ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને આપ્યો રિલેશનશિપનો કોન્ટ્રાકટ, સંબંધ નિભાવવા માટે રાખી આ 17 પેજની અજબ-ગજબ શરત
ઘણીવાર આપણે કંપનીના નિયમો અને શરતો વિશે સાંભળતા રહીએ છીએ. પરંતુ રિલેશનશિપમાં રહેવા માટે 17 પાનાનો કોન્ટ્રાક્ટ લેટર કોઈને આપ્યું હોય તેવું સાંભળ્યું છે? સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આ સાચું છે. હા, એક છોકરીએ પોતાના પાર્ટનર સાથે સંબંધમાં રહેવા માટે અજબ-ગજબ શરતો મૂકી, જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો.
દુનિયામાં સૌથી અલગ વેલ્યુ હોય તો તે સંબંધની છે. જેમાં ખાસ કરીને બોયફ્રેન્ડ (boyfriend) અને ગર્લફ્રેન્ડના (GirlFriend) સંબંધ તો કંઈક અલગ જ છે. આપણે સૌ જાણીએ છીએ કે એક સાથે રહેવા માટે એકબીજાના વિશ્વાસની જરૂર હોય છે. જો વિશ્વાસ હોય તો આખી જિંદગી ટકી શકે છે. પરંતુ આજના જમાનામાં લોકો શરત અને નિયમ પર સંબંધ નિભાવે છે.
આ જાણીને કોઈ પણ વ્યક્તિના મનમાં સૌથી પહેલા એ સવાલ આવે છે કે સંબંધમાં નિયમ કે શરત હોય છે. પરંતુ હાલમાં જ એક ગર્લફ્રેન્ડે તેના પાર્ટનર સાથે રિલેશનશિપમાં આવતા પહેલા ડિમાન્ડ લિસ્ટ આપ્યું હતું. હકીકતમાં આ એક રિલેશનશિપ કોન્ટ્રાકટ છે, જેમાં સંબંધને લઈને શરતો રાખવામાં આવી છે.
એક રિપોર્ટ મુજબ 21 વર્ષની એની રાઈટ પહેલા એક રિલેશનશિપમાં હતી. પરંતુ જ્યારે તેને આ રિલેશનશિપનો અંત લાવી દીધો, ત્યારે તે ફરી રિલેશનશિપમાં આવતા ડરતી હતી. તેની આ વચ્ચે તેની મુલાકાત માઈકલ હેડ (Michael Head) સાથે થઈ હતી. એની ઈચ્છતી હતી કે માઈકલ સાથેના તેના સંબંધ તેની અગાઉની રિલેશનશિપથી સારા ચાલે. તેથી 17 પેજના રિલેશનશિપમાં કોન્ટ્રાક્ટ તેના નવા બોયફ્રેન્ડને જણાવી દીધા હતા.઼
આ કોન્ટ્ર્રાક્ટમાં એનીએ લખ્યું હતું કે જ્યારે પણ લોકો ડેટ પર જશે, ત્યારે તેને પૈસા આપવા પડશે. તેની સાથે તે પણ દર મહિને બે ફૂલ ગિફ્ટ કરે છે અને અઠવાડિયામાં 5 વખત વર્કઆઉટ કરવા માંગે છે. એનીએ તમારી રિલેશનશિપ માટે નિયમો બનાવ્યા હતા. એનીએ તેના રિલેશનને લઈને કહ્યું હતું કે સંબંધ એક એક બિઝનેસ મિટિંગ જેવું છે. આથી તે સંબંધમાં આવતી દરેક તકલીફને દૂર કરવા માંગે છે અને 2 પાર્ટનર તેની સમસ્યાને હલ કરી શકે છે.
એનીના કોન્ટ્રાકટની સૌથી મોટી વાત આવે છે. બંને એકબીજા પર ક્યારે પણ આરોપ નહીં લગાવે. કોઈને પણ સમસ્યા હશે તો બંનેની બરાબર ભાગીદારી હશે. કોઈ એકની સમસ્યાને કોઈ માટે જવાબદાર ઠેરવવામાં નહીં આવે. તમને જણાવી દઈએ કે આ કપલ વિશે જાણીને ઘણા લોકો હેરાન થઈ જાય છે અને કહે છે કે, આખરે સંબંધમાં આવવા કોન્ટ્રાકટ કોણ કરે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે , આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્યની બેઠકમાં રહેશે હાજર
આ પણ વાંચો : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બનશે ગુજરાતના મુખ્યપ્રધાનનો નવો ચહેરો ? જાણો રાજકીય કરિયર વિશે