અર્શદીપ સિંહે દેખાડ્યું વિકેટનું સેલિબ્રેશન, ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે ખાસ કનેક્શન, જુઓ Video
અર્શદીપ સિંહે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વનડેમાં સૌથી વધુ વિકેટો લીધી, જેના કારણે ભારતે ન્યૂઝીલેન્ડને 185 રન સુધી રોકી દીધું. પરંતુ તેની ઉજવણી તેની બોલિંગ કરતાં વધુ હિટ રહી.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની પહેલી મેચમાં ભારતીય ફાસ્ટ બોલરનો કહેર જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટારની ગેરહાજરી બાદ પણ ભારતીય ટીમે 4 ફાસ્ટ બોલર મેદાનમાં ઉતાર્યા હતા. તેમજ ન્યુઝીલેન્ડ માત્ર 185 રન પર સમેટાયું હતુ. ટીમ ઈન્ડિયાની આ સફળતાનો સૌથી મોટો સ્ટાર અર્શદીપ સિંહ રહ્યો હતો. જેમણે સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. પરંતુ વિકેટની સાથે અર્શદીપ સિંહનું એક ખાસ સેલિબ્રેશન હિટ થયું હતુ. જેમાં તેમણે પોતાની ગર્લફ્રેન્ડ સમરીન કૌરને સમર્પિત કર્યું હતુ.
ઓકલેન્ડમાં રમાયેલી આ વનડે મેચમાં અર્શદીપ સિંહ ભારતનૌ સોથી અનુભવી બોલરના રુપે મેદાનમાં ઉતર્યો હતો. તેમણે સાબિત કરી દીધું. પાવરપ્લેમાં અર્શદીપે 2 વિકેટ લઈ ભારતને સારી શરુઆત અપાવી હતી. ત્યારરબાદ તેમણે 2 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડને જલ્દી સમેટવામાં મોટી ભુમિકા ભજવી હતી. આ દરમિયાન તેમણે પોતાની ત્રીજી વિકેટ માટે એક ખાસ સેલિબ્રેશન કર્યું હતુ.
Another catch by Virat Kohli One more wicket for Arshdeep Singh What a celebration by Arshdeep Singh what does it mean anyone knows? https://t.co/UUGOPhhq54
— BackToLobby (@_backtolobby) November 4, 2026
વિકેટ લીધા બાદ અર્શદીપ સિંહે શું કર્યું?
આ વિકેટ ન્યુઝીલેન્ડની ઈનિગ્સની 32મી ઓવરના પહેલા બોલ પર આવી હતી. અર્શદીપ સિંહનો આ બોલ કાઈલ જૈમીસને સીધો શોર્ટ કવર પર રહેલા વિરાટ કોહલીની તરફ રમ્યો હતો. જેમણે એક સરળ કેચ લીધો હતો.અર્શદીપ ટીમની સાથે જશ્ન મનાવવા લાગ્યો હતો. આ જશ્ન દરમિયાન તેમણે બંને હાથથી એક ખાસ ડાન્સ કર્યો હતો. જે ચર્ચાનો વિષય બન્યું હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો.
પછી કારણ જણાવ્યું
ન્યુઝીલેન્ડની ઈનિગ્સ પૂર્ણ થયા બાદ જ્યારે કોમેન્ટેટરે અર્શદીપનું ઈન્ટરવ્યુ લીધું તો આ સેલિબ્રેશન પર સવાલ કર્યો હતો. ત્યારબાદ તેમણે ખુલાસો કર્યો હતો. કે, આનું કલેક્શન તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે છે. જે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી છે. અર્શદીપ સિંહે કહ્યું આ સેલિબ્રેશન તેની ગર્લફ્રેન્ડ માટે હતુ કારણ કે, જ્યારે તે બંને સાથે હોય છે. ત્યારે કોઈ પણ ઉદાસ હોય તો આ ડાન્સથી એકબીજાને ખુશ કરે છે. ઉદાસી દુર કરે છે. અર્શદીપના આ સેલિબ્રેશન અને તેના ઈન્ટવ્યુથી સમરીન જરુર ખુશ થશે.જે ખુદ આ મેચ માટે ઈડન પાર્ક સ્ટેડિયમમાં હાજર હતી.
