Breaking News Monsoon 2023: પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે ઉકળાટ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Rain in Panchmahal: જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ, મોરવા હડફ, કાલોલ સહીતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદની એન્ટ્રીની પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.

Breaking News Monsoon 2023: પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે ઉકળાટ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Follow Us:
| Updated on: Jun 24, 2023 | 10:13 AM

Panchmahal: ચોમાસુ શરૂ થવાની આગાહી ભલે હાલમાં ના હોય પણ આજે વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ, મોરવા હડફ, કાલોલ સહીતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદની એન્ટ્રીની પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. ત્યારે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે.

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ વરસાદે થોડા દિવસ વિરામ લીધો હતો. ત્યારે આજે વહેલી સવારે પંચમહાલ જિલ્લામાં ભારે ઉકળાટ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ, મોરવા હડફ, કાલોલ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. તેમજ ગોધરા શહેરના નીચાણાળા વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાયા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો: Bharuch: સોનાની લૂંટનો મામલો, વડોદરાથી ઝડપાયેલા ત્રણેય આરોપીઓનો કબજો ભરૂચ પોલીસને સોંપાયો

આજે વહેલી સવારે પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ, મોરવા હડફ, કાલોલ સહિતના તાલુકાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો છે. જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 63 મીમી એટલે 2.5 ઇંચ અને ઘોઘંબામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે, વરસાદી માહોલ જોતાં હજુ પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનના પગલે કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાયા છે. શહેરી વિસ્તારોમાં માર્ગો પર તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે.

વડોદરામાં પણ વહેલી સવારથી વરસાદ

વડોદરાના સાવલી તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે. ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડભોઇ શહેર અને તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ડભોઇ શહેરના મહુડી ભાગોર સ્ટેશન રોડ, કડિયાવાર, અંબિકા સોસાયટી, દયારામ સોસાયટી, જૈન વાઘા અને પટેલ વાઘામાં વરસાદ વરસી રહ્યો છે. તો ડભોઇ તાલુકાના ધરમપુરી, વાયદપુર, ભીલાપુર, ચલવાડા, સિધ્ધપુર અને વઢવાણા જેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

ભરૂચના વાતાવરણમાં પલટો

આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ત્યારે ભરૂચમાં વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ભરૂચમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચમાં સિઝનનો પહેલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

પંચમહાલ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">