષામાં દરોમાં રાહતની વાત ભૂલી જાવ, રેટમાં વધુ વધારાની સંભાવના છે. મૂડીઝનો અંદાજ છે કે રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં લાવવા અને વિનિમય દરને ટેકો આપવા માટે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે.