AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023 : ગુજરાતના મુખ્ય 207 જળાશયો 72.26 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 74.80 ટકા જળસંગ્રહ થયો

ગુજરાત અને ઉપરવાસમાં સારો એવો વરસાદ થયો છે. જેના કારણે ગુજરાતના જળાશયોમાં (Water reservoir) પાણીની સારી એવી આવક થઇ રહી છે. જેના પગલે ગુજરાતના જળાશયો હવે છલકાવા લાગ્યા છે. ગુજરાતના 92 જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઇ એલર્ટ પર છે.

Monsoon 2023 : ગુજરાતના મુખ્ય 207 જળાશયો 72.26 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 74.80 ટકા જળસંગ્રહ થયો
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 07, 2023 | 4:03 PM
Share

Monsoon 2023 : આ વર્ષે ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 79.83 ટકા વરસાદ (Rain) વરસી ચુક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાત અને ઉપરવાસમાં સારો એવો વરસાદ થયો છે. જેના કારણે ગુજરાતના જળાશયોમાં (Water reservoir) પાણીની સારી એવી આવક થઇ રહી છે. જેના પગલે ગુજરાતના જળાશયો હવે છલકાવા લાગ્યા છે. ગુજરાતના 92 જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઇ એલર્ટ પર છે.

આ પણ વાંચો- Ahmedabad : બાવળાની દવા કંપનીના વધુ ત્રણ ડાયરેક્ટરો NCBની રડારમાં, જૂઓ Video

ચાલુ સીઝનનો કુલ સરેરાશ 79.83 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપેલી માહિતી અનુસાર રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ સીઝનનો કુલ સરેરાશ 79.83 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર ડેમમાં 2,51,184 MCFT જળસંગ્રહ

ગુજરાતની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,51,184 MCFT જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.

કુલ 92 જળાશયો હાઈ એલર્ટ પર

મહત્વનું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 27 જળાશયો મળી કુલ 92 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 27 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 9 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">