AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની આ કોલેજો પોતાનાજ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને છે બેદરકાર, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ગુમાવવી પડી રોજગારીની તક

મેગા પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન ન કરનારી 48 કોલેજોને ગ્રાન્ટ કાપની નોટિસ,અમદાવાદની 6 કોલેજોનો સમાવેશ રાજ્ય સરકાર શિક્ષિણ વિભાગ અને કેસીજી દ્રારા હાલમાં રાજ્યના જુદા જુદા સ્થળોએ મેગા પ્લેસમેન્ટનું આયોજન થઇ રહ્યુ છે. આ પ્લેસમેન્ટ પહેલા શિક્ષિણ વિભાગે તમામ કોલેજોને છેલ્લા વર્ષના વિઘાર્થીઓનુ રજીસ્ટ્રેશન કરાવવા સૂચના આપી હતી પણ ચોંકાવનારી હકીક્ત એ છે કે શિક્ષિણ […]

ગુજરાતની આ કોલેજો પોતાનાજ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને છે બેદરકાર, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ગુમાવવી પડી રોજગારીની તક
Gujarat Mega Job fair
Mihir Soni
| Edited By: | Updated on: Feb 05, 2019 | 10:56 AM
Share

મેગા પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન ન કરનારી 48 કોલેજોને ગ્રાન્ટ કાપની નોટિસ,અમદાવાદની 6 કોલેજોનો સમાવેશ

રાજ્ય સરકાર શિક્ષિણ વિભાગ અને કેસીજી દ્રારા હાલમાં રાજ્યના જુદા જુદા સ્થળોએ મેગા પ્લેસમેન્ટનું આયોજન થઇ રહ્યુ છે. આ પ્લેસમેન્ટ પહેલા શિક્ષિણ વિભાગે તમામ કોલેજોને છેલ્લા વર્ષના વિઘાર્થીઓનુ રજીસ્ટ્રેશન કરાવવા સૂચના આપી હતી પણ ચોંકાવનારી હકીક્ત એ છે કે શિક્ષિણ વિભાગની વાંરવારની સૂચના છતાં 130 કોલેજો રજિસ્ટ્રેશન કરાવવાની તસ્દી લીધી જ ન હતી. શિક્ષણ વિભાગે આ મુદ્દે કેસીજીમાં તાકીદની બેઠક બોલાવી હતી જેમાં પણ 48 કોલેજના સંચાલકો કે પ્રતિનિધિઓને હાજર રહેવાનુ યોગ્ય લાગ્યું ન હતુ. પરિણામે હવે શિક્ષિણ વિભાગ આ તમામ 48 કોલેજોને નોટિસ આપીને પાંચ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી છે.

શિક્ષણ વિભાગ અગ્ર સચિવ અંજુ શર્માનું કહેવું છે કે બેઠક દરમિયાન કોલેજના સંચાલકોને પત્રો લખવા ઉપરાંત ફોનથી પણ જાણ કરીને બેઠકમાં હાજર રહેવા કહ્યું હતું છતાં 132 પૈકી 48 કોલેજોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા ન હોતાં. આ કોલેજ દ્રારા એકપણ વિધાર્થીનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું નથી જેેેથી 48 કોલેજો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે પ્લેસમેન્ટ 2019 અંતર્ગત ઉચ્ચ શિક્ષિણ વિભાગ દ્રારા વારંવાર અપાયેલી સૂચનાઓનું ઉલ્લંઘન કરીને સરકારની રોજગારી તક ઉપલબ્ધ બનાવવાના ઉમદા હેતુઓને સિદ્ધ કરવા સહકાર આપેલો નથી આ ઉપરાંત ભાવિ પેઢીના યુવાન વિઘાર્થીઓની કારર્કિદીના ઘડતરને નુકશાન પહોચાડયુ છે. 48 કોલેજોને આગામી પાંચ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જો ખુલાસો નહિ આપવામાં આવે તો એકતરફી નિર્ણય કરીને ગ્રાન્ટ કાપી લેવાની ચિમકી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 48 કોલેજોમાંથી અમદાવાદની 6 જેટલી કોલેજોએ પણ વિધાર્થીઓના રજિસ્ટ્રેશન કરવામાં રસ નથી દાખવ્યો.

અમદાવાદની છ કોલેજૉએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું

1. આર.જે ટીબ્રેવાલ કોલેજ 2.શ્રીમતિ ઉલ્લાસસબેન ગોરધનદાસ કોલેજ ઓફ એજ્યુકેશન 3.પી.ટી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ 4.એચ.કે.કોર્મસ કોલેજ 5.એન.સી.બોડીવાલા 6.એસ.વી.વાણિજય મહાવિઘાલય

[yop_poll id=1097]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">