AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : Honda City કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

મધ્યમ વર્ગની વ્યક્તિ સામાન્ય કાર ખરીદે તો પણ ઓછામાં ઓછા 5થી 7 લાખ રૂપિયાની જરૂર પડે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે તમારા બજેટમાં સસ્તી કાર ક્યાંથી ખરીદી શકશો.

Cheap Car Deal : Honda City કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
Honda City
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 10:50 PM
Share

Cheap Car Deal : પહેલાંના સમયમાં ફક્ત અમીર લોકો પાસે જ કાર (Car) જોવા મળતી, પરંતુ આજના સમયમાં તે જરૂરિયાત બની ગઈ છે. પરંતુ કાર ખરીદવા માટે લાખો રૂપિયાની જરૂર પડે છે. મધ્યમ વર્ગની વ્યક્તિ સામાન્ય કાર ખરીદે તો પણ ઓછામાં ઓછા 5થી 7 લાખ રૂપિયાની જરૂર પડે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે તમારા બજેટમાં સસ્તી કાર ક્યાંથી ખરીદી શકશો. જો તમે Honda City કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Bike Deal : જો તમે Royal Enfield બાઈક ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમે Honda City કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ રૂપિયા 96 હજાર સુધી સસ્તી મળી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ગુજરાત સાથે સરહદ ધરાવે છે, તેથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Honda Cityનું બેઝ મોડલ ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.69 હજારનો થશે ફાયદો

જો તમે Honda City કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Honda City (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 12.92 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના જલગાંવમાં આજ કારની કિંમત 13.61 લાખ રૂપિયા છે. તેથી જો તમે Honda Cityનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.69 હજારનો ફાયદો થશે.

Honda City કારની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ

Honda City Car

Honda City Car

Honda City કારની મહારાષ્ટ્રના જલગાંવમાં ઓન રોડ પ્રાઇસ

Honda City Car

Honda City Car

Honda Cityના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.96 હજારનો ફાયદો

Honda Cityના બેઝ મોડલને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.69 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Honda Cityના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Honda Cityના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ 17.88 લાખ રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના જલગાંવમાં ટોપ મોડલની પ્રાઇસ 18.84 લાખ રૂપિયા છે. તેથી જો તમે Honda Cityનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો, તમને ગુજરાતમાંથી ખરીદવાથી રૂપિયા 96 હજાર સુધીનો ફાયદો થશે.

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">