અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવ દેશના રેલવે મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સચિવ અને રહસ્ય સચિવપદે રહી ચૂક્યા છે. તે દરમિયાન તેઓ જે ભાજપના નેતાઓને મળ્યા હતા તેમાં એક નામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે.

નરેન્દ્ર મોદી તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ જ કારણ હતું કે તેમના બીજા કાર્યકાળમાં તેમણે અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન બનાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવનો જન્મ 18 જુલાઈ 1970ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમનું સ્કૂલિંગ દિલ્હીમાં થયું, બાદમાં તેઓ જોધપુર ગયા.

અહીં 1992 માં, તેમણે MBM એન્જિનિયરિંગ કોલેજમાંથી B.Tech કર્યું, જ્યાં તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ પછી અશ્વિની વૈષ્ણવ IIT કાનપુરમાં જોડાયા અને અહીંથી M.Tech ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમણે IAS ની પદવી મેળવી અને ઓડિશા કેડરના અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો. જોકે, 2008માં તેઓ સરકારી નોકરી છોડીને એમબીએનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા.

 

Read More

Bullet Train Video: રેલ્વે મંત્રીએ બતાવ્યો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલો ખાસ ટ્રેક, જાણો કેટલી સ્પીડે દોડશે ટ્રેન

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક પર સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. જેમાંથી 153 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 295.5 કિમીનું પીયર વર્ક પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવા જઈ રહી છે.

7 કિલોમીટર લાંબી દરિયાઈ ટનલ, બુલેટ ટ્રેન આ સમયે થશે તૈયાર, અશ્વિની વૈષ્ણવે આપ્યું મહત્વપૂર્ણ અપડેટ

india first bullet train ashwini vaishnaw : દરિયાઈ ટનલનું કામ શરૂ થઈ ગયું છે. આ ટનલ દ્વારા ટ્રેન થાણેથી મુંબઈ પહોંચશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બંને શહેરો વચ્ચેનું 508 કિમીનું અંતર માત્ર 2 કલાકમાં કાપશે.

ચીનનું કામ તમામ ! 5G Qualcomm ચિપસેટ બનશે ચેન્નાઈમાં, મોદી સરકારનો મોટો નિર્ણય

સ્માર્ટફોન માર્કેટને વેગ આપવા માટે સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. હવે સરકારે ચેન્નાઈમાં 5G અને 6G લેબની સ્થાપના કરી છે. આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે જે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આત્મનિર્ભરતા તરફ વધુ એક પગલું, ભારતને મળી ક્વોન્ટમ C-DOT પેટન્ટ: અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત પ્રમાણપત્ર પણ સંલગ્ન કર્યા છે. તેમને કહ્યું કે ક્વાન્ટમ કીના વિતરણમાં વડાપ્રધાન મોદીએ લીધેલા નિર્ણયોના સારા પરિણામ મળી રહ્યા છે. તેમાં પેટન્ટ કાયદા વિશેની વિગતો છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે tv9 સાથે કરી ખાસ વાતચીત, આગામી પાંચ વર્ષમાં રેલવેના ટ્રાન્સફોર્મેશનની આપી ગેરંટી- વીડિયો

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે tv9 સંવાદદાતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. આ તકે તેમણે જણાવ્યુ કે આગામી પાંચ વર્ષમાં લોકોએ કલ્પના પણ નહીં કરી હોય એ પ્રકારનો રેલવેનો કાયાકલ્પ થશે. તેમણે કહ્યુ આવતા પાંચ વર્ષમાં રેલવેના ટ્રાન્સફોર્મેશનની પીએમ મોદીની ગેરંટી છે.

Fastest Router : ભારતનું સૌથી ઝડપી રાઉટર લોન્ચ, આંખના પલકારામાં ડેટા થશે ટ્રાન્સફર

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતમાં બનેલા આ રાઉટર વિશે કહ્યું કે, તમે જાણો છો કે નેટવર્કિંગ એ ડિજિટલ ઈન્ડિયાના પ્રયાસોની ચાવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નેટવર્કિંગ રાઉટર માટે આવા કોર રાઉટરની ખૂબ જ જરૂર છે. તેથી હું ખૂબ જ ખુશ છું કે આ પ્રકારનું રાઉટર ભારતમાં બન્યું છે.

વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકો સુધી પહોંચાડી ટેક્નોલોજી, AIથી તેમને થશે ફાયદો: અશ્વિની વૈષ્ણવ

સરકારે 10,372 કરોડ રૂપિયાના ખર્ચની સાથે ઈન્ડિયા એઆઈ મિશનને મંજૂરી આપી છે. તેની જાણકારી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ આપી. તેમને કહ્યું કે કેન્દ્રના આ પગલાથી દેશમાં એઆઈ વિકાસને પ્રોત્સાહન મળશે.

સેમિકન્ડક્ટરને લઈ ભારતની ધાંસુ યોજના, ગુજરાત ભજવશે મહત્વનો રોલ, કોરિયા, ચીન અને તાઈવાન જોતા જ રહી ગયા

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારત તેની ડિઝાઇન ક્ષમતા અને $10 બિલિયનના પ્રોત્સાહનો સાથે આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક મજબૂત શક્તિ તરીકે ઉભરી આવશે. તેમણે કહ્યું કે વૈશ્વિક ઉત્પાદકો નવા ફેબ્સ અને એકમો સ્થાપવા માટે આકર્ષિત થશે અને આ ક્ષેત્રમાં તાઈવાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોનું વર્ચસ્વ ઘટશે.

અશ્વિની વૈષ્ણવે ગૂગલની સાન લાવી ઠેકાણે, નોકરી અને સાદી ડોટકોમ જેવી એપ્લિકેશનની ગૂગલ પ્લે સ્ટોરમાં વાપસી

ગૂગલે પ્લે સ્ટોર પર 10 ભારતીય એપ્સ રિસ્ટોર કરી છે. Naukri.com, Shaadi.com, 99acres.com જેવી લોકપ્રિય એપને પ્લે સ્ટોર પરથી હટાવવા બદલ ગૂગલની ચારેબાજુથી ટીકા થઈ રહી હતી. ભારત સરકારના હસ્તક્ષેપ બાદ કંપનીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">