હાઈડ્રોજન-હવાથી દોડશે આ Made in India બસ, જાણો શું છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ?

TV9 GUJARATI

|

Updated on: Aug 24, 2022 | 12:22 PM

આ બસમાં વીજળી પેદા કરવા માટે હાઇડ્રોજન અને હવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બસની બાય-પ્રોડક્ટથી આપણા પર્યાવરણને કોઈ ખતરો નથી. જો તે સફળ થશે તો આવી બસ દેશભરમાં શરૂ કરી શકાય છે.

હાઈડ્રોજન-હવાથી દોડશે આ Made in India બસ, જાણો શું છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ?
Hydrogen Fuel Cell Bus
Image Credit source: Twitter

Follow us on

પ્રદૂષણ અને ઉત્સર્જન પર વિશ્વભરમાં સતત ચર્ચા થઈ રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતમાં પ્રથમ મેડ ઈન ઈન્ડિયા (Made in India) હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બસ (Hydrogen Fuel Cell Bus) લોન્ચ કરવામાં આવી છે. આ બસમાં વીજળી પેદા કરવા માટે હાઇડ્રોજન અને હવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તે માત્ર ગરમી અને પાણી ઉત્પન્ન કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બસની બાય-પ્રોડક્ટથી આપણા પર્યાવરણને કોઈ ખતરો નથી. જો તે સફળ થશે તો આવી બસ દેશભરમાં શરૂ કરી શકાય છે.

હાઇડ્રોજન ફ્યુઅલ સેલ શું છે?

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અનુસાર, ઇલેક્ટ્રિક વાહનોમાં પરંપરાગત બેટરી જે રીતે કામ કરે છે. તેવી જ રીતે ફ્યુલ સેલ્સ પણ કામ કરે છે. પરંતુ તેને ચાર્જ કરવા માટે વીજળીની જરૂર નથી. જ્યાં સુધી તેઓને હાઇડ્રોજન પૂરો પાડવામાં આવતો રહેશે ત્યાં સુધી તેઓ વીજળીનું ઉત્પાદન કરવાનું ચાલુ રાખશે. કન્વેંશનલ સેલની જેમ, ફ્યુલ સેલમાં એનોડ અને કેથોડ ઇલેક્ટ્રોલાઇટથી ઘેરાયેલા હોય છે.

અહીં હાઈડ્રોન એનોડથી સંચિત એટલે કે ફેડ હોય છે, જે હવા કેથોડમાંથી ફેડ હોય છે. એનોડના કિસ્સામાં, ઉત્પ્રેરક હાઇડ્રોજનના પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરે છે, અને બંને સબએટોમિક કણો કેથોડમાં અલગ-અલગ માર્ગો લે છે. ઇલેક્ટ્રોન એક્સટર્નલ સર્કિટ દ્વારા પ્રવાહિત થઈ સર્કિટમાં વીજળીનું સંચાલન કરે છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર્સમાં કરવામાં આવે છે. બીજી તરફ પ્રોટોન ઇલેક્ટ્રોલાઇટ દ્વારા કેથોડમાં વહે છે. એકવાર તેઓ ઓક્સિજન અને ઇલેક્ટ્રોન સાથે જોડાય છે, તેઓ પાણી અને ગરમી ઉત્પન્ન કરે છે.

આનાથી શું ફાયદો થશે?

તેની સૌથી મોટી અસર પર્યાવરણ પર પડે છે કારણ કે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ કોઈપણ પ્રકારનું ટેલપાઈપ ઉત્સર્જન ઉત્પન્ન કરતું નથી. તેઓ માત્ર પાણીની વરાળ બહાર કાઢે છે અને હવાને ગરમ કરે છે. બીજી સારી બાબત એ છે કે આ આંતરિક કમ્બશન એન્જિન વાહન કરતાં પ્રમાણમાં વધુ કાર્યક્ષમ છે.

જો આપણે જાહેર પરિવહનના હેતુ પર નજર કરીએ, તો સૌથી મોટો ફાયદો રિફ્યુઅલિંગમાં જોવા મળે છે. બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક વાહન કરતાં રિફ્યુઅલ કરવું સરળ છે. તે થોડી જ મિનિટોમાં રિફ્યુઅલ કરે છે, જ્યારે બેટરીથી ચાલતી બસોને ચાર્જ થવામાં કલાકો લાગે છે. કેટલાક દેશોમાં, હાઇડ્રોજન ઇંધણવાળા વાહનો પર ઓછો ટેક્સ લાગે છે. એકવાર તેની ટાંકી ભરાઈ ગયા પછી, 482 કિમીથી 1000 કિમીનું અંતર કાપી શકાય છે.

પર્યાવરણ પર અસર

દેશમાં મોટાભાગની ઊર્જા ફોસિલ ઇંધણમાંથી આવે છે. બીજી તરફ, વિશ્વમાં હાઇડ્રોજનનો સૌથી મોટો સ્ત્રોત ફોસિલ ફ્યુલ જ છે. આવી સ્થિતિમાં તેમાંથી ચાલતા વાહનો મોટા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે. પરંતુ, જેમ જેમ આપણે વીજળીના રિન્યૂવેબલ તરફ આગળ વધીએ છીએ તેમ, આપણે હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે પણ રિન્યૂવેબલ મેથડ તરફ આગળ વધી શકીએ છીએ. આ ખૂબ જ ઓછી માત્રામાં ગ્રીનહાઉસ વાયુઓ ઉત્સર્જન કરે છે અને તેમાંથી નીકળતી હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોતી નથી.

જણાવી દઈએ કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જિતેન્દ્ર સિંહે રવિવારે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બસ લોન્ચ કરી હતી. પુણેમાં KPIT-CSIR દ્વારા વિકસાવવામાં આવેલ, ફ્યુઅલ સેલ બસને પાવર કરવા માટે હાઇડ્રોજન અને હવાનો ઉપયોગ કરે છે, અને બસમાંથી માત્ર પાણી જ નીકળે છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati