ટાટા કે હ્યુન્ડાઈ ? 8 થી 9 લાખના બજેટમાં કઈ CNG કાર ખરીદવી

|

Feb 16, 2024 | 7:48 PM

જો તમે CNG કાર ખરીદવા માંગો છો અને મૂંઝવણમાં છો, તો આજે અમે તમને ટાટા અને હ્યુન્ડાઈની બે પોપ્યુલર CNG કાર Tigor iCNG અને Hyundai Aura CNG વિશે જણાવીશું. જેના પરથી તમે નક્કી કરી શકો છો કે, બેમાંથી કઈ કાર ખરીદવી જોઈએ.

ટાટા કે હ્યુન્ડાઈ ? 8 થી 9 લાખના બજેટમાં કઈ CNG કાર ખરીદવી
Tigor vs Hyundai Aura CNG

Follow us on

જો આપણે CNG વાહનોની વાત કરીએ તો ટાટાએ તાજેતરમાં ઓટોમેટિક CNG મોડલ પણ લોન્ચ કર્યા છે. તો હ્યુન્ડાઇ અને મારુતિની સીએનજી કારોએ બજારમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે જો તમે CNG કાર ખરીદવા માંગો છો અને મૂંઝવણમાં છો, તો આજે અમે તમને ટાટા અને હ્યુન્ડાઈની બે પોપ્યુલર CNG કાર Tigor iCNG અને Hyundai Aura CNG વિશે જણાવીશું. જેના પરથી તમે નક્કી કરી શકો છો કે, બેમાંથી કઈ કાર ખરીદવી જોઈએ.

Tigor iCNG વિશે વાત કરીએ તો તેની કિંમત 8.85 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. આ કિંમતે તે Hyundai Aura CNG સાથે રેસમાં છે. ઓરાની કિંમત 8.31 લાખથી શરૂ થાય છે.

ડિઝાઇન

Tigor ICNGમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ઓટો-ફોલ્ડિંગ ORVM, 15-ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. જ્યારે Hyundai Auraમાં બ્લેક ગ્રિલ, LED ડે રનિંગ લાઇટ્સ, ORVM, પ્રોજેક્ટર હેડલાઇટ, 15 ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, સ્પ્લિટ સ્ટાઇલ LED ટેલ લેમ્પ્સ અને શાર્ક ફિન એન્ટેના છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ફીચર્સ

ટાટા Tigorમાં પ્રીમિયમ ક્વોલિટી સીટ, એમ્બિયન્ટ લાઇટિંગ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બે એરબેગ્સ, 7-ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ અને EBD જેવી શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવી છે.

Hyundai Auraના ફીચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ટોન ડેશબોર્ડ, કીલેસ એન્ટ્રી, પ્રીમિયમ સીટ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, 8 ઈંચ ઈન્ફોટેનમેન્ટ, વાયરલેસ ચાર્જર, 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને એન્ટી બ્રેકિંગ સિસ્ટમ છે.

પર્ફોમન્સ

Tata Tigor CNGમાં 1.2 લીટરનું ઇનલાઇન ટ્રિપલ એન્જિન છે, જે 73 hpનો પાવર અને 95 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે, 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ છે. જ્યારે Hyundai Aura CNGમાં 1.2 લિટર, ઇનલાઇન-4 એન્જિન છે, તે 68 hpનો પાવર અને 95.2 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઉપલબ્ધ છે.

કઈ કાર ખરીદવી ?

Tigor CNGની કિંમત 8.85 લાખ રૂપિયાથી 9.55 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે Hyundai Aura CNGની કિંમત 8.31 લાખથી 9.05 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કિંમતો એક્સ-શોરૂમ પ્રમાણે છે. ત્યારે ઉપરની માહિતીના આધારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ કાર ખરીદવી જોઈએ. આકર્ષક ડિઝાઇન અને પાવરફુલ એન્જિન સાથે Tigor iCNG બેસ્ટ ઓપ્શન છે.

આ પણ વાંચો સિંગલ ચાર્જ પર દોડશે 220 કિમી…8 વર્ષની વોરંટી! લોન્ચ થઈ પાવરફુલ ક્રૂઝર ઇલેક્ટ્રિક બાઇક, કિંમત છે આટલી

Next Article