HDFC બેંકના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા, નેટબેકિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓમાં સમસ્યા આવી રહી છે

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC Bankના ગ્રાહકોને નેટબેંકિંગ અને મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. બેંકના ગ્રાહકો ફરી એકવાર ડિજિટલ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

HDFC બેંકના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા, નેટબેકિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓમાં સમસ્યા આવી રહી છે
HDFC BANK
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 5:01 PM

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC Bankના ગ્રાહકોને નેટબેંકિંગ અને મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. બેંકના ગ્રાહકો ફરી એકવાર ડિજિટલ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તકનીકી સમસ્યાને કારણે બેંકના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

એચડીએફસી બેંકના ગ્રાહકો સોશિયલ મીડિયા પર આ સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે એચડીએફસી બેંકની ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓનો લાભ લેવામાં તેમને મુશ્કેલી પડી રહી છે. બેંકનું કહેવું છે કે બેંક આ સમસ્યાને વહેલી તકે હલ કરવા માટે કામ કરી રહી છે. આશા છે કે, આ સમસ્યા જલ્દીથી હલ થઈ જશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બેંકે ટ્વિટ કરી માહિતી ગ્રાહકોની ફરિયાદ પછી, એચડીએફસીએ ટ્વીટ કરીને આ સમસ્યા વિશે માહિતી આપી હતી. બેંકે ટિ્‌વટ કર્યું છે કે કેટલાક ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી હતી પરંતુ બેંક તેના પર કામ કરી રહી છે અને આ સમસ્યા જલ્દીથી હલ થઈ જશે. બેંકે આ અસુવિધા બદલ માફી માંગી છે અને કહ્યું છે કે ગ્રાહક ફરીથી લોગીન કરો અને ફરી પ્રયાસ કરો.

ડિસેમ્બરમાં પણ સમસ્યા આવી હતી અગાઉ એચડીએફસી બેંકના ગ્રાહકોને ડિસેમ્બરમાં પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બરમાં તકનીકી સમસ્યા આવી હતી ત્યારે પણ ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને પેમેન્ટ સેવાઓમાં વિક્ષેપની સમસ્યા થઇ હતી. આ પછી આરબીઆઈએ એક મોટો નિર્ણય લીધો જેમાં એચડીએફસી બેંકના તમામ નવા લોંચ અને ક્રેડિટ કાર્ડ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">