AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips : ઘરે જ તૈયાર કરો આ ફેસપેક અને મેળવો સુંદર ગ્લોઇંગ ત્વચા

નિષ્પ્રાણ અને કરમાયેલી ત્વચાને ફરીથી ગોરી અને ચમકદાર બનાવવા માટે આપે બહુ વધારે નાણા ખર્ચવાની જરૂર નથી બસ ઘરમાં પડેલા વસ્તુના ઉપયોગથી પણ બનાવી શકો છો ફેસપેક

Beauty Tips : ઘરે જ તૈયાર કરો આ ફેસપેક અને મેળવો સુંદર ગ્લોઇંગ ત્વચા
Prepare this face pack at home to get glowing skin
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:31 AM
Share

આપ ધરે હોમમેડ ક્રીમને તૈયાર કરી શકો છો જેનાથી આપના ચહેરાની ત્વચાનો નિખાર પાછો આવી શકે છે. અહીં સુધી કે હાથ અને પગનો રંગ પણ નિખરી શકે છે. નિષ્પ્રાણ અને કરમાયેલી ત્વચાને ફરીથી ગોરી અને દમકદાર બનાવવા માટે આપે બહુ વધારે નાણા ખર્ચવાની જરૂર નથી. તો જાણો આવી જ અમુક રીતો વિશે જે તમારી સ્કીનને ચમકદાર અને ગોરી બનાવશે.

  • ચમચી બદામ પાવડર અડધી ચમચી મધ અડધી ચમચી દહીં લઇ બધી સામગ્રીઓ મેળવી લો અને એક ક્રીમ તૈયાર કરો. હવે આને પોતાની ત્વચા પર લગાવો અને લગાવીને થોડા સમય સુધી રહેવા દો. આપ આ ક્રીમને અઠવાડિયામાં 3થી 4 વખત ઉપયોગ કરી શકો છો. આનાથી આપની ત્વચાની રંગત પાછી આવી જશે.
  • એક ચપટી હળદર અડધી ચમચી ચણાનો લોટ એક ચમચી લિંબુનો રસ લઇ એક વાટકીમાં બધી સામગ્રીઓ મૂકો અને ક્રીમનાં રૂપમાં થવા સુધી ફેંટતા રહો. આ પેસ્ટને આપની ત્વચા પર લગાવો. થોડા સમય બાદ ધોઈ નાખો. આને લગાવાથી ત્વચાની નિષ્પ્રાણ ત્વચા નિકળી જાય છે. આ ક્રીમનો મહીનામાં એક અથવા બે વખત ઉપયોગ કરી શકાય છે.
  • એક ચપટી એલચી પાવડર અડધી ચમચી ટમાટર પલ્પ અડધી ચમચી એલોવેરા જેલ લઇ તમામ સામગ્રીઓ એક જારમાં નાંખી મેળવી લો. આ પેસ્ટ પોતાના ચહેરા પર કે ત્વચા પર લગાવો. આને આમ જ લગાવીને એક કલાક બાદ ઠંડા પાણીથી તેને ધોઈ લો. અઠવાડિયામાં એક વાર આનો ઉપયોગ આપને ફૅર બનાવી શકે છે.
  • અડધી ચમચી ચંદન પાવડર અડધી ચમચી મધ અડધી ચમચ દહીં આ તમામ સામગ્રીઓ એક વાટકીમાં મેળવી લો. હવે તેને પોતાની ત્વચા પર હળવા હાથે મસાજ કરતા લગાવો. અડધા કલાક બાદ પોતાની ત્વચાને પાણીથી ધોઈ લો. થોડાક જ દિવસોમાં આને લગાવવાથી આપને પોતાની ત્વચા પર સારો એવો ફરક નજરે પડશે.

આ પણ વાંચો –

હવે તેલંગણાની તાનાશાહી સરકારનું જવાનું નક્કી, TRSની લંકા તુટવાની તૈયારીમાં: ભાજપના મહામંત્રી તરુણ ચુગ

આ પણ વાંચો –

શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત

આ પણ વાંચો –

ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને આપ્યો રિલેશનશિપનો કોન્ટ્રાકટ, સંબંધ નિભાવવા માટે રાખી આ 17 પેજની અજબ-ગજબ શરત

g clip-path="url(#clip0_868_265)">