આજના સમયમાં મોટાભાગના વ્હીકલ મેન્યુફેક્ચરર પોતાના વ્હીકલમાં નવી ટેક્નોલોજી પર ફોક્સ કરી રહ્યા છે. ઓટો સેક્ટર ઈલેક્ટ્રિક વ્હીકલની સાથે હવે હાઈડ્રોજનથી ચાલનારા વ્હીકલ એટલે કે Hydrogen Fuelથી ચાલનારી ગાડીઓ લાવવા પર પોતાનું ફોક્સ કરી રહી છે. ત્યારે મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને Ashok Leylandએ India Energy Weekમાં હાઈડ્રોજનથી ચાલનારી એક ટ્રેકને રજૂ કરી છે. હાઈડ્રોજનને સૌથી સ્વચ્છ ફ્યૂલ માનવામાં આવે છે અને તેનાથી માત્ર પાણી અને ઓક્સિજનનું ઉત્સર્જન થાય છે.
Ashok Leyland દ્વારા બનાવવામાં આવેલા બે મોટા હાઈડ્રોજન સિલિન્ડરવાળા આ ટ્રકને મેન વેન્યુની સાઈડમાં એક હોલમાં રાખવામાં આવ્યો છે. આ દેશનો પ્રથમ H2ICE Technologyવાળો ટ્રક છે. ટ્રકમાં પરંપરાગત ડીઝલ ફ્યૂલ અથવા તો તાજેત્તરમાં જ રજૂ કરેલી LNGની જગ્યા પર હાઈડ્રોજનનો ઉપયોગ થાય છે તો તેનાથી ઉત્સર્જન લગભગ ઝીરો થઈ જાય છે.
આ પણ વાંચો: RBI Repo Rate: આજથી MPCની ત્રિવસીય બેઠક શરૂ થઈ, મોંઘવારીમાં ઘટાડા વચ્ચે શું RBI ફરી રેપો રેટમાં વધારો કરશે?
રિલાયન્સ ગ્રુપ વીજળીથી ચાલનારા વાહન જનરેશન સિવાય હાઈડ્રોજન ઈકોસિસ્ટમમાં રોકારણ કરી રહ્યું છે. કંપનીને કાર્બન ફ્રી કરવાની યોજના હેઠળ રિલાયન્સ ગુજરાતમાં ઘણા ગ્રીન એનર્જી પ્રોજેક્ટસમાં 6 લાખ કરોડ રૂપિયા રોકાણ કરી રહ્યું છે.