02 મેના મહત્વના સમાચાર : ભાજપ પ્રમુખ વિશ્વકર્માની ગેનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુવાળા બફાટનો વિવા વકર્યો, રાહુલ ગાંધીએ કહ્યુ ભાજપની નારી વંદનાનો નકાબ ખીલા ગયો, મનુવાદી માનસિક્તાવાળુ નિવેદન
આજે 02 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
આજે 02 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
રાજકોટમાં આજી ડેમના પાણીમાં 4 વ્યક્તિ ડૂબ્યા
રાજકોટમાં આજી ડેમના પાણીમાં 4 વ્યક્તિ ડૂબ્યા હતા. જે પૈકી 3 લોકોના મોત થયા છે. એકની શોધખોળ ચાલી રહી છે. ફાયરની ટીમે 1 વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત અને મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
-
અમદાવાદ: જમાલપુરમાં અસ્થિર મગજનો યુવક ઝાડ પર ચડી ગયો
અમદાવાદ: જમાલપુરમાં અસ્થિર મગજના યુવકનું કારસ્તાન સામે આવ્યુ છે. જમાલપુર વિસ્તારમાં યુવક ઝાડ પર ચડી ગયો. લોકોના ધ્યાને આવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. બ્રિજની ઊંચાઈથી પણ ઊંચા વૃક્ષ પર યુવક ચડી ગયો. ફાયરની ટીમને જાણ કરાતા યુવકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. ભારે જહેમત બાદ ફાયરની ટીમને સફળતા મળી. ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
-
-
રાહુલ ગાંધીએ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પર કર્યા આકરા પ્રહાર
ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ગેનીબેન પર ટિપ્પણી મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. રાહુલ ગાંધીએ જગદીશ વિશ્વકર્મા પર કર્યા આકરા પ્રહાર કર્યા. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી રાહુલ ગાંધીએ કહ્યુ ભાજપનો નારી વંદનનો નકાબ ઉતરી ગયો, આ નિવેદન અભદ્ર અને શરમજનક છે. મનુવાદી અને મહિલા વિરોધી માનસિકતાવાળુ નિવેદન છે. સત્તાને પડકાર આપનારી મહિલાઓ ભાજપને સ્વીકાર્ય નહીં નથી. ગુજરાત સાથે સમગ્ર દેશની મહિલાઓ ભાજપને જડબાતોડ જવાબ આપશે.
-
સુરત: બમ્પ આવતા ચાલુ ટ્રેકટરમાંથી બાળક નીચે પટકાતા થયું મોત
સુરત: મોરાભાગળમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બમ્પ આવતા ચાલુ ટ્રેકટરમાંથી બાળક નીચે પટકાતા મોત થયું છે. બમ્પ આવતા બેલેન્સ બગડ્યું અને બાળક સીધું નીચે પટકાયું છે. 3 વર્ષીય બાળક પર ટ્રેકટરનું ટાયર ફરી વળ્યું છે. બાળકને ટ્રેક્ટરમાં તેમના કાકાએ હાથમાં પકડ્યું હતું. બાળકને સિવિલમાં તબીબોએ મૃત જાહેર કર્યું છે.
-
જુનાગઢ: હાઈવે પર ખાનગી બસ પલટી જતાં 2ના મોત
જૂનાગઢ: માંગરોળના રહીજ ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો. હાઈવે પર ખાનગી બસ પલટી જતાં 2 લોકોના મોત થયા છે. નીલગાય આડી આવતાં બસ પલટી મારી ગઈ. ખાનગી બસ ભાવનગરથી દ્વારકા જઈ રહી હતી. બસમાં અંદાજીત 30થી 35 યાત્રાળુંસવાર હતા. ઈજાગ્રસ્ત 10થી 12 યાત્રાળુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતમાં નીલગાયનું મોત થયુ છે. પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે.
-
-
સુરત: અલથાણમાં ડમ્પર ચાલક બેફામ
સુરત: અલથાણમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે. વધુ એક બેફામ ડમ્પરે લીધો આશાસ્પદ યુવકનો ભોગ લીધો છે. L&T કંપનીમાં એન્જીનિયર તરીકે ફરજ બજાવતા યુવકનું ડમ્પરની અડફેટે આવતા મોત થયુ છે. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો છે. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી છે.
સુરતના રસ્તાઓ પર બેફામ દોડતા ડમ્પરના કારણે વધુ એક વ્યકિતએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગોડાદરા વિસ્તારમાં રહેતો અને L&T કંપનીમાં ડિઝાઈનર એન્જિનિયર તરીકે નોકરી કરતા 28 વર્ષીય યુવક પર અલથાણ વિસ્તારમાં ડમ્પરના તોતિંગ વ્હિલ ફરી વળતા મોત નિપજ્યું છે. પરિવારે ડમ્પર ચાલક વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે.
-
અમદાવાદઃ UN મહેતા નર્સિંગ સ્ટાફના યુવકનો કેનાલમાં કુદી આપઘાત
અમદાવાદઃ UN મહેતા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે કેનાલમાં કુદી આપઘાત કરી લેતા ચકચાક મચી જવા પામી છે. પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો છે. યુવકે નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ છે. આપઘાત પહેલા વૉટ્સએપ સ્ટેટસમાં જવાબદારના નામ લાખ્યા છે. આપઘાત પહેલા વીડિયો બનાવી પત્ની અને સાસરી પક્ષના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો છે. અલગ જ્ઞાતિ અને પૈસા ન હોવાથી હેરાન કર્યાનો દાવો કર્યો છે. મૃતકના પિતાએ પત્ની સહિત 4 સામે મેઘાણીનગરમાં ફરિયાદ નોંધાવી છે.
યુવકે આપઘાત કરતા પહેલા પોતાની આપવીતિનો વીડિયો બનાવ્યો. અને પત્ની તથા સાસરિયા પર હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો. મૃતકની પત્ની પર અફેર કર્યા હોવાનો આરોપ લગાવ્યો જેના કારણે હોસ્પિટલમાં પણ ઈજ્જત ન રહી હોવાનો આરોપ લગાવ્યો. સાથે સસરાના માણસો આવીને હેરાન કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો અને પોલીસ પણ તેના પિતાનું માનતી હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ્ઞાતિવાદને લઈને પણ સાસરી પક્ષ પર હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમારી જ્ઞાતિ અલગ હોવાથી અને મારી પાસે પૈસા ન હોવાથી મને હેરાન કરી રહ્યા છે. મૃતકે અગાઉ પણ સાસરિયાના ત્રાસથી અગાઉ પણ બે વખત કર્યો હતો આપઘાતનો પ્રયાસ કર્યો હતો
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભડકો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભડકો થયો છે. પીઢ કોંગ્રેસી નેતા અને AICCના સભ્ય ગૌરવ પંડ્યાએ સવાલ ઉઠાવ્યા છે. ગૌરવ પંડ્યા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર જ ભકડ્યા અને કહ્યુ કે જવાબદારો પોતાની હાર સ્વીકારી રાજીનામાં આપે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર જ પ્રહાર કર્યો કે હાર બાદ હવે પ્રદેશ કોંગ્રેસે ‘બકરા’ શોધ અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ નેતાઓ પોતાની જવાબદારી નિભાવી શક્યા નથી. નિરીક્ષકો માત્ર નામ પૂરતા આવ્યા હતા. તેમણે સવાલ કર્યો કે શું આ રીતે પ્રદેશના નેતાઓ 2027માં ભાજપને હરાવવા નીકળ્યા છે?
એટલુ જ નહીં ગૌરવ પંડ્યાએ પ્રદેશના નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો અને તમામના રાજીનામાની માગ કરી અને નવું માળખું બને તો જ 2027 કબજે કરી શકાય તેવો દાવો કર્યો.
-
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના જગદીશ વિશ્વકર્મા પર શાબ્દિક પ્રહાર
જગદીશ વિશ્વકર્માના બફાટ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જગદીશ વિશ્વકર્મા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ જગદીશ વિશ્વકર્મા ગેનીબેનની માફી માગે. ગેનીબેન અંગેનું તેમનું નિવેદન હલકી માનસિકતા દર્શાવે છે. તેમણે માત્ર ગેનીબેનની નહીં, સમગ્ર રાજ્યની બહેનોની માફી માગવી જોઈએ. અમે અપેક્ષા રાખીએ કે CM અને PM આવા નેતાઓને ટોકે. તે માફી નહીં માગે તો ગુજરાતની જનતા તેમને માફી મંગાવશે.
-
સુરેન્દ્રનગર: કાનપર ગામની સીમમાંથી લાખોની કિંમતનો દારૂ જપ્ત
સુરેન્દ્રનગર: કાનપર ગામની સીમમાંથી લાખોની કિંમતનો દારૂ જપ્ત કરાયો. બાતમીના આધારે સાયલા પોલીસે કાર્યવાહી કરતા કાનપર ગામની સીમમાં દરોડા પાડી ₹1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ટ્રકમાં ભૂસાની આડમાં વિદેશી દારૂની બોટલો સંતાડાઈ હતી. ભૂસાના કોથળા નીચે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળ્યો. વિવિધ બ્રાન્ડની ₹99.66 લાખની કિંમતની 11,300 નંગ બોટલો મળી આવી. ટ્રક સહિત દારૂની બોટલો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
જો કે પોલીસે દરોડા પાડ્યા ત્યારે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે અલ્તાફ ઉર્ફે હનીફ સહિત ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
-
અંબાજી: ગબ્બર માર્ગે લૂંટના ઈરાદે યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારો
અંબાજી: ગબ્બર માર્ગે લૂંટના ઈરાદે યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો. અમદાવાદના શ્રદ્ધાળુઓની ત્રણ કારને નિશાન બનાવવામાં આવી. શ્રદ્ધાળુએ વીડિયો વાયરલ કરી સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા. વારંવાર પથ્થરમારો થતા શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છે. હડાદ માર્ગે યાત્રિકો પર પથ્થરમારાની ઘટના બની. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. હડાદ-અંબાજી અને દાંતા-અંબાજી માર્ગ પર પેટ્રોલિંગ કરવા માટે માગ કરવામાં આવી. યાત્રિકોમાં ભય અને સુરક્ષા અંગે ચિંતા પ્રસરી છે.
-
સુરત: યુવકની હત્યાના કેસમાં ત્રણ આરોપીની ધરપકડ
સુરતના પલસાણાના કારેલી ગામે યુવકની હત્યાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, 26 એપ્રિલના રોજ કારેલી ગામ ખાતે રાહી સોસાયટી નજીક ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી, મૃતક યુવકના રૂમ પાર્ટનરની ફરિયાદના આધારે પોલીસે હત્યા કેસની તપાસ હાથ ધરી હતી. CCTV અને અલગ-અલગ જગ્યાએ ચકાસણી કરી પોલીસે ત્રણ આરોપીને દબોચ્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નીતિન અને મૃતક યુવક બન્ને એક જ યુવતીને પસંદ કરતા હતા આ બાબતે અગાઉ પણ બન્ને વચ્ચે બબાલ થઈ હતી. જેની અદાવત રાખીને યુવકની હત્યા કરવામં આવી હતી. આરોપી નીતિને પોતાના બે મિત્રોની મદદથી હત્યાને અંજામ આપ્યો હતો.
-
કચ્છ: ભુજનામાંથી શંકાસ્પદ આતંકી ઝડપાયો
કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. એવામાં ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. SOGને સમગ્ર મામલે બાતમી મળી હતી કે લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા નામનો ઈસમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ISIS સમર્થિત સાહિત્ય પોસ્ટ કરે છે. જે બાદ તપાસમાં તે શખ્સ ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવતો હોવાનું સામે આવ્યુ. ગંભીર મામલાની નોંધ લઈને પશ્ચિમ કચ્છ SOG દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી. આ શખ્સ કોના સંપર્કમાં હતો કે કોઈ નેટવર્ક સાથે સંકળાયેલો હતો તે મામલે તપાસ હાથ ધરવામાં આવી. આરોપીની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી.
-
રાજકોટ: PDU સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર
રાજકોટની PDU Civil Hospitalમાં લગભગ 200 આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે હોસ્પિટલની કામગીરી પર અસર જોવા મળી રહી છે. કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર સામે પગાર, પીએફ અને બોનસ બાબતે હેરાનગતિના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, બોનસની રકમ દર્શાવવામાં આવે છે પરંતુ ચુકવવામાં આવતી નથી, જ્યારે પીએફ કપાતું હોવા છતાં તે જમા કરવામાં આવતું નથી. આ મુદ્દાઓને લઈને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ હોસ્પિટલ બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને યોગ્ય ન્યાયની માંગ ઉઠાવી છે.
-
હવે ભણવામાં આવશે RSS અને નરેન્દ્ર મોદીનાં પાઠ
-
નવસારી: ભાજપના કાર્યકર્તાઓને સી. આર. પાટીલની ટકોર
-
વડોદરા: વાઘોડિયાના રાજપુરા પાસે નર્મદા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું
વડોદરા જિલ્લાના Waghodia તાલુકાના રાજપુરા નજીક નર્મદા કેનાલમાં 22 વર્ષીય કિરીટસિંહ નામના યુવકે ઝંપલાવી આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ રાજપુરા કેનાલના ગેટ પાસેથી મળી આવ્યો હતો. માહિતી મુજબ યુવક એક દિવસ અગાઉ રાત્રિના સમયે પોતાના ગામથી બાઇક લઈને નીકળી ગયો હતો, જે બાઇક નર્મદા કેનાલ પાસે મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં Jarod પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
-
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી, મે માસમાં કાળઝાળ ગરમીનો કહેર
-
અમદાવાદમાં UN મહેતા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનો આપઘાત
અમદાવાદમાં U N Mehta હોસ્પિટલ સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફના યુવકે નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ છે. આપઘાત પહેલાં યુવકે પોતાના વૉટ્સએપ સ્ટેટસમાં જવાબદાર લોકોના નામ પણ લખ્યા હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, મૃતકે અગાઉ પણ સાસરિયાના ત્રાસને કારણે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે મૃતકના પિતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પત્ની સહિત ચાર આરોપીઓ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
-
સુરત: અલથાણ વિસ્તારમાં ડમ્પરની અડફેટે મોપેડ ચાલકનું મોત
સુરતના અલથાણ વિસ્તારમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે. અલથાણ વિસ્તારમાં ડમ્પરની અડફેટે એક મોપેડ ચાલકને ગંભીર રીતે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી લઈને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક યુવકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે સ્થાનિકોએ ભારે વાહનોની બેફામ ગતિ પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવી છે.
-
કચ્છના ભુજ નજીક લોડાઈ ગામમાં સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ મામલે કાર્યવાહી
કચ્છ જિલ્લાના ભુજ નજીક લોડાઈ ગામમાંથી શંકાસ્પદ સોશિયલ મીડિયા પ્રવૃત્તિનો ગંભીર મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ ફકીરમામદ ઈસા ગગડા નામના શખ્સે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક અને ISISની વિચારધારા ફેલાવતી સામગ્રી શેર કરી હોવાનો આરોપ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી છેલ્લા ચાર વર્ષથી દેશની એકતા અને અખંડિતતા વિરુદ્ધ પોસ્ટ્સ કરી રહ્યો હતો. આ મામલે પશ્ચિમ કચ્છ SOG દ્વારા પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસ શંકાસ્પદ સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર સતત કડક નજર રાખી રહી છે.
-
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં બેદરકારીનો ગંભીર મામલો
-
જમ્મુ-કિશ્તવાર હાઇવે પર ભૂસ્ખલનથી ટ્રાફિક ખોરવાયો
જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જમ્મુ-કિશ્તવાર હાઇવે પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. અચાનક થયેલા ભૂસ્ખલનના લાઇવ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં પહાડ પરથી મોટા પ્રમાણમાં કાટમાળ નીચે સરકતો દેખાય છે. આ ઘટનાના કારણે હાઇવે બંધ થઈ ગયો છે, જેના પરિણામે સ્થાનિકો અને પર્યટકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, અને માર્ગ સાફ થયા બાદ હાઇવે ફરી શરૂ કરવામાં આવશે.
-
અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ચાની લારીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
-
સુરતમાં ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત
સુરત જિલ્લા પોલીસ માટે શોકજનક સમાચાર સામે આવ્યા છે. પાદરા નજીક એક્સપ્રેસ વે પર ST બસના પાછળ કાર અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. નોંધનીય છે કે માત્ર બે મહિના પહેલા જ તેમના પિતાનું પણ અવસાન થયું હતું, જેના કારણે પરિવાર અને પોલીસ વિભાગમાં વધુ શોક છવાયો છે. ઘટનાને પગલે સમગ્ર સુરત જિલ્લા પોલીસમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
-
પુણેમાં 4 વર્ષની બાળકી પર દુરાચાર બાદ હત્યા, આરોપી ઝડપાયો
-
અમદાવાદઃ વટવા હત્યાકાંડની તપાસનો રેલો ધોળકા પહોંચ્યો
અમદાવાદના વટવા વિસ્તારમાં બનેલા હત્યાકાંડની તપાસ હવે ધોળકા સુધી પહોંચી છે. કેસમાં મહત્વપૂર્ણ કડી તરીકે ફરઝાનાના ભાઈ લિયાકત અલીને ક્રાઇમ બ્રાંચ દ્વારા DNA ટેસ્ટ માટે લઈ જવાયો છે. ધોળકામાં રહેતા લિયાકતનો DNA સેમ્પલ લઈને મળેલા માનવ કંકાલ સાથે મેળવણી કરવામાં આવશે, જેથી આ કંકાલ ફરઝાનાનો છે કે નહીં તેની ચોક્કસ ઓળખ થઈ શકે. પોલીસે વધુ તપાસ તેજ બનાવી છે.
-
પશ્ચિમ બંગાળઃ બે વિધાનસભા બેઠકો પર ફેર મતદાન
પશ્ચિમ બંગાળમાં ગેરરીતિના આરોપોને પગલે બે વિધાનસભા બેઠકો પર ફરી મતદાન યોજાયું છે. ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથ સહિત કુલ 15 કેન્દ્રો પર પુનઃ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. તમામ બૂથ પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે, અને મતદારો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
Published On - May 02,2026 7:37 AM
