Car Ho Toh Aisi : આ કાર છે વિશ્વની સૌથી ઝડપી કન્વર્ટિબલ! જુઓ Video
Car Ho Toh Aisi : હેનેસીએ (Hennessey Venom GT) વિશ્વની સૌથી ઝડપી કન્વર્ટિબલ કાર ડિઝાઈન કરી છે. ટેસ્ટ દરમિયાન જીટી સ્પાઈડર 427.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. બુગાટી વેરોન સુપર સ્પોર્ટ વિટેસીનો સ્પીડ રેકોર્ડ 408.8 કિલોમીટર પ્રતિ કલાક હતો. આ કારમાં માં 7.0 લિટર ટ્વીન ટર્બોચાર્જ્ડ વી-8 એન્જિન છે. આ એન્જિન 1,451 bhpનો પાવર અને 1,745 Nmનો ટોર્ક આપે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
Car Ho Toh Aisi : હેનેસીએ (Hennessey Venom GT) વિશ્વની સૌથી ઝડપી કન્વર્ટિબલ કાર ડિઝાઈન કરી છે. આ માટે કંપનીએ વેનોમ જીટી સ્પાઈડરને પસંદ કર્યું. ટેસ્ટ દરમિયાન જીટી સ્પાઈડર 427.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ કારે Bugatti Veyron Super Sport Vitesse નો રેકોર્ડ તોડ્યો છે. બુગાટી વેરોન સુપર સ્પોર્ટ વિટેસીનો સ્પીડ રેકોર્ડ 408.8 કિલોમીટર પ્રતિ કલાક હતો.
વેનોમ જીટી ભારે સંશોધિત લોટસ એક્સિજ ચેસિસ પર આધારિત છે. આ કારનું વજન 1250 કિલોથી ઓછું છે. તેમાં 7.0 લિટર ટ્વીન ટર્બોચાર્જ્ડ વી-8 એન્જિન છે. આ એન્જિન 1,451 bhpનો પાવર અને 1,745 Nmનો ટોર્ક આપે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
અહીં જુઓ વીડિયો
(Video Credit: The Drive YouTube)
જીટી 2.4 સેકન્ડ કરતાં ઓછા સમયમાં 0 થી 100 સુધી ઝડપ આપે છે. 0 થી 321 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેને ઝડપવામાં 13 સેકન્ડથી ઓછો સમય લાગ્યો. આ કારની એક ઝલક વીડિયોમાં જોઈ શકાય છે. આ કાર 1,408 bhp પાવર સાથે Bugattiની Chiron ને ટક્કર આપશે.
આ પણ વાંચો: Car Ho Toh Aisi : આ કાર ચાર ડ્રાઈવિંગ મોડ્સ પર ચાલે છે ! જાણો તેના ફીચર્સ, જુઓ Video
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો