એસી ચલાવવાથી કારની એવરેજ કેટલી ઘટે છે ? જાણો સંપૂર્ણ ગણતરી ?
સામાન્ય રીતે કારચાલકો ઉનાળામાં કાર લઈને બહાર નીકળે ત્યારે, એસી ચલાવતા હોય છે. આવા સંજોગોમાં એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે કારનું એસી ચલાવવાથી કારની એવરેજ ઓછી થાય ખરી કે નહીં. કારનું એસી ચલાવવાથી ઈંધણનો વપરાશ વધે છે પરંતુ તેના કારણે કારની એવરેજ ઉપર કોઈ અસર વર્તાય ખરી ?

સૌ કોઈ એવુ માને છે કે, ઉનાળામાં કારનું એસી ચલાવવાથી કારની એવરેજ ઘટે છે, પણ કેટલી ઘટે છે ? શું તમે જાણો છો. જ્યારે તમે કારનું એસી ચલાવો છો, ત્યારે એસીને ઠંડુ કરવા માટે એન્જિનમાંથી વધુ પાવરની જરૂર પડે છે અને આ પાવરને પૂર્ણ કરવા માટે, એન્જિનને વધુ ઇંધણ (પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ) બાળવું પડે છે, જેના કારણે ઇંધણનો વપરાશ વધે છે અને પ્રમાણમાં એવરેજ ઘટે છે. હવે તમે પણ સમજી ગયા હશો કે કારનું એસી ચલાવવાથી એવરેજ તો ઘટે છે, પણ કેટલી ? આજે તમને આ પ્રશ્નનો અમે ગણતરી સાથેનો જવાબ જણાવીશું.
ગો ડિજિટ મુજબ, જો કારનું એસી મહત્તમ સેટિંગ પર સતત ચાલે છે, તો સરેરાશ એવરેજ 30 ટકા ઘટી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ગો ડિજિટ અને બજાજ આલિયાન્ઝની સત્તાવાર સાઇટ પર આપેલી માહિતી અનુસાર, જો તમારી કાર પૂરેપૂરૂ ઈંધણ ભરાવવા પર એટલે કે ફુલ ટાંકી કરાવો તો 600 થી 625 કિલોમીટર ચાલે છે, તો ઉનાળામાં, જો તમે તમારી કારને એસી સાથે ચલાવો છો, તો કાર ફુલ ટાંકી પર ફક્ત 500 કિલોમીટર જ ચાલશે.
જો કે એ નોંધવું જરૂરી છે કે, એવરેજની આ ગણતરી દરેક કાર માટે અલગ અલગ હોઈ શકે છે. આનો અર્થ એ છે કે, એસી ચલાવવાને કારણે, તમને 100 થી 125 કિલોમીટર ઓછી એવરેજ મળશે. ગો ડિજિટ પર એ પણ જણાવવામાં આવ્યું છે કે દર 10 કિલોમીટર પર, કારના એસીને કારણે 200 મિલી થી 1 લિટર પેટ્રોલનો વપરાશ થાય છે. ફક્ત એસી જ નહીં, કારના ઓછા માઇલેજ પાછળ અન્ય બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ખરાબ ડ્રાઇવિંગ સ્ટાઇલ અને કારના એરોડાયનેમિક્સ બરાબર ના હોવું.

AC ચાલુ કરતા પહેલા આ કામો કરો
પહેલા બારીઓ ખોલો: જો કાર લાંબા સમય સુધી તડકામાં પાર્ક કરેલી હોય, તો AC ચાલુ કરતા પહેલા થોડીવાર માટે બારીઓ ખોલો જેથી ગરમ હવા કારની અંદરથી ઝડપથી બહાર નીકળી શકે.
નિયમિત AC સર્વિસિંગ: AC ની નિયમિત સર્વિસિંગ કરાવો જેથી તે કાર્યક્ષમ રીતે કામ કરે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.