Gujarati Video: ગીર સોમનાથમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

Gujarati Video: ગીર સોમનાથમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 6:58 AM

ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગઈ કાલે રાત્રે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમાં ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarati Video: ગીર સોમનાથમાં દેવકા નદી પ્રદૂષિત બનતા લોકોમાં રોષ, ખાનગી કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવાનો આરોપ

સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ

સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ પડ્યો છે.લીંબડી શહેર તેમજ ચુડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયુ છે.આ સાથે ભારે પવન ફૂંકાતા વરિયાળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ફરી એકવાર 16થી 19 માર્ચ દરમિયાન વરસાદની તૈયારી રાખજો. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી સિસ્ટમ ઓછી થશે. જો કે કેટલાક વિસ્તારમાં વરસાદ રહી શકે છે.. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાશે.

g clip-path="url(#clip0_868_265)">