AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat weather News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડી શકે છે. તો બીજી તરફ ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat weather News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 7:38 AM
Share

રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાને વિભાગે કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડી શકે છે. તો બીજી તરફ ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video: ગીર સોમનાથમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગઈ કાલે રાત્રે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેમા .ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ પડ્યો છે.લીંબડી શહેર તેમજ ચુડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે.કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયુ છે.આ સાથે ભારે પવન ફૂંકાતા વરિયાળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

બોટાદના ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો છે. જેમાં લાઠીદડ, કારીયાણી, સાગાવાદ, પાટી, પડવદર, સમઢીયાળા, સીતાપર સહિતના ગામોમાં વરસાદ પડયો છે. તો બીજી તરફ અમરેલીના ધારીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બજારોમાં ભર ઉનાળે નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">