Cheap Car Deal : Kia Sonet કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
આજે અમે તમને જણાવીશું કે તમે તમારા બજેટમાં સસ્તી કાર ક્યાંથી ખરીદી શકશો. જો તમે Kia Sonet કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.
Cheap Car Deal : બે દાયકા પહેલાની વાત કરીએ તો ફક્ત અમીર લોકો પાસે જ કાર (Car) જોવા મળતી, પરંતુ આજના સમયમાં તે લગભગ દરેકના ઘરમાં જોવા મળે છે. પરંતુ કાર ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. સામાન્ય કાર ખરીદવા માટે પણ ઓછામાં ઓછા 5થી 7 લાખ રૂપિયાની ખર્ચવા પડે છે.
ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે તમારા બજેટમાં સસ્તી કાર ક્યાંથી ખરીદી શકશો. જો તમે Kia Sonet કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમે Kia Sonet કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ રૂપિયા 90 હજાર સુધી સસ્તી મળી રહી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ ગુજરાતની સરહદે આવેલું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.
Kia Sonetના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.39 હજારનો થશે ફાયદો
જો તમે Kia Sonet કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Kia Sonet (ડિઝલ)ના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 11.03 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના રતલામમાં આજ કારની કિંમત 11.42 લાખ રૂપિયા છે. તેથી જો તમે Kia Sonetનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.39 હજારનો ફાયદો થશે.
Kia Sonet કારની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ
Kia Sonet કારની મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ
Kia Sonetના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Kia Sonetના બેઝ મોડલને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.39 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Kia Sonetના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Kia Sonetના (ડિઝલ) ટોપ મોડલની વાત કરીએ તો મધ્યપ્રદેશના રતલામમાં 17.49 લાખ રૂપિયા છે. તો આ જ મોડલ ગુજરાતના દાહોદમાં 16.59 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Kia Sonetનું ટોપ મોડલ ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂપિયા 90 હજાર સુધીનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો