હવે તેલંગણાની તાનાશાહી સરકારનું જવાનું નક્કી, TRSની લંકા તુટવાની તૈયારીમાં: ભાજપના મહામંત્રી તરુણ ચુગ

17 સપ્ટેમ્બરે ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah) વિશાળ રેલી તેલંગણાના (Telangana) નિર્મલ જિલ્લામાં યોજાવા જઈ રહી છે. આ દરમિયાન ભાજપના મહામંત્રી તરુણ ચુગે કહ્યું કે પાર્ટી સભાને સફળ બનાવવામાં વ્યસ્ત છે. અમે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ (Tarun Chugh) બે દિવસની તેલંગાણાની (Telangana) મુલાકાતે છે. તેમણે શનિવારે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા યોજાનાર કાર્યક્રમની તૈયારીઓની વિગત મેળવી.

 

અમિત શાહ 17 સપ્ટેમ્બરે નિર્મલ (Nirmal) જિલ્લામાં એક વિશાળ રેલીને સંબોધિત કરશે. આ દરમિયાન તરુણ ચુગે એક બેઠકનું પણ આયોજન કર્યું હતું અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે હવે તેલંગાણાની સરમુખત્યારશાહી સરકારની વિદાયનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

ટીવી 9 સાથે વાત કરતા તરુણ ચુગે કહ્યું કે, ‘પદ યાત્રામાં જે  જનસમર્થન મળી રહ્યું છે, તેના દ્વારા બિલકુલ એવું સાબિત થયું છે કે બંડી સંજય જીની આગેવાનીવાળી’ પ્રજા સંગ્રામ યાત્રા ‘ તેલંગણાના પરિવર્તનનો માર્ગ મોકળો કરશે.’

 

અમિત શાહની રેલીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ’17 સપ્ટેમ્બરે નિર્મલમાં એક વિશાળ સભા યોજાઈ રહી છે, તે આપણને સરમુખત્યારશાહી, પારિવારવાદ વાળુ શાસન તેમજ નિઝામવાદ અને નિઝામશાહીની યાદ અપાવે છે. તેઓનું (સરકાર) જવાનું પણ નક્કી છે અને 17 સપ્ટેમ્બરે તેલંગાણાની સૌથી મોટી રેલી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પોતે આવશે. પાર્ટીનું સમગ્ર નેતૃત્વ એકજૂથ છે અને તે યાત્રા અને સભાને સફળ બનાવવામાં વ્યસ્ત છે. અમે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ.

 

તુરુણ ચુગે કહ્યું કે ’17 સપ્ટેમ્બરની સભા તેલંગાણા સરકાર  શંખનાદ હશે અને આ શંખનાદ કરવા માટે અમિત શાહજી પોતે અહીં આવશે. તેમના શંખનાદ પછી, પરિવારવાદ, ભ્રષ્ટાચાર, વંશવાદને પોષનારી અને લુંટેરી સરકાર જશે. ટીઆરએસની લંકા હવે તૂટી જવાની છે, તે હવે રોકાશે નહીં.

 

 

નિર્મલ જિલ્લા પહોંચતા જ  તરુણ ચુગનું ભાજપના કાર્યકરો દ્વારા  સ્વાગત કરવામાં આવ્યું હતું.

અગાઉના દિવસે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ દિલ્હીથી ફ્લાઈટ દ્વારા હૈદરાબાદ પહોંચ્યા હતા. આ પછી તેઓ બાય રોડ  નિર્મલ પહોંચ્યા, જ્યાં પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ચુગે નિર્મલમાં જ રાત્રી રોકાણ કર્યું, ત્યારબાદ તેમણે શનિવારે અમિત શાહની રેલીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. ચુગ શનિવારે રાત્રે દિલ્હી પરત ફરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો :  Good News: સામાન્ય માણસ માટે ખુશખબર, સરકારે ખાદ્ય તેલ સસ્તું કરવા માટે 48 કલાકમાં ઉઠાવ્યા 2 પગલા

 

આ પણ વાંચો : MP : ગ્વાલિયરમાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય સહિત 250 લોકો સામે FIR દાખલ

Click on your DTH Provider to Add TV9 Gujarati