બજાજની નવી મોટરસાઇકલ એક બટન દબાવતા જ પેટ્રોલમાંથી CNG પર થશે શિફ્ટ, કિંમત અને માઈલેજનો થયો ખુલાસો!

ગ્રાહકોને એવી અપેક્ષા છે કે આવનારી CNG બાઇકની માઇલેજ વધુ હશે. આ તેની કેટેગરીમાં સૌથી વધુ એવરેજ આપતી મોટરસાઇકલ હશે. આજે પણ ઉચ્ચ માઈલેજ ધરાવતી મોટરસાઈકલ દેશના મધ્યમ વર્ગની પ્રથમ પસંદગી છે. ત્યારે ગ્રાહકો માટે CNG આ મોડલ સારો વિકલ્પ સાબિત થશે.

બજાજની નવી મોટરસાઇકલ એક બટન દબાવતા જ પેટ્રોલમાંથી CNG પર થશે શિફ્ટ, કિંમત અને માઈલેજનો થયો ખુલાસો!
Bajaj CNG Bike
Follow Us:
| Updated on: Mar 20, 2024 | 11:58 PM

બજાજ ઓટો આ વર્ષે જૂનમાં દેશની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી શકે છે. કંપની લોન્ચ કરતા પહેલા તેનું પરીક્ષણ કરી રહી છે. જેના કારણે ઘણી વખત તે કેમેરામાં કેદ થઈ જાય છે. ત્યારે ધીમે-ધીમે તેના ફીચર્સ કેવા હશે તેની માહિતી સામે આવી રહી છે. ફરી એકવાર ટેસ્ટિંગ દરમિયાન લેવામાં આવેલી તેની નવી તસવીરો સામે આવી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ફેક્ટરી ફીટેડ CNG ટુ-વ્હીલર દેશમાં નથી આવી રહ્યા. 2010થી કારમાં સીએનજી કીટનો ઉપયોગ શરૂ થયો હતો. સાથે જ કેટલાક સ્કૂટરમાં આરટીઓ દ્વારા માન્ય સીએનજી કીટ બહારથી ફીટ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બજાજની સીએનજી મોટરસાઇકલ માર્કેટ કબજે કરી શકે છે.

બજાજ CNG મોટરસાઇકલ પાસેથી ગ્રાહકોને શું અપેક્ષા છે ?

ગ્રાહકોને એવી અપેક્ષા છે કે આવનારી CNG બાઇકની માઇલેજ વધુ હશે. આ તેની કેટેગરીમાં સૌથી વધુ એવરેજ આપતી મોટરસાઇકલ હશે. આજે પણ ઉચ્ચ માઈલેજ ધરાવતી મોટરસાઈકલ દેશના મધ્યમ વર્ગની પ્રથમ પસંદગી છે. ત્યારે ગ્રાહકો માટે CNG આ મોડલ સારો વિકલ્પ સાબિત થશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

કંપની પોતાના બીજી મોટરસાઇકલમાંથી 110cc એન્જિન લઇ શકે છે. Platina 110cc અને CT 110X સાથે જોવા મળે છે. પેટ્રોલ પર, આ એન્જિન મહત્તમ 8.6 PSનો પાવર અને 9.81 Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. CNG સાથે એન્જિનમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે, જેના કારણે તેનો પાવર અને ટોર્ક થોડો ઓછો થઈ શકે છે, પરંતુ તે માઈલેજમાં સુધારો કરશે.

બજાજની આ આવનારી CNG મોટરસાઇકલમાં દ્વિ-ઇંધણ સેટઅપ મળી શકે છે. આ બાઇકમાં એક ડેડિકેટેડ સ્વિચ મળી શકે છે, જે યુઝર્સને CNGથી પેટ્રોલ અથવા પેટ્રોલથી CNG પર સ્વિચ કરવાની મંજૂરી આપશે. CNG ટાંકી સીટની નીચે હશે, જ્યારે પેટ્રોલ ટાંકી તેની મૂળ જગ્યાએ હશે.

બજાજની CNG મોટરસાઇકલની ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં બંને છેડે 17-ઇંચ વ્હીલ્સ અને 80/100 ટ્યૂબલેસ ટાયર મળવાની આશા છે. ફ્રન્ટ ડિસ્ક અને રીઅર ડ્રમ કોમ્બો કોમ્બિનેશન સાથે મળી શકે છે. સસ્પેન્શન સેટઅપમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક યુનિટ હશે. તેના એબીએસ અને નોન-એબીએસ વેરિઅન્ટ બંને ઓફર કરી શકાય છે. CNG મોટરસાઇકલને ગિયર ઇન્ડિકેટર, ગિયર ગાઇડન્સ અને ABS ઇન્ડિકેટર જેવી વિગતો સાથે સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળવાની શક્યતા છે.

બજાજ CNG મોટરસાઇકલની કિંમત વિશે વાત કરીએ, તો તે પ્લેટિના 110cc મોટરસાઇકલ કરતાં મોંઘી હશે. બજાજ સીએનજી બાઇકને 80,000 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરી શકે છે. તેને સ્થાનિક બજારની સાથે વિશ્વભરના બજારોમાં વેચવામાં આવશે. એવી પણ શક્યતા છે કે તેના આગમન પછી અન્ય કંપનીઓ પણ CNG ટુ-વ્હીલર તરફ આગળ વધી શકે છે. ટૂંક સમયમાં CNG ટુ-વ્હીલર સેગમેન્ટમાં જોરદાર સ્પર્ધા જોવા મળશે.

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">