AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather : અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગરમીથી મળશે રાહત, જાણો તમારા જિલ્લાનું તાપમાન કેટલુ રહેશે

રાજ્યમાં આકરી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે. તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા છે.

Gujarat Weather : અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગરમીથી મળશે રાહત, જાણો તમારા જિલ્લાનું તાપમાન કેટલુ રહેશે
Gujarat weather update
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 7:50 AM
Share

રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે. તેમજ વાદળ છાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 29 % રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 29% રહેશે.

આ પણ વાંચો : Gujarati video: છોટાઉદેપુરમાં માઇનોર કેનાલમાં ગાબડુ, રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાનો આક્ષેપ

આણંદ જીલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. અરવલ્લી જીલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે 30% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 41 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ભાવનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 રહેશે.

બોટાદ જીલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દાહોદ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે.

ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે

ડાંગ જીલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 38 રહેશે તો ન્યૂનતમ તાપમાન 25 રહેશે. જામનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અને 47% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે જુનાગઢ જીલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 24 રહેશે. કચ્છ જીલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. આજે ખેડા જીલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

તો બીજી બાજુ આજે મહિસાગર જીલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જીલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નર્મદા જીલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. તો પંચમહાલ જીલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે.

પોરબંદરમાં 53 % ભેજવાળુ વાતાવરણ રહેશે

પોરબંદરમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 53 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. સુરત જીલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

તો સુરેન્દ્રનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તાપી જીલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જીલ્લામાં તો મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વલસાડ જીલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">