મુંબઈ ઈન્ડિયન્સ વુમન્સ

મુંબઈ ઈન્ડિયન્સ વુમન્સ

મુંબઈ ઈન્ડિયન્સ વુમન્સ એ એક ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે, જે મહિલા પ્રીમિયર લીગ (WPL)માં ભાગ લે છે. આ ટીમ ઈન્ડિયાવિન સ્પોર્ટ્સની માલિકીની છે, જે પુરુષોની ટીમની પણ માલિકી ધરાવે છે, જેણે ₹912.99 કરોડ (US$110 મિલિયન)ની રકમમાં મુંબઈ સ્થિત ફ્રેન્ચાઈઝીની માલિકી અને સંચાલનના અધિકારો જીત્યા હતા. ટીમને ચાર્લોટ એડવર્ડ્સ દ્વારા કોચ અને હરમનપ્રીત કૌર દ્વારા કપ્તાનશીપ આપવામાં આવી છે. ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટીમે WPLની પહેલી સીઝનનો ખિતાબ જીત્યો હતો.

સપોર્ટ સ્ટાફની વાત કરીએ તો મુખ્ય કોચ ચાર્લોટ એડવર્ડ્સ,બેટિંગ કોચ દેવિકા પાલશીકર, બોલિંગ કોચ અને માર્ગદર્શક ઝુલન ગોસ્વામી અને ફિલ્ડિંગ કોચ લિડિયા ગ્રીનવે છે. ટુર્નામેન્ટનું નામ જાન્યુઆરી 2023માં વિમેન્સ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું હતું, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ વુમન્સના માલિક ઈન્ડિયાવિન સ્પોર્ટ્સે એક ફ્રેન્ચાઈઝીના અધિકારો ખરીદ્યા હતા. ફેબ્રુઆરી 2023માં ચાર્લોટ એડવર્ડ્સને ટીમના મુખ્ય કોચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઝુલન ગોસ્વામીને તેમના બોલિંગ કોચ અને માર્ગદર્શક તરીકે અને દેવિકા પાલશીકરને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. WPLમાં ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે તેમની ટીમ માટે 18 ખેલાડીઓને સાઈન કર્યા હતા.

ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટીમે WPLની પહેલી સીઝનનો ખિતાબ જીત્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ઓલરાઉન્ડર હેલી મેથ્યુસને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી.

Read More

મુંબઈ ઈન્ડિયન્સને 5 રને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ વખત WPL ફાઈનલમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટિંગ આ મેચમાં ફ્લોપ રહી હતી પરંતુ એલિસ પેરીએ એકલા હાથે ટીમને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડી હતી. આ પછી ટીમના બોલરોએ જોરદાર વાપસી કરી અને મુંબઈ ઈન્ડિયન્સને 5 રને હરાવી પ્રથમ વખત TATA WPLની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

WPL 2024 કોને મળશે ફાઈનલ ટિકિટ, જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ

સ્મૃતિ મંધાનાની ટીમ આ સિઝનમાં કુલ આઠ મેચ રમી હતી, જેમાં તેણે ચારમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો. તો મુંબઈની ટીમે 8 મેચમાંથી 5માં જીત મેળવી છે. આ સીરિઝમાં બંન્ને ટીમો વચ્ચે 2 લીગ મેચ રમાઈ છે. જેમાં એક મેચ હરમનપ્રીત તો બીજી આરસીબીએ જીતી છે.

WPL 2024: મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચ્યું

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સ્મૃતિ મંધાનાની ટીમે 7 વિકેટે હરાવી હતી. આ જીત સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી ગઈ છે. બેંગ્લોર પ્લે ઓફમાં પ્રવેશનાર ત્રીજી અને અંતિમ ટીમ બની છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી હતી. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના સમાન 10-10 પોઈન્ટ છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું હતું.

ઓસ્ટ્રેલિયન બોલરે WPLમાં ધમાકેદાર વિકેટો લઈ ઈતિહાસ રચ્યો, જે કર્યું તે પહેલા ક્યારેય નહોતું થયું

ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી અને વિશ્વની સૌથી સુંદર અને પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર એલિસ પેરીએ WPLમાં ઈતિહાસ રચ્યો હતો. મુંબઈ સામેની મેચમાં પેરી 6 વિકેટ લઈ વુમન્સ પ્રીમિયર લીગનો સૌથી ઘાતક બોલિંગ સ્પેલ નાખ્યો હતો. આ કોઈ પણ બોલરનું એક મેચમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. આરસીબીની માટે આજની મેચ સૌથી મહત્વપૂર્ણ છે, અને આ મેચમાં પેરીએ દમદાર બોલિંગ કરી તબાહી મચાવી દીધી હતી.

હરમનપ્રીત કૌરની શાનદાર ઈનિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે રોમાંચક જીત અપાવી

દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેના મુકાબલામાં મુંબઈએ ગુજરાતને 7 વિકેટે હરાવ્યું હતું. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં મુંબઈએ અત્યંત રોમાંચક મુકાબલામાં જીત મેળવી આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થનાર પહેલી ટીમ બની હતી. જ્યારે ગુજરાત લગભગ આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જ ગયું છે.

WPL 2024માં યુપી વોરિયર્સની સતત બીજી હાર, મુંબઈ ફરી જીત સાથે ટ્રેક પર ફર્યું

દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં મુંબઈએ યુપીને 42 રને હરાવ્યું હતું. હરમનપ્રીતની કપ્તાનીમાં મુંબઈએ છેલ્લી મેચમાં હાર બાદ ફરી જીત મેળવી હતી. તો બીજી તરફ યુપીને સતત બીજી મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો.

સૌથી ઝડપી બોલ ફેંકી આ બોલરે મહિલા ક્રિકેટમાં લાવી ‘ક્રાંતિ’, WPL 2024માં રચાયો ઈતિહાસ

વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં એક એવી ઘટના બની જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ મેચમાં મહિલા ફાસ્ટ બોલરે જે કર્યું એ વુમન્સ ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું. 132.1kmph ની ઝડપથી બોલ ફેંકી મુંબઈ ઈન્ડિયન્સની ખેલાડી સૌથી ફાસ્ટેસ્ટ બોલ ફેંકનાર મહિલા ખેલાડી બની ગઈ છે.

WPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી જીત, ગુજરાતને 5 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાતે 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.1 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના 2 મેચમાં 4 પોઈન્ટ થઈ ગયા છે. સાથે જ હરમનપ્રીત કૌરની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

વિમેન્સ પ્રીમિયર લીગ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકશો, જાણો

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝન આજે એટલે કે, 23 ફેબ્રુઆરીથી શરુ થશે. વિમેન્સ પ્રીમિયર લીગની સીઝન 2ની શરુઆત બેંગ્લુરુથી થશે. વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની મેચનો સમય તેમજ લાઈવ સ્ટ્રીમિંગ વિશે જાણકરી મેળવો.

શાહરુખાનનો પોઝ આપી ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટને જીત્યું દિલ, અભિનેતાએ કહ્યું વાહ.., જુઓ વીડિયો

ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 23મી ફેબ્રુઆરીએ વધુ એક બ્લોકબસ્ટર પ્રદર્શન આપવા માટે તૈયાર છે. ત્યારે ગઈકાલે અભિનેતા સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં હાજર મહિલા ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી દીધા. અભિનેતા રિહર્સલ કરતો જોવા મળ્યો હતો. આ રિહર્સલ પછી તે ત્યાં હાજર ખેલાડીઓને મળ્યો અને ઓસ્ટ્રેલિયાની કપ્તાન સાથે આઈકોનિક પોઝ કરી બધાના દિલ જીતી લીધા હતા

વુમન્સ પ્રીમિયર લીગ કેપ્ટન 2 ભારતીય અને 3 વિદેશી ખેલાડી, જુઓ ફોટો

વુમન્સ પ્રીમિયર લીગની શરુઆત થવાને હવે માત્ર કલાકો બાકી છે. ત્યારે આપણે આ લીગના 5 ટીમોના કેપ્ટન વિશે જાણીએ. તો આ લીગમાં 2 ભારતીય અને 3 વિદેશી ખેલાડીઓને કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ ખાસ વાત તો એ છે કે, ત્રણેય ખેલાડી વિદેશી છે અને એ પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે.

ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
g clip-path="url(#clip0_868_265)">