જપ્ત થયેલી ગાડી થઈ જાય ડેમેજ તો કોણ ઉઠાવશે નુકસાનીનો ખર્ચ, ટ્રાફિક પોલીસ કે ગાડીના માલિક? જાણો
સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટોઈંગ થયા બાદ ગાડીને નુકસાન પહોંચે છે તો પોલીસ અથવા ટોઈંગ સર્વિસ વળતર આપશે. આ ક્લિપમાં મોટર વ્હીકલ એક્ટના સેક્શન 160નો રેફરન્સ આપવામાં આવ્યો છે.
તમે બજારમાં ખરીદી માટે કે કોઈ કામથી નીકળ્યા હોવ અને નો પાર્કિગમાં ગાડી પાર્ક કરીને મુકી દો તો ટ્રાફિક પોલીસ ઉઠાવીને લઈ જાય છે. ત્યારબાદ તમારે દંડ ચૂકવીને ગાડીને છોડાવવી પડશે. ત્યારે માની લો કે તમારી ગાડી જપ્ત થઈ ગઈ છે પણ જપ્ત રહ્યા દરમિયાન ગાડીને કોઈ નુકસાન થાય તો તેની ચૂકવણી એટલે કે ખર્ચ કોણ ભોગવશે. તમારી પાસે તો ગાડી હતી જ નહીં અને તમે તો ગાડી ચલાવી રહ્યા નહતા, ત્યારે તમે ઈચ્છશો કે પૈસા મળે. તમારી ગાડી ટ્રાફિક પોલીસ અથવા ટોઈંગ કરનારી સર્વિસની કસ્ટડીમાં હતી તો શું પોલીસ અથવા ટોઈંગવાળા પાસેથી વળતરની માગ કરવામાં આવી શકે છે?
જો જપ્ત કરવામાં આવેલી ગાડી ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે ડેમેજ થઈ છે તો ટ્રાફિક પોલીસને નુકસાનનો ખર્ચ ઉઠાવવો પડશે. ઉદાહરણ તરીકે જો ટ્રાફિક પોલીસ ગાડીને જપ્ત કર્યા બાદ તેને યોગ્ય રીતે રાખતી નથી અને તેમનાથી ગાડીને નુકસાન પહોંચે છે તો ટ્રાફિક પોલીસને નુકસાનની ચૂકવણી કરવી પડી શકે છે, તેના માટે તમારે કોર્ટમાં જવુ પડશે.
નુકસાનની ચૂકવણી કોણ કરશે?
ભારતમાં જપ્ત થયેલી ગાડીની નુકસાનીનો ખર્ચ સામાન્ય રીતે ગાડીના માલિકને જ ઉઠાવવો પડે છે. ઘણી વીમા કંપનીઓ પણ આવા ડેમેજ પર તમને ક્લેમ આપી શકે છે પણ તે તમારી વીમા પોલીસના નિયમ અને શરતો પર નિર્ભર રહેશે. ટ્રાફિક પોલીસ અથવા ટોઈંગ સર્વિસથી વળતર લેવા માટે તમારે કોર્ટમાં જવુ પડશે, જો કોર્ટ તમારી તરફે નિર્ણય સંભળાવે છો તો તમને યોગ્ય વળતર મળશે.
આ સિવાય જો જપ્ત કરવામાં આવેલી ગાડીને ડેમેજ કોઈ બીજા અકસ્માતના કારણે થયો છે તો દુર્ઘટનાના દોષી વ્યક્તિને નુકસાનનો ખર્ચ ઉઠાવવો પડશે. જો તમારી જપ્ત કરેલી ગાડીને કોઈ અન્ય ગાડીથી ટક્કર લાગે છે તો ટક્કર મારનારી ગાડીના માલિકને નુકસાનનો ખર્ચ ઉઠાવવો પડશે.
સોશિયલ મીડિયા પર દાવો
સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટોઈંગ થયા બાદ ગાડીને નુકસાન પહોંચે છે તો પોલીસ અથવા ટોઈંગ સર્વિસ વળતર આપશે. આ ક્લિપમાં મોટર વ્હીકલ એક્ટના સેક્શન 160નો રેફરન્સ આપવામાં આવ્યો છે. જો કે ક્લિપમાં સેક્શન 160ની ખોટી જાણકારી આપવામાં આવી છે.
શું છે મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઈ?
મોટર વ્હીકલ એક્ટની સેક્શન 160 મુજબ જો કોઈ અકસ્માત થાય છે તો આ અકસ્માતમાં કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે અથવા મૃત્યુ થઈ જાય છે તો તે દુર્ઘટનામાં સામેલ ગાડી વિશેની જાણકારી આપવી જરૂરી છે. આ જાણકારી રજિસ્ટર ઓથોરિટી અથવા સંબંધિત પોલીસ સ્ટેશનના ઓફિસર ઈનચાર્જને આપવી પડશે. ઓથોરિટી અથવા પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારીથી પીડિતને યોગ્ય વળતર મળવામાં મદદ મળે છે.